સાંજે નાસ્તાની સાથે સર્વ કરો સોલ કઢી, જાણો તેને બનાવવાની આસાન રેસિપી

Image Source

આજે અમે તમારા માટે સોલકઢીની આસાન રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે સાંજે નાસ્તાની સાથે ડ્રિંકના સ્વરૂપે સર્વ કરી શકો છો. 

સાંજે નાસ્તાની સાથે કંઈક ને કંઈક પીવાનું મન આપણને થાય જ છે ઘણા લોકો નાસ્તાની સાથે ચા પીવાની પસંદ કરે છે. તો ઘણા લોકોને કોલ્ડ્રીંક અથવા તો લસ્સી પીવી ખૂબ જ પસંદ હોય છે. તેથી અમે આજે તમારા માટે સોલકઢીની રેસિપી લઈને આવ્યા છીએ. જેને તમે સાંજના નાસ્તાની સાથે ડ્રિંકના સ્વરૂપે સર્વ કરી શકો છો. હા, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોલકઢી મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ડ્રિંક ને મહારાષ્ટ્રના લોકો ખૂબ જ શોખ થી પીવે છે. કારણ કે તે માત્ર સ્વાદિષ્ટ જ હોતી નથી પરંતુ હેલ્ધી પણ હોય છે તેને  ઘણી બધી રીતે બનાવી શકાય છે જેમ કે બટર સોલકઢી નારિયેળ સોલકઢી વગેરે.

સોલકઢી બનાવવાની રેસીપી ખૂબ જ આસાન છે અને તેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તમે કોઈપણ નાસ્તાની સાથે આ હેલ્ધી સોલ કઢીને સર્વ કરી શકો છો. તે તમને ખૂબ જ પસંદ આવશે. તો વાર શેની આવો જાણીએ સોલકઢી બનાવવાની રેસીપી.

Image Source

સામગ્રી

  • 1/2 કપ – પાણી
  • 12- કોકમ
  • 1 કપ – નારિયેળ (છીણેલું)
  • 1- લીલા મરચા
  • 2- લસણની કળી
  • 2 ચમચી – કોથમીર
  • 1/2 ચમચી- જીરું પાવડર
  • સ્વાદ અનુસાર – મીઠું
  • ગાર્નિશ માટે – ફુદીનો

SolKadhi

Image Source

બનાવવાની રીત

  • સોલકઢી બનાવવા માટે સૌપ્રથમ કોકમ ની સીંગો ને ગરમ પાણીમાં ૩૦થી ૪૫ મિનિટ સુધી પલાળીને રાખો.
  • હવે તેનો રસ બહાર કાઢો અને તેના માટે સિંગો નીચવો. તથા સિંગોના અર્ક ની સાથે ગરમ પાણીમાં મૂકો.
  • હવે એક બાઉલમાં લીલું મરચું જીરું લસણ ધાણા અને મીઠું દરેક વસ્તુઓ એકસાથે નાખો. ત્યારબાદ આ દરેક સામગ્રીને ત્યાં સુધી ક્રશ કરો જ્યાં સુધી તે યોગ્ય રીતે પીસાઈ ન જાય.
  • એક ગ્રાઈન્ડરમાં છીણેલુ નાળિયેર અને પાણી નાખો અને એક મુલાયમ પેસ્ટ બનાવો. તે સિવાય આ મિશ્રણ માંથી નારિયેળનું દૂધ કાઢવા માટે આ પેસ્ટને ઝીણી ચારણી વડે ગાળી લો.
  • તમે આ પ્રક્રિયાને ફરીથી કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે દૂધ પાતળું ન થઈ જાય તે સિવાય તમે બજારમાં મળતા નારિયેળના દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • એક બીજા બાઉલમાં કાઢેલું દૂધ, કોકમનું મિશ્રણ અને લસણ તથા મરચાની પેસ્ટ નાખીને બરાબર હલાવો.
  • ત્યારબાદ તેનો ટેસ્ટ કરો અને જરૂરિયાત મુજબ તેમાં મસાલા નાખો. તમારી સોલકઢી તૈયાર છે. તેને ફુદીનાના પાન અને ઝીણા સમારેલા ધાણા નાખીને ઠંડી ઠંડી સર્વ કરો.
  • તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે આ સોલકઢીને ગોવામાં સાદા ભાત સાથે પણ ખાવામાં આવે છે તમે તેને ભાત સાથે પણ સર્વ કરી શકો છો.
  • તદુપરાંત તમે તેમાં એક સારો કલર લાવવા માટે ગુલાબની પાંદડી અથવા ગુલાબી કલરનો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સાંજે નાસ્તાની સાથે સર્વ કરો સોલ કઢી, જાણો તેને બનાવવાની આસાન રેસિપી”

Leave a Comment