આભાર માનવાની આ પાંચ રીતથી કોઈપણને ઈમ્પ્રેસ કરી શકાય – આખી દુનિયા આવું જ કરે છે!!

આપણને કોઈ મદદ કરે તો મન હરખીલું બની જતું હોય છે. પછી એ મદદ ભલે સ્વાર્થની હોય કે સ્વાર્થ વિનાની. એ બાબતને આગળ વધુ વિચારીએ તો ખુદ મનમાં એવું માનવું જોઈએ કે, કોઇપણ વ્યક્તિ જયારે મદદ કરે ત્યારે તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ.

કોઈના ચરણ સ્પર્શ કરવાથી આભાર માની શકાય એવું નથી. આભાર માનવાનો મતલબ કે, થેંક્યું કહેવાની પણ ઘણી રીત છે. તો ચાલો થઇ જાવ તૈયાર. આજે આપણે નવી રીત શીખીએ જેનાથી સામેવાળા વ્યક્તિનું દિલ ખુશ કરી શકાય.

૧. જયારે તમારી કોઈ શક્તિ અથવા વસ્તુના કોઈ વખાણ કરે ત્યારે આભાર માનવાનું ભૂલશો નહીં. “થેંક્યું” અથવા “આભાર” જેવાં શબ્દો તેને દિલથી કહેવા જોઈએ.

દા.ત. “આજે આ કપડામાં તું/તમે સ્માર્ટ દેખાવ છો”, “સરસ ડ્રેસ છે”. તેના જવાબમાં “મજાક ન કરો”, અથવા “આ તો જૂનો ડ્રેસ છે” વગેરે-વગેરે કહેવાને બદલે તેમનો આભાર માનો.

૨. જયારે તમે સમય સાચવી ન શકો ત્યારે સામેની વ્યક્તિએ ધીરજ રાખી હોય છે અને ઘણી તકલીફ પણ સહન કરી હોય છે. આવા સમયે કફત ભાવવિહીન “સોરી” અથવા “માફ કરજો” કહેવાથી તમારી નકારત્મક છબી ઉભી થાય છે. એ સમયે તમારે સામેથી એવું કહેવું જોઈએ કે, “ભવિષ્યમાં આવું ન થાય તેની કાળજી રાખીશ”.

૩. દિલાસો આપવાના સમયે પણ એક આવી જ ઘટના બને છે. કોઈ તમને નજીકનું ગણીને બધી વાત જણાવે છે. પછી પાછળ તમારે પણ તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ, જેથી તેને સાંત્વના મળે.

દા.ત. કોઈ વ્યક્તિએ પોતાની નોકરી ગુમાવી છે અને તે વ્યક્તિ આ બાબતે તમને જણાવે તો – “મને દુઃખ થયું આ જાણીને” કહેવું જોઈએ કે પછી મીઠાશથી આશ્વાસન આપવું જોઈએ.

૪. જયારે તમારા ઉપરી નકારત્મક ફીડબેક આપે ત્યારે પણ તેમનો આભાર માનવાનું ચૂકશો નહીં. તમારી ભૂલમાંથી મુક્તિ થાય તે માટેની બધી પ્રતિક્રિયા હતી એવું માનવું જોઈએ.

૫. જયારે તમને કોઈ બિનજરૂરી સલાહ આપે ત્યારે તમે તેની સામે દલીલ કરશો નહીં. ઘણી વ્યક્તિઓને બિનજરૂરી સલાહો આપવાની ટેવ હોય છે. તેઓ ખુદને બધા કરતાં તજજ્ઞો માનતા હોય છે. તેને પણ “થેંક્યું” કહી ને બિરદાવવા જોઈએ.

અમુક નાની-નાની બાબતોમાં આપણે ખચકાટ અનુભવતા હોય છીએ. જેમ કે, કોઈની માફી માંગવી, કોઈની સલાહ લેવી કે કોઈની કલાના વખાણ કરવા વગેરે. એવી બાબત જેમાં ખુદને નાનપણ મહેસૂસ થતું હોય. આવી પરિસ્થિતિ બને ત્યારે યાદ રાખવું કે દુનિયામાં આપણાથી વધુ પણ પારંગત હોય છે.

એ સાથે સર્વે વાચકગણને પણ લેખક ટીમ તરફથી “થેંક્યું….”. આવી જ પોસ્ટ અને આર્ટીકલ વાંચવા માટે “ફક્ત ગુજરાતી” પેઇઝને અત્યારે જ લાઇક કરો.

#Author : Ravi Gohel

Leave a Comment