એક યુવતીએ ડોક્ટરને કહ્યું, મને સેક્સ કરતા આવડતું નથી આટલું કહીને રડી પડી…

પ્રશ્ન :

નમસ્કાર, મારી ઉંમર ૨૭ વર્ષની છે. હું એક યુવતી છું જેથી મને વધુ ચિંતા થાય છે કે, મને સેક્સનો પ્રથમ અનુભવ કેવો થશે અને સાથે મનમાં મૂંઝવણ ઉભી થાય છે મને સેક્સ કરતા આવડશે કે નહીં? મને સેક્સનો જરા પણ અનુભવ નથી. મારે એક બીજી સમસ્યા પણ છે કે મારી ઓફીસના સ્ટાફમાંથી બે એવા છોકરાઓ છે જેને હું જયારે જોઉં છું ત્યારે મને બહુ ઉતેજના આવી જાય છે.

મારા પ્રાઇવેટ પાર્ટમાં ભીનાશ આવી જાય છે. મારા સ્તનમાં તાણ અનુભવાય છે. મને આ પ્રોબ્લેમને કારણે માનસિક તણાવ બહુ રહે છે. હંમેશા એ ચિંતા રહે છે કે ઓફીસમાં મારી આ તકલીફની કોઈને ખબર ન પડી જશે તો..અને હું ભૂલથી ક્યારેક ઓફીસમાં જ ઉતેજીત થઇ જઈશ તો? મારે શું કરવું જોઈએ મને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.

જવાબ :

સૌપ્રથમ તમને જણાવીએ તો તમે એક જ પ્રશ્નમાં બે પ્રશ્નો પૂછ્યા છે એટલે વારાફરતી બંનેના જવાબ જણાવી દઈએ. પહેલા તમે લખ્યું છે એ મુજબ કે, તમે સેક્સનો અનુભવ કર્યો નથી એટલે ચિંતા અનુભવો છો. તો આ બાબત હલ કરવા માટે એક જ રસ્તો છે. પહેલા સેક્સ વિશે થોડી જાણકારી મેળવી લો. જે તમને ઇન્ટરનેટ અથવા સારી કોઈ પુસ્તકમાંથી મળી શકે છે. એટલે તમને સેક્સની સામાન્ય પ્રક્રિયાથી પરિચિત થશો. જે તમારા મનમાં રહેલા ડરને દૂર કરશે.

આજનો ઝડપી જમાનો બન્યો છે એટલે એક સલાહ એ પણ આપી શકાય કે તમારી સેક્સ પ્રત્યેની ઈચ્છા વિકૃત ન બને એ માટે તમે હસ્તમૈથુનનો પણ સહારો લઇ શકો છો. સેક્સમાં કોઈ ચોક્કસ રીત હોય એવું નથી હોતું એટલે સેક્સ કરતા આવડશે કે નહીં એ ભયને દૂર કરી નાખો. અહીંથી આપણે તમે જણાવેલ સમસ્યાના બીજા પ્રશ્ન પર વાત કરીએ તો..,

તમે જો ખુદને એક છોકરી ગણો છો તો વાસ્તવિકતાને સ્વીકારી લો કે, વિજાતીય જાતિ પ્રત્યેનું આકર્ષણ થાય છે. પુરૂષ આ વાતને જલ્દીથી સ્વીકારી લે છે અને મહિલાઓ આ વાતને બહુ મોડેથી સ્વીકારે છે. તમે ભલે ગમે તે વિચારો પણ તમારું શરીર તમારા મન કરતા વફાદારીનો ગુણ નિભાવે છે. તમને લાઈફ પાર્ટનરના વિચારો આવતા હોય આવું પણ કદાચ એવું બનતું હશે. આ દિમાગના વિચારોની ક્રિયા છે જેને આપણે ગમે તેટલું કરવા છતાં નકારી ન શકીએ. તમારું શરીર આવનારા સમયમાં લાઈફ પાર્ટનર પ્રતિ તૈયાર થઇ રહ્યું છે.

જે નિશાની રૂપે પ્રાઇવેટ પાર્ટમાં ભીનાશ ઉત્પન્ન કરે છે. આ ચિંતા એકબાજુ મુકીને આ ખુશીને સેલીબ્રેટ કરો. તમને એક સામાન્ય છોકરી જેમ રહી શકો છો. આ બાબતે વધુ ચિંતા ન કરો. સેક્સને લગતી થોડી જાણકારી મેળવી લો એટલે આ પ્રશ્ન મનમાંથી હળવો થઇ જશે. એક થોડી અંગત સલાહમાં એવું પણ કરી શકાય કે, જો તમને કોઈ સાથે પ્રેમસંબંધ હોય તો એકવાર માત્ર અનુભવ ખાતર સેક્સનો આનંદ લઇ શકાય છે. અહીં ખાસ યાદ રાખજો અમે અનુભવ ખાતર કહી રહ્યા છીએ. આગળની જિંદગીમાં કોઈ તકલીફ ઉભી ન થાય એ ખાસ ધ્યાન રાખવું. એકવાર અનુભવ કરવાથી કાંઈ બગડી જતું નથી. અનુભવ થયા પછી ખરી ખબર પડી જશે કે સેક્સ એ શું છે? 

સેક્સથી માત્ર બે વ્યક્તિઓના શરીર જ નહીં પણ તેના મન પણ એકબીજાની નજીક આવે છે, જે સંબંધોના બંધનને મજબૂત બનાવે છે. તો સેક્સને કોઈ જરૂરી એવી પ્રક્રિયા ન સમજો અને તેને હળવેથી લઈને પાર્ટનર સાથેના સાથને મહેસૂસ કરવાનું કાર્ય ગણો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

લેખક : ફક્ત ગુજરાતી ટીમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *