રિશી કપૂરના ફોટાને શેર કરતા નીતુ કપૂરે લખ્યું – અમારી સ્ટોરીનો થયો અંત

એક્ટર રિશી કપૂર આપણી વચ્ચે નથી રહ્યા. રિશી કપૂર 30 એપ્રિલે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મી દુનિયાને મહાન કલાકારની ખોટ પડતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં હતી. નીતુ કપૂરે પતિને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ફોટોમાં સ્માઈલ સાથે રિશી હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પકડીને બેઠા છે.

View this post on Instagram

End of our story ❤️❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુ કપૂરે હાર્ટ ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું કે, અમારી સ્ટોરીનો અંત થયો. આ પોસ્ટ પર ઘણા બધા સેલેબ્સે કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમારી સ્ટોરી હંમેશાં માટે રહેશે, મહેરબાની કરીને તેનો અંત થયો છે એવું ન બોલો. આ ફોટો શેર કર્યાના થોડી મીનીટો માં જ લોકો આ ફોટાને લાઈક અને ઘણી બધી કોમેન્ટ કરી.

View this post on Instagram

🙏

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

એક દિવસ પહેલા જ તેણે કપૂર પરિવારનો મેસેજ શેર કરો હતો. નીતુ કપૂર ઇન્સ્તાગ્રામ પર ઘણી એક્ટીવ છે. જયારે રિશી કપૂરનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યારે નીતુ કપૂર લગાતાર એક્ટર ના હેલ્થની અપડેટ આપતી રહેતી. સાથે જ રિશી કપૂર અને ફેમીલી સાથે પણ ફોટો શેર કરતી હતી. રિશી કપૂરના અંતિમ સંસ્કાર સમયે નીતુ કપૂર ઘણી જ ભાવુક નજર આવી હતી.

એકસાથે આટલી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે રિશી કપૂર-નીતુ સિંહ, એકમાં રણવીર સાથે કર્યું હતું કામ

રિશી કપૂર અને નીતુ સિંહની જોડી લોકો ઘણી પસંદ કરતા હતા. બંનેએ લગભગ 12 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. તેમાં લવ આજકાલ, દો દુની ચાર, બેશરમ, ખેલ ખેલ મેં, કભી કભી, અમર અકબર એન્થની, દુનિયા મેરી જેબ મેં અને પતિ પત્ની ઔર વો ફિલ્મ્સ હિટ રહી હતી. પતિ ખાવાના શોખીન હતા તે માટે નીતુ રોજ રિશી માટે નવી નવી ડીશ ઓનલાઇન શીખીને બનાવતા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *