સપના ચૌધરીએ પુત્રને જન્મ આપ્યો, પતિ વીર સાહુએ વાયરલ કર્યા સારા સમાચાર

Image source

ફેમસ ડાન્સર અને બીગ બોસ ૧૧ માં પોતાનો જલવો બતાવનારી સપના ચૌધરી હવે માતા બની ગઈ છે. તેણે દીકરા ને જન્મ આપ્યો છે. તેના પતિ વીર સાહુએ આ સારા સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા છે.

Image source
એમ તો સપના ચૌધરીએ તેમના લગ્ન અને ગર્ભાવસ્થાને અત્યાર સુધી છુપાવી રાખ્યા હતા. સપના ના વીર સાહુ સાથેના સંબંધ હોવાના અને લગ્ન કર્યા હોવાનો અહેવાલ તો આવ્યો હતો. પરંતુ તેની ક્યારેય પુષ્ટિ નથી કરવામાં આવી.

Image source
અને હવે સીધા સપના ચૌધરીના માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. માતા બનવાની સાથે સપના અને વીર સાહુ ના લગ્ન વિશે પણ બહાર આવ્યું છે. તેના ચાહકો સપના ને માતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

હિસાર ના રેહનાર વીરે જાન્યુઆરી માં સપના સાથે લગ્ન કર્યા હતાં. વીરના પરિવારમાં કોઈનું મૃત્યુ થવાને કારણે તેના લગ્ન ગુપ્ત રાખવામાં આવ્યા હતા. અત્યારે સપના નો પરિવાર અને વીર નો પરિવાર નાના મુન્ના ના આવવાથી ખુશ છે.

Image source
જોકે સોશિયલ મીડિયા પર સપનાના પતિ વીરને ચાહકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ સપના અને વીરને ટ્રોલ કર્યા. વીર ફેસબુક લાઇવમાં પિતા બનવાના સમાચાર આપ્યા હતા. આ દરમ્યાન તે ટ્રોલ ને લઇ ને ઘણા નારાજ પણ રહ્યા અને તેની સરખી ખબર લીધી.

Image source
કેટલાક લોકો એ તેના અને સપના ના માં-બાપ પર કરેલ અભદ્ર અને અસ્પષ્ટ ટિપ્પણીઓ ને લઇને વીર નારજગી વ્યક્ત કરે છે. વીરે સ્પષ્ટ કહ્યું કે, તે તેના અંગત જીવનમાં કોઈ દખલ ઇચ્છતો નથી. શા માટે તે બતાવે કે તેમના લગ્ન થયા છે અને તે પ્રસિદ્ધિ નથી માંગતા.

Image source
વીરના વિશે વાત કરીએ તો એ પોતે એક કલાકાર છે અને સપના ને તેના કામ માટે સહાય કરે છે. વીર પોતે પણ એક ગાયક અને અભિનેતા છે. છેલ્લા ચાર વર્ષથી સપના સાથે તેનો સંબંધ હતો જે હવે લગ્નમાં બદલાયો.

Image source
સપના તેના સ્ટેજ શો અને ઇન્ટરનેટ ના વિડિયો થી દેશભરમાં પ્રખ્યાત છે. તેરી આંખ્યા કા યો કાજલ એ તેનું લોકપ્રિય નૃત્ય ગીત છે. એની સિવાય રસગુલ્લા અને જીરો ફિગર પણ તેના જાણીતા ગીતો છે, જેના પર નૃત્ય કરીને તેણે લોકપ્રિયતા મેળવી છે.

તેમજ વીર સાહુ હરિયાણા નો પ્રખ્યાત ગાયક, લેખક અને અભિનેતા છે. તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. વીર એક ખેડુતોના જાટ પરિવાર માંથી આવે છે. વીર નો સ્વેગ લોકોને ઘણો પસંદ છે.

Image source
વીરે ફિલ્મ થડ્ડી બડ્ડીથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. પછી તે ફરી ગાંધી ફીર આયા, ખલનાયક , રશૂટ આલા જાટ જેવી ફિલ્મોમાં દેખાયો હતો. વીર સોશીયલ મીડિયા પર ખુબજ કાર્યરત રહે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment