સરસવનું તેલ અને પાણી, બે સૌથી સસ્તા ઉપાય, જે ફક્ત અઠવાડિયામાં તમારી સુંદરતામાં કરશે વધારો

આજે અમે તમારા માટે ચમકતી, સરળ, કોમલ, સુંદર અને યુવાની ત્વચા મેળવવા માટે બે સસ્તી અને સરળ રીત લાવ્યા છીએ. પહેલા તમે તેના વિશે જાણીને આશ્ચર્ય પામશો અને જ્યારે તમે તેના પ્રભાવને જોશો, તો તમે આશ્ચર્યચકિત થઈ જશો.

દરેક વ્યક્તિ એક ગ્લોઇંગ અને યુવાની ત્વચા ઇચ્છે છે. ખાસ કરીને મહિલાઓને તેમની ત્વચાની વધુ કાળજી લેવી પડે છે કારણ કે તેમની ત્વચા સામાન્ય રીતે પુરુષોની ત્વચા કરતા વધારે નરમ હોય છે. ચમકતી, સુંદર અને યુવા ત્વચા મેળવવા માટે આજે અમે તમારા માટે વિશ્વની બે સસ્તી અને સહેલી રીત લાવ્યા છીએ.

તમે પહેલાથી જ આ પદ્ધતિઓ વિશે જાણો છો. પરંતુ તેને વારંવાર અવગણવામાં આવે છે કારણ કે તમે તેમના અસરો અને પરિણામો વિશે યોગ્ય માહિતી હોતી નથી. તેથી હવે અમે આ મુદ્દા પર વાત કરીશું અને જાણાવીશુ આ સરળ ઉપાયો વિશે જે ફક્ત એક અઠવાડિયામાં તમારા દેખાવને તેજસ્વી બનાવશે.

આ છે યુવાન અને સુંદર ત્વચા માટે સસ્તો ઉપાય.

  • પાણી
  • સરસવ તેલ

હા, અમે ફક્ત પાણી અને સરસવના તેલ વિશે વાત કરી રહ્યા છીએ. તેમના નામ જાણ્યા પછી તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ પરિણામોં નો ઉપયોગ કરીને જોયા પછી, તમે વધુ આશ્ચર્ય પામશો. અથવા એમ કહો કે તમને આ પદ્ધતિ સાથે પ્રેમ થશે.

આવી રીતે કરવાનો છે ઉપયોગ


તમારે પાણી અને સરસવના તેલને એક સાથે ભેળવીને ઉપયોગ કરવાનો નથી. પરંતુ પાણી પીવા નું છે અને સરસવનું તેલ શરીર પર લગાવા નું છે.ઉનાળામાં સરસવનું તેલ લગાવવાનું છે તે જાણીને ચિંતા ન કરશો અમે તમારી સમસ્યા સમજીએ છીએ.

રાત્રે સૂતા પહેલા તમારે સરસવનું તેલ વાપરવા નું છે. જ્યારે ત્વચાની સંભાળ લીધા પછી તમે રાત્રે સુતા પહેલા,નાઇટ ડ્રેસ પહેરીને,બાથરૂમમાંથી ફ્રેશ થઈ બહાર આવો અને પલંગ પર જાવ ત્યારે તમારા પગના તળિયા પર 5 મિનિટ સુધી સરસવ ના તેલથી માલિશ કરો. એટલે કે, એક પગ પર માત્ર અઢી મિનિટ.

તમારી ત્વચા હાઇડ્રેટ થઈ જશે

તે પછી, થોડું તેલ લો અને તેને તમારા હાથ,પગ અને આખા શરીર પર લગાવો અને તમારી નાભિ માં એક ટીપું તેલ લગાવો. અને સૂઈ જાઓ. ફક્ત એક અઠવાડિયા સુધી આ કરવાથી, તમે જોશો કે તમારી ત્વચા હાઇડ્રેટેડ, ગ્લોઇંગ અને ચમકતી દેખાશે.

સરસવનું તેલ તમારી ત્વચા નો રંગ સુધારવાનું કામ કરે છે. તે તમારી ત્વચા પર જમા થયેલા બેક્ટેરિયા, ફૂગ અથવા કોઈપણ પ્રકારના ચેપને દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે.

નથી કરવાનું આ કામ

દિવસમાં એકવાર સરસવનું તેલ લગાવવાનો અર્થ એ નથી કે તમે દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો.અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સરસવનું તેલ લગાવીને અને તડકામાં રહેવાથી ત્વચા નો રંગ કાળો થઇ શકે છે.

રાત્રે સૂતી વખતે સરસવના તેલની માલિશ કરવાથી તમારી ત્વચા સુધરે છે અને ત્વચા માં ગ્લો આવે છે. તેથી, દિવસ દરમિયાન સરસવનું તેલ ન લગાવવું અને જો લગાવ્યું હોય તો તડકામાં બિલકુલ ન જવું જોઈએ.

પાણીનો યોગ્ય માત્રામાં ઉપયોગ

ચમકતી ત્વચા માટે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે. જો તમે ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીતા હોવ અથવા દરરોજ 10 ગ્લાસ પાણી પીવો છો, તો તમારી ત્વચામાં કુદરતી ભેજ જોવા મળે છે.

શરીર પોતે ડિટોક્સ કરવામાં સક્ષમ છે.એટલે કે પેશાબ દ્વારા, શરીરનો વધારા નો કચરો બહાર આવે છે. અને આપણી ત્વચાના મિકેનિઝમ ને યોગ્ય રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે અને ત્વચાના નવા કોષો બનાવવાની પ્રક્રિયા ને વેગ આપે છે. જેના કારણે ત્વચા તેજસ્વી અને ચમકતી દેખાય છે.

આમ તમે સરસવના તેલ અને પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને તમારા શરીરને તંદુરસ્ત બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી રહેશે. તો આજે જ શરૂ કરી દો આ બે વસ્તુઓ નો ઉપયોગ અને તમારી ત્વચાને બનાવો તેજસ્વી અને ચમકદાર.

જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્ષ માં તમારો પ્રતિભાવ જણાવવા નું ભૂલશો નહીં.

તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment