શું તમે જાણો છો કે કોણ હતા લાફીંગ બુદ્ધા? આખરે શું છે તેમનો ઈતિહાસ? સચ્ચાઈ જાણી અત્બ્ધ થઇ જશો

આપણે માર્કેટ જઈએ અને ક્યાંય લાફિંગ બુધ્ધા દેખાય જાય તો તેને લેવાનો વિચાર કરતા હોઈએ છીએ. કારણકે આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ઘરમાં લાફિંગ બુધ્ધા હોવા જોઈએ. કોકના ઘરે મોટી મૂર્તિ કે નાની મૂર્તિ જોવા મળે છે પણ લગભગ 100 માં થી 80 લોકોના ઘરોમાં લાફિંગ બુધ્ધા ની એક ફોટો તો ચોક્કસ જોવા મળી જશે.

તો શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે આખરે લાફિંગ બુધ્ધા હંમેશા હસતા કેમ દેખાય છે. ચાલો આજે અમે તમને આના વિષે જણાવીએ.

લિયાન ડીનેંસીટી ના સમયે બૂદ્ધેય નામના એક ભિક્ષુક હતા. તેઓ હેમશ અલગ-અલગ ગામડા માં ભટકતા ફરતા રહેતા અને બુદ્ધ અનુસરણ ના કારણે હંમેશા બાળકો માં રમકડાં અને મીઠાઈઓ વહેંચતા રહેતા. એવું કહેવામાં આવે છે કે તેમની પાસે પણ હંમેશા સાન્ટાક્લોઝ ના જેમ એક મોટો થેલો રહેતો હતો, જેને તેઓ પોતાની પીઠ પર લટકાવી ચાલતા રહેતા. તેમનો એ થેલો ક્યારેય ખાલી નહતો રહેતો જરૂરતમન્દ લોકો માટે હંમેશા એ થેલા માં કઈંક ને કઈંક મળી જતું.

ગૌતમ બુદ્ધે પ્રવર્તમાન રિવાજો અને અંધશ્રદ્ધાને નકારી કાઢીને કુદરતી માનવીય ધર્મની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંયમ, સત્ય અને અહિંસાથી પવિત્ર અને સરળ જીવન જીવવું જોઈએ. તેમણે કર્મ, શ્રદ્ધા અને જ્ઞાન સાથે ‘સમ્યક’ના સાધકોને ઉમેરતા પર ભાર મૂક્યો, કારણકે કોઈ પણ’ આત્યંતિક ‘શાંતિ આપી શકતું નથી. તેવી જ રીતે, પીડાઓ અને મૃત્યુ ભયમાંથી મુક્તિ મળી શકે છે અને નિર્ભયતા અને શાંતિને તેઓ નિર્વાણ કહે છે.

બુદ્ધ હંમેશાં ખૂબ જ શાંત અને નિખાલસ સ્વભાવના હતા, તેમણે તેમના જીવનકાળ દરમિયાન દરેકને મદદ કરી હતી, અને તેઓ માનતા હતા કે મનુષ્યને આપેલ સુખ કરતાં વધારે કોઈ સુખ નથી, જો મનુષ્ય એકબીજાના કામ માં આવે તો એ ખુબજ ખીસહીની વાત થશે આવામાં માણસ એક બીજાની મદદ માં જોડાય જાય આ સન્દેશ બૌદ્ધ ધર્મ નો હતો. ખુશ રહો અને બીજને પણ ખુશી આપો આજ બૌદ્ધ ધર્મ ની શિક્ષા હતી.

એવું કહેવાય છે કે ધર્મ અનુસાર એક ગુપ્ત રાઝ એ પણ છે કે જયારે મૃત્યુ બાદ અગ્નિ પર રાખવામાં આવ્યા ત્યારે તેમના શરીર ને અગ્નિ પર રાખતાંજ ફટાકડા ફૂટવા લાગ્યા હતા જેને જોઈને બધાય આશ્ચર્ય પામ્યા હતા ત્યારબાદ બધાંયને એક સીખ મળી કે લાફિંગ બુધ્ધા જતા જતા પણ બધાંયને હસાવીને ગયા તેમજ આપણે જીવનમાં એવા કામ કરવા જોઈએ કે માર્ટા સમયે પણ આપણે લોકોને હસાવીને જય શકીએ.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment