સત્યની હંમેશા જીત થાય છે, જાણો એક પ્રેરણાદાયક વાર્તા

જૂના જમાનાની વાત છે. એક ગામમાં બે મિત્ર રેહતા હતા, તેના નામ નેકીરામ અને ફેકુરામ હતા. નેકીરામ ખુબજ નમ્ર, સત્ય અને દયાળુ હતો જ્યારે ફેકૂરામ ખુબજ મતલબી અને ખોટો હતો. એક દિવસ બંને મિત્ર પૈસા કમાવવા માટે શહેર જવા નીકળ્યા.

તે લોકોએ ખુબ મેહનત કરી અને થોડા સમયમાં તેઓ ઘણા પૈસા કમાયા. જેવા તે ગામ જવા માટે નીકળ્યા, ત્યારે ફેકુરામના મનમાં વિચાર આવ્યો.

આપણે આ ધન આ ઝાડની બખોલમાં છૂપાવી દઇએ અને જ્યારે આપણે બંને સવારે પાછા આવશું ત્યારે બધું ધન આપણી સાથે લઈ જઈશું. નેકીરામ તૈયાર થઈ ગયો અને બંને પોતાનું ધન ઝાડની બખોલમાં છૂપાવીને ગામ તરફ નીકળી પડ્યા.

ફેકુરામ અડધી રાતે જંગલમા પહોંચ્યો અને બધું ધન ચોરી લીધું. બીજા દિવસે જ્યારે બંને મિત્ર ધન લેવા માટે જંગલમાં પહોંચ્યા તો તેઓને કંઇજ મળ્યું નહિ.

સત્યની હંમેશા જીત થાય છે

ફેકુરામ નેકીરામને કેહવા લાગ્યો – તે મારા પૈસા ચોર્યા છે તો નેકીરામ બોલ્યો – મે નથી ચોર્યા, મારી પાસે પૈસા નથી મારા પૈસા પણ ચોરી થઈ ગયા છે.

નેકીરામએ ચોરીની ના પાડી પરંતુ ફેકુરામ તેને સજા આપવા માટે સરપંચ પાસે લઈ ગયો અને બોલ્યો આ ચોર છે, મારી મદદ કરો. અમે જે ધન છૂપાવી રાખ્યું હતું તે બધું તેણે ચોરી લીધું છે.

નેકીરામ – તું આવુ કેવી રીતે કઈ શકે છે ? ફેકુરામ – મારી પાસે તેનું ફક્ત એક સબૂત છે. સરપંચ બોલ્યા તે સબૂત કોણ છે.

ફેકુરામ બોલ્યો – તે દેવદૂત છે જે આ ઝાડમાં રહે છે આપણે તેને પૂછવું જોઈએ, બધા લોકો ઝાડ પાસે પહોંચ્યા અને ફેકુરામ જોરથી બોલ્યા – ઓ આ ઝાડમાં રેહનાર દેવદૂત કૃપા કરીને જણાવો કાલે રાત્રે શું થયું હતું.

ઝાડ માંથી અવાજ આવ્યો – નેકીરામ કાલે રાત્રે અહી આવ્યો હતો અને બધું ધન ચોરીને લઈ ગયો. આ સાંભળીને નેકીરામ અચંબો પામી રહી ગયો અને બોલ્યો મૂર્ખ ઝાડ હું તને સજા આપીને રહીશ.

આ કહીને નેકીરામે લાકડાના નાના નાના ટુકડા ભેગા કરવાના શરૂ કરી દીધા અને ઝાડની ચારે બાજુ પાથરી દીધા અને તેમાં આગ લગાવી દીધી.

થોડીજ વારમાં ફેકુરામના પિતા બૂમો પાડતા ઝાડમાંથી બહાર નીકળ્યા. ( હે ભગવાન મારી મદદ કરો, હું બળી રહ્યો છું. )

ગામના સરપંચે તેને પૂછ્યું તે આવું કેમ કર્યું તો ફેકુરામના પિતા બોલ્યા કે મારા છોકરાએ મને અહી છુપાવાનું કહ્યું હતું અને કીધું કેહજો કે નેકીરામ બધું ધન ચોરી કરીને લઈ ગયો.

ખરેખર, ધન મારા છોકરા ફેકુરામે ચોરી કર્યું છે. ફેકુરામના હાથ પગ કાપવા લાગ્યા. સરપંચે ફેકુરામને સજા આપી અને નેકીરામને ધન આપી દીધું.

બોધ -: સત્યની હંમેશા જીત થાય છે.

જો તમને આ વાર્તા પરથી સારો બોધ મળે તો તેને તમારા મિત્રોની સાથે સોશ્યલ મીડિયા પર જરૂર શેર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *