પુલવામાં થયેલા હુમલામાં શહીદ “રતન ઠાકુર”ની લાઈફ વિશે વાંચી તમે ચોધાર આંસુએ રડશો – જોવો આ ફોટા સાક્ષી છે

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આંતકી હુમલામાં ઘણા જવાનો શહીદ થયા ગયા. એ યાદીમાં બિહારના જવાન “રતન ઠાકુર” પણ શામેલ હતા. આંતકીઓએ તેના ઈરાદાને તો પૂર્ણ કરી નાખ્યો પણ જયારે રતન શહીદ થયા એ સમાચાર તેના ઘરે પહોંચ્યા તો વાતાવરણ શોકમય બન્યું હતું. રતનના ઘરના સભ્યો છાતી કુટીકુટીને રડવા લાગ્યા હતા.

રતનના પિતા બોલ્યા કે, “મારો એક જ દીકરો હતો. જેને મેં હથેળીમાં રાખીને મોટો કર્યો હતો. દીકરાને ભણાવવા માટે મેં મજૂરી કરી હતી. થેલો ઉપાડીને કપડા વેંચ્યા. પરંતુ અત્યારે બધું ખતમ થઇ ગયું. આતંકીઓએ મારા દીકરાને મારી નાખ્યો.” પિતાએ એ પણ જણાવ્યું કે, “રતન ભણવામાં બહુ હોશિયાર હતો.”

રતનની વાત કરીએ તો, ૨૦૧૧ની સાલમાં તે CRPFમાં ભરતી થયા હતા. તેની પહેલી પોસ્ટીંગ ગઢવામાં હતી. રતનની જેવી નોકરી લાગી કે, ઘરની ગરીબી પણ દૂર થતી ગઈ હતી. હવે પ્રશ્ન એ થાય છે કે આખો પરિવાર કોના સહારા પર જીવશે? પુલવામાં જે આંતકી હુમલો થયો એવું તો કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું.

શહીદ જવાન રતનની પત્નીએ કહ્યું કે, રતનનો બપોરના દોઢ વાગ્યાની આસપાસના સમયમાં ફોન આવ્યો હતો કે, તે શ્રીનગર જાય છે. તેને કહ્યું કે રાતે શાંતિથી વાત કરીશું. પણ રતનની પત્ની રાહ જોતી જ રહી ગઈ.

પછી ઘરે બધાને આંતકી હુમલાની જાણ થઇ. ઘરે ટીવી ચાલુ કરીને જોયું તો ખબર પડી કે પુલવામાં આંતકી હુમલો થયો છે. ત્યારબાદ તરત રતનની ઓફિસેથી ફોન આવ્યો કે, રતન શહીદ થઇ ગયા છે. રતનના પિતાએ વધુ માહિતી જણાવી કે, હાલ રતનની પત્ની ગર્ભવતી છે. રતન હોળી પર ઘરે આવવાનો હતો તેવી વાત પણ થઇ હતી. રતનનો બીજો એક છોકરો છે, જે ચાર વર્ષનો છે. તેને તો એ પણ ખબર નથી કે તેના પિતા શહીદ થઇ ચુક્યા છે.

તેના નાના છોકરાને પૂછવામાં આવ્યું તો એ બોલ્યો કે, પપ્પા તો ડયુટી પર છે અને આવશે ત્યારે ઘણા બધા રમકડા લાવશે. પપ્પા હોળી પર આવવાના છે. પણ આગળની જાણ એ માસૂમને હોય!!

એક પરિવાર, એક બાપ અને એક પત્નીનું રતન આ દુનિયામાંથી છીનવાઈ ગયું. રતન કાયમ માટે આ દેશની સુરક્ષા માટે શહીદ થઇ ગયા. “ચિઠ્ઠી ના કોઈ સંદેશ, ના જાને વો કૌન સા દેશ, જહાં તુમ ચલે ગયે…”

અત્યારે રતનના પરિવારના આંખના આંસુ રોકી શકાય તેમ નથી. ઘરનું વાતાવરણ પણ રતનની ગેરહાજરી મહેસૂસ કરાવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

1 thought on “પુલવામાં થયેલા હુમલામાં શહીદ “રતન ઠાકુર”ની લાઈફ વિશે વાંચી તમે ચોધાર આંસુએ રડશો – જોવો આ ફોટા સાક્ષી છે”

Leave a Comment