ભગવાન શિવ નું વિરભદ્ર અવતાર.. જાણો 7 રહસ્ય..

શિવ મહાપુરાંણ માં શિવજી ના અનેક અવતારોનું વર્ણન છે. શિવજી ના વંશ અવતાર પણ ખૂબ થયા છે. જોકે શિવજીના કેટલાક અવતાર તંત્રમાર્ગી છે તો કેટલાક દક્ષિણમાર્ગી છે. આવો આ  વખતે  જાણીએ શિવજીના વિરભદ્ર અવતાર વિશે..

1.  વિરભદ્ર ઉત્પતિ કથા:

Image Source

શિવજી ના  સસરા દક્ષ પ્રજાપતિ એ એક યજ્ઞ નું આયોજન કર્યું હતું. જેમાં બધા જ દેવી, દેવતા, ઋષિ મુનિઓ ને બોલાવ્યા હતા .આ યજ્ઞ માં દક્ષ એ શિવજી અને સતી ને ન બોલાવ્યા. માંતા સતી શિવજી નો આદેશ ન હોવા છતાં આ યજ્ઞ માં ગયા. ત્યાં શિવજી નું અપમાન થતાં તેમણે  યજ્ઞ માં કૂદી ગયા હતા. આ સમાચાર જ્યારે શિવ જી ને મળ્યા ત્યારે તેમણે ગુસ્સા માં એક જટા ને કાઢી ને તે પર્વત પર પછાડી આ જટા ના પૂર્વ ભાગ થી વીરભાદ્ર પ્રગટ્યા.શિવજી નું આ રૂપ જોઈએ ને દક્ષ ગભરાઈ ગયા અને શિવજી એ તેમનું માથું જ કાપી નાખ્યું. ત્યારબાદ શિવજી એ રાજા દક્ષ પર બકરા નું  માથું લગાવી ને તેમણે જીવતા કર્યા.

2 શિવ ના ગણ:

ત્યારબાદ શિવજી એ વિરભદ્ર ને પોતાના ગણ માં સામેલ કરી લીધા. તેમના ગણ માં ભૈરવ ને પ્રમુખ ગણવામાં આવતા હતા. તેમના પછી નંદી નો નંબર આવતો અને તે પછી વિરભદ્ર નો.

3.વિરભદ્ર અને નૃસિંહ

Image Source

જ્યારે ભગવાન નૃસિંહ નો ગુસ્સો શાંત ન થયો ત્યારે બધા જ દેવી દેવતાઓ એ શિવજી ને પ્રાથના કરી. આવા માં શિવજી એ વિરભદ્ર ને મોકલ્યા. વિરભદ્ર એ સૌ પહેલા તો નૃસિંહ ની સ્તુતિ કરી તો પણ તેમનો ક્રોધ શાંત ન થયો. તેઓ વધુ ગુસ્સે થયા. તેમના ભય થી વિરભદ્ર આકાશ માં છુપાઈ ગયા. ત્યારે ભગવાન શિવ એ શરભાવતાર લીધો. આજ રૂપ માં ભગવાન શિવ નૃસિંહ પાસે પહોંચ્યા. તેમની સ્તુતિ કરી તો પણ તે શાંત ન થયા. ત્યારે શિવજી નૃસિંહ ને લઈ જતાં રહ્યા. ત્યારે નૃસિંહ શાંત થયા અને શિવજી પાસે ક્ષમા માંગી.

4. પ્રથમ રુદ્રાવતાર

વિરભદ્ર ને શિવજી નું પ્રથમ રુદ્રાવતાર માનવામાં આવે છે.

5. ભદ્રકાલી અને વિરભદ્ર

Image Source

કહેવાય છે કે જ્યારે વિરભદ્ર એ રાજા દક્ષ નું યજ્ઞ ધ્વંસ કર્યું હતું ત્યારે દક્ષ એ વિષ્ણુ સાથે યુદ્ધ કરવા માટે કીધું હતું. વિષ્ણુ એ યુદ્ધ કરવાનું કહ્યું. વિરભદ્ર ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરતાં સમયે જરા પણ ગભરાય નહીં. અંત માં ભગવાન વિષ્ણુ એ તેમને એક પાશ માં બાંધી દીધા. ત્યારે ભગવાન શિવ એ પોતાની જટા થી ભદ્રકાલી ને અવતરિત કર્યા. અને વિરભદ્ર ને બચાયા. અને ભગવાન વિષ્ણુ યુદ્ધ મેદાન થી જતાં રહ્યા.

6. વિરભદ્ર મંદિર:

Image Source

વિરભદ્ર ની પૂજા પણ શિવજી ની પૂજા થાય છે તેવી જ રીતે દક્ષિણ ભારત માં કરવામાં આવે છે. વિરભદ્ર મંદિર લેપાક્ષી ગામ આવેલ  છે. આ મંદિર દક્ષિણ ભારત માં ખૂબ વિખ્યાત છે. આ મંદિર 16 મી સદી વિજયનગર ના રાજા એ બનાવેલ હતું.

7. જાટ ના પિતૃ પુરુષ વિરભદ્ર:

Image Source

જાટ સમાજ ની ઉત્પતિ પણ વિરભદ્ર ના લીધે જ થઈ હતી. તેઓ જાટ સમાજ ના  પૂર્વજ છે. જો કે આનો કોઈ પુરાવાઓ નથી મળ્યા.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *