શાહિદ કપૂર અને મીરા રાજપૂતે તેમના ન્યુંબોર્ન પુત્ર માટે રાખ્યું આ અરેબીક નામ, જેનો અર્થ છે બ્યુટીફૂલ😍

શાહિદ અને મીરાં ની પુત્રી મીશા થી આપણે બધા ઘણા પ્રભાવિત છીએ. જયારે મિશાનો જન્મ થયો હતો ત્યારે બધાને મિશા ની પહેલી તસ્વીર જોવાની ઉત્સુખતા હતી. અને એજ ઉત્સુખતા  આજે ફરીથી પાછી આવી છે કારણકે શાહિદ ની પત્ની મીરાંએ એક સુંદર પુત્ર ને ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ જન્મ આપ્યો છે.

આ વખતે ફેમીલી માટે ડબલ સેલિબ્રેશન છે કારણકે મીરાં નો બર્થડે ૭ સપ્ટેમ્બર ના આવે છે. શાહિદે તેની પત્ની મીરાં ને એક સ્પેશીયલ કેક આપી સરપ્રાઈઝ આપી. શાહિદે બધાને ગુડ ન્યુઝ તેના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આપી હતી.

જેમાં કેક ની એક સુંદર તસ્વીર હતી અને કેપ્શન લખવામાં આવ્યું હતું કે ” ઝાયન કપૂર આવી ગયા છે, જેનાથી મને અને મારા પરિવારને બમણી ખુશી મળી છે. મારો પરિવાર આજે સંપૂર્ણ થઇ ગયો છે. તમારી શુભેચ્છા, આશીર્વાદ અને પ્રેમ બદલ આભાર… 🙂

શાહિદ ની નવી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ અત્યારે જોર શોર થી પ્રોમોશન માં છે. તેમ છતાય શાહિદ પ્રોમોશન અને પત્નીની કાળજી સારી રીતે નિભાવી રહ્યા છે.

શાહિદ ઘણો ખુશ છે અને આગળ કહે છે કે, ” હા, મારી ફેમીલી કમ્પ્લીટ થઇ ચુકી છે, જયારે મીશા આવી હતી ત્યારે જે ખુશી અનુભવી હતી એવીજ ખુશી અત્યારે ફરીથી અનુભવી રહ્યો છુ. મીશા માટે હવે રક્ષાબંધન નો ત્યોહાર તેના નાના ભાઈ ના આગમન થી વધુ ખાસ થઇ જશે. હું પોતાને ખુબજ બ્લેસ્ડ માનું છે કે મને મીરાં જેવી પત્ની મળી છે જેણે મને એક સુંદર પુત્રી સાથે એક સુંદર પુત્ર પણ આપ્યો છે.”

મારા કરતા મીશા ઘણી ઉત્સુખ અને ખુશ છે કારણકે હવે તે મોટી બહેન બની ગઈ છે ( બીગ સિસ્ટર ).  એક મોટી બહેન ની જેમ તે તેના નાના ભાઈ ની ખુબજ કાળજી લઇ રહી છે. જયારે ઝાયન સુતો હોય ત્યારે બિલકુલ અવાજ નથી કરતી અને તેના રમકડા માં હવે મોટા ભાઈને રમવાની વસ્તુઓ પણ આવી ગઈ છે. મીરાં ને હોસ્પિટલ માં થી રજા મળી ગઈ છે, માટે અમે ઝાયન ને ઘરે લઈને આવી ગયા છીએ.”

“બધા ચાહકો ને દિલથી ધન્યવાદ કહું છુ.”

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment