સૌથી અમીર થઈને પણ ગરીબ છે તિરુપતિ બાલાજી!!

જો ધન ના આધાર પર જોઈએ તો વર્તમાન માં સૌથી ધનવાન ભગવાન બાલાજી છે. એક આંકડાના અનુસાર બાલાજી મંદિર ટ્રસ્ટ ના ખજાનામાં ૫૦ હજાર કરોડ થી અધિક સમ્પત્તી છે. પણ આટલા ધ્વન હોવા છતાં બાલાજી બીજા બધા ભગવાન કરતા ખુબજ ગરીબ છે.

તમે વિચારી રહ્યા હશો કે આટલા પૈસા હોવા છતાંય ભગવાન ગરીબ કઈ રીતે હોઈ શકે, અને બીજો સવાલ એ પણ તમારા મન માં ઉઠી શકે છે કે જે ભગવાન બધાય ની ઈચ્છા પૂરી કરે છે તે પોતે આટલા ગરીબ કેમ ?

પરંતુ તિરુપતિ બાલાજી વિષે એવી પ્રાચીન કથા છે કે જેના અનુસાર બાલાજી કલયુગ ના અંત સુધી કરજમાં રહશે. બાલાજી ઉપર જે કરજ છે એજ કરજ ની ચુકવણી કરવા માટે અહિયાં ભક્ત સોનું અને બહુમુલ્ય ધાતુ અને ધન દાન કરે છે.

શાસ્ત્રો અનુસાર કર્જ માં ડૂબેલા વ્યક્તિ પાસે કેટલા પણ પૈસા હોય તે ગરીબ જ રહે છે. આ નિયમના અનુસાર એવું માનવામાં આવે છે કે ધનવાન થઈને પણ ગરીબ છે બાલાજી.

પ્રાચીન કથા અનુસાર એક વાર મહર્ષિ ભૃગુ બેટુંક આવ્યા અને આવતાની સાથેજ શેશ શૈયા પર યોગ્નીન્દ્ર માં લીન ભગવાન વિષ્ણુ ની છાતી પર એક લાત મારી, ભગવાન વિષ્ણુ એ તરત ભૃગુ ના ચરણ પકડી લીધા અને પૂછવા લાગ્યા કે ઋષિવર પગ માં ઈજા તો નથ થઇ ને ?

ભગવાન વિષ્ણુ ની આ વાત સાંભળીને ભૃગુ ઋષિ એ બન્ને હાથ જોડી દીધા અને કહ્યું પ્રભુ તમે સૌથી સહનશીલ દેવતા છો એટલા માટે યગ્ય ભાગ ના પ્રમુખ અધિકારી તમેજ છો. પણ દેવી લક્ષ્મી ને ભૃગુ ઋષિ નો આ વ્યહવાર પસંદ ન આવ્યો અને તેઓ વિષ્ણુ જી થી નારાજ થઇ ગયા. નારાજગી એ વાત ની હતી કે ભગવાન એ ભૃગુ ઋષિ ને દંડ કેમ ન આપ્યો.

નારાજગી એટલી હતી કે દેવી લક્ષ્મી બૈઠુંક ચોળીન ચાલી ગયા. ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી ને ગોતવા માટે નીકળી પડ્યા ત્યારે તેમને ખબર પડી કે દેવી એ પૃથ્વી પર પદ્માવતી નામની કન્યા ણા રૂપ માં જન્મ લીધો છે. ભવન વિષ્ણુએ પણ પોતાનો રૂપ બદલ્યો અને પહુંચી ગયા પદ્માવતી પાસે. ભગવાને પદ્માવતી સામે વિવાહ નો પ્રસ્તાવ રાખ્યો જે તેમને સ્વીકારી પણ લીધો.

પણ પ્રશ્ન આવ્યો કે વિવાહ માટે ધન ક્યાંથી આવશે?

ભગવાન વિષ્ણુએ આ સમસ્યા નું સમાધાન કરવા માટે ભગવાન શિવ અને બ્રહ્મા ને સાક્ષી રાખી કુબેર થી ઘણું બધું ધન ઉધાર પર લીધું. આ કરજ થી ભગવાન વિષ્ણુ એ વેંકટેશ રૂપ અને દેવી લક્ષ્મી ના અંશ થી જન્મી પદ્માવતી એ વિવાહ કર્યો.

કુબેરથી ધન ઉધાર લેતા સમયે ભગવાને વચન આપ્યું હતું કે કલયુગ ના અંત સુધી બધુજ ઉધારનું ધન પાછુ કરીશ. કર્જ સમાપ્ત ન થાય ત્યાં સુધી સુદ ચુકવતા રહીશું. ભગવાન કર્જ માં ડૂબેલા હોવાની માન્યતા ના કારણે ઘણી માત્ર માં ભક્ત ધન-દૌલત ઉપહાર માં આપે છે જેનાથી ભગવાન જલ્દીથી કર્જ મુક્ત થઇ જાય.

ભક્તો થી મળેલ દાન અને દૌલત ણા કારણે આજે આ મંદિર આશરે ૫૦ હજાર કરોડ ની સમ્પત્તી નો માલિક છે.

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *