એક સારી સાસુ મળવાના ૭ લાભ🤗

લગભગ ઘણા સમાજો માં એવી રૂઢીચુસ્ત માન્યતા હોય છે કે સાસુ એ રાક્ષસ માટે નો બીજો પર્યાય શબ્દ છે .એક લોકપ્રિય માન્યતા એવી પણ છે કે , જો એક મહિલા તેની સાસુ નું ગળું નથી દબાવતી તો એ પરિવાર માં કંઈક તો ગડબડ થઈ રહી છે .અમે અહીંયા આ બધી માન્યતા ઓ ને તોડી ને તમને એ જણાવવા માંગીએ છે કે દુનિયામાં સારી સાસુઓ પણ હોય છે .તમારા માંથી જેની પાસે સાસુ હશે તે જાણતા હશે કે આ લેખ શેના વિશે લખવા માં આવ્યો હશે .આ ૭ વસ્તુઓ જણાવે છે કે તમારી પાસે એક સારી સાસુ છે.

દોસ્ત

તમારી પાસે તમારા પતિ અને તમારી માતા ની વિરુદ્ધ બધા ઝઘડા માટે એક સહયોગી છે એ છે તમારી સાસુ તમારી સાસુ હમેશા તમારો જ પક્ષ લેશે અને એ તમને કોઈ પણ તર્ક લગાવી ને જીતાડી શકે છે .કયો પતિ તેની માતા અને પત્ની ની વિરુદ્ધ જીતી શકે છે ? બધા જાણે છે કે આ એક આગ સામે લડવા જેવું જ હોય છે .જ્યાં સુધી તમારી માતા નો સવાલ છે તે કોઇપણ પ્રકારની દલીલ કરવાનો પ્રયત્ન નહિ કરે કારણકે જો તમારી સાસુ તમારા પક્ષ માં હોય તો તમારી માતા જાણે છે કે તમે તેમની વાત નહિ સાંભળો તો શું કામ નાહક સમય વેડફે ?

શોપિંગ બડી (શોપિંગ માં સંગાથ)

તમારી સાસુ સાથે શોપિંગ કરવુ એ જમાના પ્રમાણે ફેશન કરવા મળે એવી લોટરી લાગવા જેવુ છે .તમે નથી જાણતા પણ તમારી સાસુ એક ફેશન ગુરૂ હોય છે અને તેમની સાથે ખરીદી કરવામાં તમને ખુબજ મજા આવશે .તેં બધી સારી સારી દુકાન જાણે છે ,જ્યાં બધી જાતના ઉત્પાદકો હોય .અને તમારી ઉપર કયા કયા પોશાક શોભે છે તે પણ તે તમને જણાવશે અને તે જે સલાહ આપે છે તે હમેશા સાચી જ હોય છે.

બીચિંગ બડી

જ્યારે તમે તમારા સાસુ સાથે હોવ છો તો તમે તેમને કોઈપણ વસ્તુ માટે ફરિયાદ કરી શકો છો .તમે તમારી બધી સમસ્યાઓ તેમની સામે રાખી શકો છો અને તે ધીરજ ધરી બધુ સાંભળે છે અને તમને યોગ્ય સલાહ પણ આપે છે ( પછી ભલે એ ફરિયાદ તેમના છોકરા વિશે ની હોય તો પણ) ,જો તમારી નોકરીનો કોઈ ખરાબ દિવસ હોય ,જો તમારા કોઈ મિત્ર સાથે તમારો ઝઘડો થયો હોય ,જો તમારો મૂડ ખરાબ હોય ,જેવી કોઈપણ સમસ્યા હોય તો તમે તેમને ફોન કરી શકો છો અથવા તેમને મળી શકો છો તે એક કપ ચા અથવા એક લાંબા બીચિંગ સેશન માં તમારી સમસ્યાઓ નું સમાધાન નિકાળી શકે છે .

શિક્ષિકા

Image result for maya sarabhai and monisha sarabhai

તમારી સાસુ જ તમારી સૌથી મોટી શિક્ષિકા હોય છે તેમણે તમને સ્વાદિષ્ટ વ્યંજનો ,વાનગીઓ બનાવતા શીખવાડ્યું છે (ઘણી ખાસ પ્રકારની વાનગીઓ પણ ) જેના દ્વારા તમે તમારા પતિ ના દિલ માં વસી શકો તેમણે તમને તમારૂ વૈવાહિક જીવન સાંભળવા નું પણ શીખવાડ્યું છે .તમે તમારી માતા અને સાસુ ને તેમનુ સાંસારિક જીવન સાંભળતા જોયા હોય છે તેથી તમને તેથી તમને તમારી સમસ્યાઓ નો ઉકેલ લાવતા આવડે છે .અને સાથે તમે એક સારી માતા અને પત્ની બનવાનું પણ શીખો છો .

પારિવારિક સમય

તમે ક્યારેય તમારા પતિ દ્વારા એવું સાંભળ્યું છે કે મારે મારા માતાપિતા ને મળવા જવું છે ?એવો કોઇ ડર તેમને હોતો નથી .એટલે તમારા મિત્રો તમારી સાસરે જવા ની ઘાઈ નથી સમજી નથી શકતા .વાસ્તવમાં ,તમે હમેશા તમારી સાસુ ને જોવા માટે ઉત્સુક હોવ છો તમે તેમના ફોન કોલ્સ ક્યારેય કાપતા નથી .

સમર્થન પ્રણાલી

Image result for maya sarabhai and monisha sarabhai

તમારી સાસુ તમારી બીજી માતા જેવી હોય છે .તમે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે તમારી સાસુ તમારી માતા સમાન જ છે .જ્યારે પણ તમે કોઈ કારણસર રડો છો તો એ તમારી સાથે જ હોય છે .તે તમારા માટે એક માર્ગદર્શિકા છે .તે તમને ખુશ કરી શકે છે અને તમે ખોટા કહેતા ક્યારે પણ ડરશે નહિ તેઓ તમને એક સારી વ્યક્તિ બનાવવા મદદરૂપ થવા માંગે છે .તમારી માતા ની જેમજ તમારા સાસુ ને પણ તમારી ઉપર ખુબજ ગર્વ હોય છે. અને તેઓ તમારી સાથે વાતચીત કરી ને તમારા દોસ્ત બની ને રહેવા માંગતા હોય છે .

તમારા પતિ વિના બહાર જવું

તમે હમેશા તમારા સાસુ સાથે એક દિવસ માટે બહાર જવા માટે તૈયાર હોય છો (તમે તમારી માતા ને પણ સાથે લઈ જઈ શકો છો ) તમારાપતિ નથી ઘરે મૂકી આખો દિવસ છોકરીઓ વાળા કાર્ય કરવા એ કોઇ સમસ્યા નથી વાસ્તવમાં એક અવકાશ મેળવવા નો દિવસ હોય છે એક પ્રકારની કાયાકલ્પ જ માની લ્યો .તમારા પતિ અને બાળકોને આખું અઠવાડયું સંભાળ્યા પછી તમે તમારી સાસુ(અને માતા) સાથે શાંતિ ના બે પળ પસાર કરી શકો છો જે તમારા સંબંધ ને વધુ મજબુત બનાવી શકે છે .અમે એવું નથી કહેતા કે તમે તમારા સાસુ સાથે ક્યારેય ઝઘડો જ નહિ .ઘણા લોકો એવું કહે છે કે બે સારા દોસ્તો પણ ક્યારેક ઝઘડતા હોય છે એવુ ઘણું બધુ હોય છે જેમાં તમે અને તમારા સાસરા વાળા ના એકમત નથી હોતા પરંતુ તો પણ તેમની સાથે તમારા સંબંધ માં તાણ નથી હોતું તમારા જીવનમાં સારી સાસુ હોવી એ એક વરદાન સમાન છે .અને અમે આશા કરીયે છે કે તમે આવી જ સાસુ પ્રાપ્ત કરી ને ભાગ્યશાળી થાવ.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *