સૌરાષ્ટ્રના ‘ગોંડલ’ ગામની યુવતી અમેરિકામાં ચમકી અને એવોર્ડ લઈને ઘરે આવી..

દેશ-વિદેશમાં ગુજરાતીઓની બોલબાલા છે. આ વાત બધા જાણે છે અને અમુક વ્યક્તિઓ તેને સાબિત કરીને પણ બતાવે છે. જેમ કે, હમણાં ગોંડલની એક યુવતીએ અમેરિકાની અંદર નામ રોશન કર્યું છે. તમને કદાચ આ વાતની જાણ નહીં હોય તો ચાલો જાણકારી જાણીએ આજના આર્ટીકલમાં.

સૌરાષ્ટ્રના ગોંડલમાં “લીના જોશી” નામની એક યુવતી રહે છે. જે ઘણા વર્ષો પહેલા ભારતની બહારનો દેશ અમેરિકામાં સ્થાઈ થઇ હતી. એ પછી તેને ધીમે-ધીમે પ્રગતીના રસ્તે ચાલવાની કેડી ખુદ જ શોધી કાઢી. આ યુવતીએ અમેરિકાની અંદર એવોર્ડ જીતી લીધો. વધુ વિગત જાણીએ આગળના પેરેગ્રાફમાં.

આ લીના જોશી અમેરિકામાં યોજાયેલા એટલે કે અમેરિકાના ટેક્સસમાં યોજાયેલા એક આયોજનમાં ગઈ હતી, જેમાં તેણે બ્યુટી ઇમેજિંગના કંટેનસ્ટંટને પણ ગ્રૂમિંગ પ્રોવાઇડ કર્યું હતું. તાજેતરના સમયની વાત કરીએ તો સાઉથ એશિયા વર્લ્ડના આયોજનમાં તેઓએ જજ તરીકેની ફરજ પણ નિભાવી હતી. અમેરિકાના ટેક્સાસમાં  હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતું. જેમાં મૂળ ગોંડલના લીના જોશીએ વુમન ઓફ ધ યર નો એવોર્ડ મેળવી ગોંડલ સાથે દેશને ગૌરવ અપાવ્યું હતું. આ એવોર્ડ મિસ યુનિવર્સ સુસ્મિતા સેનના હસ્તે લીના જોષીને આપવામાં આવ્યો હતો.

ગુજરાતનું નામ અમેરિકામાં રોશન થાય એ તો બહુ ખુશીની વાત છે એથી વિશેષ ભારત દેશ પણ તેમાં શામેલ થાય. ગુજરાતી આ યુવતી લીના જોશીએ અમેરિકામાં જ્ઞાનનો પ્રવાહ વહેતો કર્યો હતો. ત્યાં તે યુનિવર્સીટીમાં ઈમેજ કન્સલ્ટીંગ દ્વારા કોચિંગ આપી રહ્યા છે. સાઉથની એક ઇવેન્ટમાં પણ તેને જજ તરીકેની ફરજ નિભાવી હતી.

સાઉથ એશિયામાં ઘણી બધી મહિલાઓ પોતાની સારી આવડતના કારણે જુદા-જુદા કામમાં અલગ અલગ શ્રેણીમાં નોમિનેટ જાહેર કરવામાં આવી હતી. જેમાં હીબા એન્ટરટેઇનમેન્ટ પણ સામેલ છે. ૩૫ જેટલા સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો. એ સમયે લીના જ્યુરી જજ તરીકે સિલેક્ટ થઇ હતી અને તેને એવોર્ડ પણ મળ્યો હતો. બોલીવૂડ સેલિબ્રિટી સુસ્મિતા સેનના હસ્તે તેને એવોર્ડ મળ્યો હતો. નાની ઉંમરમાં તેને જિંદગીના સારા અને અતિ ઉતમ ગણાય એવા ટાર્ગેટને પાર કરી નાખ્યા છે. પણ આ યુવતીની હિંમત જોઇને લાગે છે કે આવનારા સમયમાં હજુ વધુ આગળ વધવા માટેના સ્કોપ તે જાતે જ તૈયાર કરી લેશે. આમ તો ગુજરતીના લોહીમાં હોય કે કોઇપણ ખૂણે જાવ ખુદનો જુગાડ જાતે જ કરી લેવાનો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment