શ્રાવણ માસ માં જલાભિષેક કરતાં રાખો આ 10 બાબતો નું ધ્યાન..

શ્રાવણ માસ માં શિવાલય માં શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવે છે. ઘણા લોકો જલાભિષેક કરતાં સમયે ઘણી ભૂલો કરે છે. વિધિરૂપ થી કરેલ રુદ્રાભિષેક થી જ શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તો ને વરદાન આપે છે. આવો જાણીએ શિવાય માં જતી વખતે રુદ્રાભિષેક કરતાં સમયે કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.

Image Source

1 ભગવાન શિવજી ના  રુદ્રાભિષેક કે જલાભિષેક વખતે ક્યારેય પણ તુલસી ના પાંદડા ચઢાવામાં નથી આવતા. આવી જ રીતે એવી ઘણી સામગ્રી છે કે જે શિવલિંગ પર ચઢાવામાં નથી આવતી. વિષ્ણુ ને ચઢવાવાળી ઘણી સામગ્રી નિષેધ છે.

2 જલાભિષેક ફક્ત શિવલિંગ નું જ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ત્યાં ગણેશ,કાર્તિકેય, ગૌરી, વગેરે ની મૂર્તિઓ નું પણ જલાભિષેક કરે છે. બધી જ મૂર્તિઓ ના  સ્નાન નો હક ફક્ત ત્યાંના  પૂજારી નો જ હોય છે.

Image Source

3.મદિર માં ક્યારેય પણ દર્શન કરતી વખતે મૂર્તિઓ ને સ્પર્શ કરવામાં આવતો નથી. કારણકે આ સ્પર્શ તમારા માટે નિષેધ છે.

4.શિવજી નું જલાભિષેક અને રુદ્રાભિષેક ઉચિત મંત્રો સાથે જ થાય છે. તમે ફક્ત શિવજી નો અભિષેક કરી શકો છો. એ પણ પ્રતિ પ્રહાર માં વિપ્રદેવ ના  મંત્રો સાથે જ કરવું.

Image Source

5 ભગવાન શિવ પર ચઢાવામાં આવેલ સાધન સામગ્રી પર ફક્ત જે પૂજા કરે છે તેનો હક હોય છે. એટલે કે જે પણ પંડિત કે  પૂજારી પૂજા કરાવે છે તેમનો જ હક હોય છે. કારણકે તમે બધી જ વસ્તુઓ શિવજી ને અર્પિત કરી દીધી છે. કેટલાક એવા નાના મંદિર માં શિવજી પર ચઢાયેલ ધોતી અને માંતા પાર્વતી પર ચઢાયેલ સાડી ને પોતાની પાસે જ રાખી લે છે. આવું ન કરવું.

6 શિવજી ની પરિક્રમા ક્યારેય પૂરી ન કરવી કારણકે તેમના પર  જે જળ ચઢાવામાં આવે છેતેને બહાર નીકળવાના રસ્તા ને માંતા ગંગા માનવામાં આવે છે. અને માંતા ગંગા ને કદી ઓળંગી ના શકાય.

7.મંદિર માં આચમન ક્રિયા વગર જવું નહીં. પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું. કેટલાક લોકો મોજા પહેરી ને જતાં રહે છે. આવું ન કરવું જોઈએ.

Image Source

8.મંદિર માં કોઈ પણ પ્રકાર નું વાર્તાલાપ કરવું નહીં. મંદિર માં કોઈ પણ મૂર્તિ ની સામે ઊભા ન રહેવું.

9.મંદિર માં સંધ્યાવનના સમયે જવું જોઈએ. 12 થી 4 ની વચ્ચે મંદિર ન જવું જોઈએ. ભજન કીર્તન દરમિયાન કોઈ પણ ભગવાન નો વેશ ધારણ કરી ને ભજન ન કરવું.

10.ભગવાન ના મંદિર માં સવારી કરી ને જવું,એક જ જગ્યા પર ઊભા રહી ને પ્રદક્ષિણા કરવી,પ્રસાદ ન લેવો, ભગવાન ને પીઠ બતાવી ને બહાર નીકળવું. આવું ન કરવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *