બીજી સંતાન માટે તૈયાર છે કરીના.. શાહિદ-મીરા થી લીધી પ્રેરણા…😲

શાહિદ કપૂર અને મીરા રાજપૂત તેમના બીજા સંતાનના જન્મને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. મીરાએ 5 સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ મુંબઈમાં હિંદુજા હોસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો છે.

આ દીકરાનું નામ ઝૈન રાખવામાં આવ્યું છે. બીજી  વાત કરીએ કરીના કપૂરની તો તૈમુરની ચર્ચા પર મીડિયામાં ઘણીબધી વખત થતી રહે છે. શાહિદ અને મીરાં બાદ કરીના અને સૈફ પણ ક્યારે તેમના બીજા સંતાનને જન્મ આપવાના છે તે પ્રશ્ન કરીનાને કરવામાં આવ્યા હતા.

કરીના કપૂર તેની  પ્રેગનેન્સીમાં મીડિયામાં ઘણી ચર્ચામાં રહી હતી. મોટાભાગે બોલીવુડની હિરોઈન પ્રેગનન્સીનો ઉલ્લેખ જાહેરમાં નથી કરતા. તમને જણાવી દઈએ કે કરીનાએ પ્રેગ્નેન્સીમાં એક પ્રખ્યાત બ્રાંડ માટે કેટ વોક પણ કર્યું હતું.

૨૦ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ તૈમુરનો જન્મ થયો હતો તે દિવસથી લઈને આજ સુધી તૈમુરના ફોટા ઈન્ટરનેટમાં ઘણા વાયરલ થતા રહે છે. હાલમાં જ કરીના કપૂર તેની મિત્ર અમૃતા અરોરા સાથે એક ચેટ પ્રોગ્રામમાં ગઈ હતી ત્યારે કરીનાએ પોતે બીજી વખત ક્યારે મા બનશે તે વાતનો ખુલાસો કર્યો હતો.

કરીનાને જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે હજુ ૨ વર્ષ પછી. ત્યારબાદ અમૃતા અરોરાએ મજાકમાં કહ્યું કે મેં કરીનાને કહી  દીધું છે જો તે જયારે તે બીજી વખત પ્રેગ્નનેન્ટ બને તે પહેલા મને કહી દે કારણ કે હું ભારત છોડીને જવાની છું. બીજો પ્રશ્ન કરીનાને પૂછવામાં આવ્યો કે સૈફ તૈમુરનું ધ્યાન કેવી રીતે રાખે છે ત્યારે કરીનાએ કીધું હતું કે  સૈફને તૈમુર સાથે રમવું ગમે છે.

તમને જણાવી દઈએ કે તૈમુર હાલબધાને  સૌથી વધારે ગમતો સ્ટારકીડ છે.

કરીનાની છેલ્લી મુવી વીરે દી વેડિંગ બોક્સ ઓફીસ સુપરહીટ ગઈ છે. હાલ તે કરણ જોહરની ફિલ્મ ‘ તખ્ત ‘  સાઈન કરી છે. આ ફિલ્મનું શુટિંગ ટૂંક સમયમાં જ શરુ થઇ જશે. આ ઉપરાંત કરીના કપૂર અક્ષય કુમારની સાથે ‘ ગુડ ન્યુઝ’ માં પણ દેખાશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI VINAY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *