તમારું બાળક યોગ્ય રીતે ખાતું નથી એના માટે શું તમે ચિંતિત છો? એક જાદુઈ રેસીપી ટ્રાય કરવી છે જે સ્વાદિષ્ટની સાથે સાથે તંદુરસ્ત પણ હોય અને બાળકને મનપસંદ પણ આવે? તો ચિંતા કરો નહી કારણકે અમે લાવ્યા છીએ સંજીવ કપૂરની ૫ એવી વાનગીઓ જે તમારું બાળક ખુશી ખુશી ખાશે અને હેલ્થી પણ થશે.
સંજીવ કપૂર, જાણીતા ભારતીય રસોઇયા છે, જેમણે સૌપ્રથમવાર ટેલિવિઝન પર ૫ સ્ટાર હોટલના સ્વાદ અને ટ્વિસ્ટ લાવ્યા હતા જેથી દરેક ઘરમાં ઘરે આવી ડિશ તૈયાર કરી શકે. તેઓ સૌપ્રથમ ભારતીય સેલિબ્રિટી હતા જેમણે આતિથ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને અત્યાર સુધી તે સૌથી પ્રસિદ્ધ છે.
બાળકો માટે સંજીવ કપૂર રેસિપિ – ટોપ ૫
૧. પનીર ફ્રેન્કી
સંજીવ કપૂરની ‘ફન ફૂડ ફોર ફીસ કિડ્સ’ ના પ્રસિદ્ધ પુસ્તકમાંથી આ એક વિશેષ બાળકની રેસીપી લેવામાં આવી છે.બાળકો માટે આ સંજીવ કપૂરની વાનગી એ એક પ્રકારનો નાસ્તો છે જેમાં મીડીયમ રસોઈની જરૂર છે. પનીર એક સમૃદ્ધ પ્રોટીન સ્રોત હોવાથી, તે પોષક તેમજ સ્વાદિષ્ટ છે.
સામગ્રી
150 ગ્રામ પનીર, કૃશ કરેલું
1 કપ ઘઊંનો લોટ
પકવવાની પ્રક્રિયા માટે મીઠું
1 tbsp તેલ
1 tsp આદુ પેસ્ટ
1 મોટા ટમેટા, ચોપ કરેલા
1 મોટી ડુંગળી, ચોપ કરેલી
1 tsp લસણ પેસ્ટ
1 tbsp લીંબુનો રસ
1 tsp ધાણા પાવડર
¼ tsp કાશ્મીરી લાલ મરચું પાઉડર
સર્વિંગ માટે : ગ્રીન ચટણી, ચાટ મસાલો અને ૪ ચમચી જીની કાપેલી ડુંગળી
રીત :
ઘઉંનો લોટ અને મીઠું નાખી મિક્સ કરો
સોફ્ટ લોટ બાંધવા માટે પૂરતા પાણીનો ઉમેરો કરો અને તેને ભીના કપડાની સાથે 15 મિનિટ સુધી બંધ કરો.
એક નોનસ્ટીક પેન માં થોડું તેલ નાખી ગરમ કરો
પેન ગરમ થાય એટલે તેમાં ટામેટાં, ડુંગળી, લસણ અને આદુ પેસ્ટ, હળદર પાવડર, મરચું પાવડર, મીઠું, ધાણા પાવડર ઉમેરો.
બરાબર હલાવો જેથી એક્સ્ટ્રા તેલ છુટું પડે
હવે લીંબુનો રસ અને પનીર મિક્સ કરિ ગેસ બંધ કરી દો
આ મિશ્રણ ને ચાર એક સરખા ભાગ પાડો અને સાઈડ પર રાખો
લોટ ને પણ ચાર કુણા ના ભાગ પાડી દરેક કુણા ની રોટલી બનાવી લો
હવે એક પછી એક રોટલીને પેન પર શેકી લો થોડું થોડું તેલ નાખી. અને બંને જગ્યા બરાબર કૂક થવી જોઈએ
જયારે રોટલી શેકાઈ જાય ત્યારે ગ્રીન ચટણી તેની પર સ્પ્રેડ કરો અને એક ભાગ પનીરનું તૈયાર મિશ્રણ નાખો.
હવે તેની પર ચાટ મસાલો અને સમારેલી જીણી ડુંગળી વડે ગર્નીશ કરો અને રોટલીને ફ્રેન્કીના શેપમાં ગોળ વાડી લો
તો તૈયાર છે ગરમા ગરમ પનીર ફ્રેન્કી.
૨. ટ્રીપલ ચોકલેટ મૂસ
આ રેસિપીમાં ડાર્ક અને વ્હાઈટ બન્ને ચોકલેટ નો યુસ કરજો આમ કરવાથી દેખાવ પણ સારો આવશે અને બાળકો ખાવા માટે લલચાશે
સામગ્રી
200 ગ્રામ ડાર્ક ચોકલેટ,ગ્રેટેડ
200 ગ્રામ દૂધ ચોકલેટ, ગ્રેટેડ
200 ગ્રામ સફેદ ચોકલેટ, ગ્રેટેડ
1 tbsp પાવડર ખાંડ
1 ½ ચમચી જિલેટીન પાણીમાં ઓગળેલા
2 કપ ક્રીમ whipped
રીત
આ ત્રણેય ચોકલેટ્સને ત્રણ અલગ અલગ બાઓલ માં કાઢી માઈક્રોવેવ માં એક એક મિનીટ માટે મેલ્ટ કરો.
હવે ત્રણેય મેલ્તેદ ચોકલેટ્સ ને એક બાઓલ માં નાખી ફરીથી એક મિનીટ માટે ગરમ કરો
માઇક્રોવેવમાંથી બાઉલ કાઢો અને તેમાં દળેલી ખંડ મિક્સ કરી બરાબર વ્હિસ્ક મશીનથી મિક્સ કરો
હવે જેલટીન નાખી ફરી વ્હીસ્ક માંચીનથી મિક્સ કરો
હવે ક્રીમ નાખી મિક્સ કરો
હવે સર્વિંગ બાઓલ માં કાઢી લો અને ફ્રીઝરમાં એક થી બે કલાક માટે ઠંડુ થવા મૂકી દો
કિડ્સ ની ફેવરીટ ડીશ છે તૈયાર
ચોકલેટ સૂફ્લ
આ સંજીવ કપૂરની બેસ્ટ રેસીપીસ માંથી એક છે, ખાસ બાળકો માટે ચોકલેટ એ દરેકની મનપસંદ છે અને બાળકો તેને વધુ પ્રેમ કરે છે તેથી, ચોકલેટ સાથે સ્વાદવાળી કોઈપણ વસ્તુ યુવાન પેઢી સાથે સારી રીતે જાય છે. આ ચોકલેટ soufflé એક માઇક્રોવેવ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકાય છે
સામગ્રી
250 ગ્રામ ડાર્ક ચોકલેટ, ગ્રેટેડ
¾ tbsp માખણ
½ કપ શુદ્ધ લોટ
½ કપ દૂધ
1 કપ કેસ્ટર ખાંડ
4 વ્હાઈટ એગ્સ ( પીળું ભાગ કાઢી નાખવું )
રીત
એક બાઓલ માં ચોકલેટ કાઢી તેને માઇક્રોવેવ માં ગરમ કરવા રાખી દો
હવે એક નોન સ્ટીક પેન ગરમ કરો અને તેમાં બટર નાખો
શુદ્ધ લોટ નાખી ધીમા તાપે હલાવો
હવે ધીરે ધીરે દૂધ નાખતા જાઓ, આમ કરવાથી બેસ સોફ્ટ બનશે
હવે માઈક્રોવેવમાંથી ચોકલેટ કાઢો અને ધીરે ધીરે આ પેન માં નાખો, ગેસ બંધ કરી દેવો
હવે આ મિશ્રણ બરાબર મિક્સ કરો અને બીજા બાઓલ માં કાઢી ઠંડું થવા દો
કેસ્ટર ખંડનો અડધો ભાગ આ મિશ્રણ માં નાખી મિક્સ કરો
હવે ઓવન ને ૧૮૦ ડીગ્રી માં પરીહીટ કરી દો
બીજી વાટકીમાં એગ વ્હાઈટ લો અને ધીમે ધીમે બાકીની કેસ્ટર ખાંડને ધીમેથી ઉમેરો અને મિશ્રણમાં. સોફ્ટ થાય ત્યાં સુધી વ્હીસ્ક મશીનથી બ્લેન્ડ કરો
આ ઇંડા મિશ્રણને ચોકલેટ soufflé ના બેસમાં ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો.
હવે આ મિશ્રણ ને ગ્રીસ કરેલા પણ માં નાખો અને ૧૪ થી ૧૫ મિનીટ સુધી ઓવનમાં બનવા માટે રાખી દો
આને ગરમ અથવા ઠંડું પણ ખાઈ શકાય છે
કારામેલાઇઝ્ડ બનાના ક્રિપ્સ:
એક ફ્રેન્ચ ડેઝર્ટ, આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તમે લંચ કે ડિનર માટે તેને સેવા આપી શકો છો. રસોઈનું સ્તર મધ્યમ છે અને તેથી તમે હંમેશા આ એક તૈયાર કરવા માટે સમય શોધવા માટે મેનેજ કરી શકો છો.
સામગ્રી
500 ગ્રામ પાકેલાં કેળા
125 ગ્રામ શુદ્ધ લોટ
35 મિલિલીટર દૂધ
3 ઇંડા
500 ગ્રામ ખાંડ
50 ગ્રામ ઘી
50 ગ્રામ બ્રાઊન શુગર
50 ગ્રામ માખણ
100 ગ્રામ મસ્કરપોન ચીઝ
રીત
એક બાઉલ લો અને તેમાં શુદ્ધ લોટ અને ખાંડનું મિશ્રણ કરો.
હવે ધીરે ધીરે દૂધ નાખી બબ્રબ્ર મિક્સ કરો ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખજો
હવે તેમાં ઘી અને ઈંડા મિક્સ કરી બરાબર હલાવો
કેળાની છાલ કાઢી તેના કટકા કરો
એક નોનસ્ટીક પેન ને ગરમ કરી તેમાં બટર નાખો
હવે તેમાં કાપેલા કેળા બ્રાઊન શુગર નાખી હલાવતા રહો, જ્યાં સુધી થીક સોસ જેવું મિશ્રણ ના બને ત્યાં સુધી હલાવતા રેહવું
હવે બીજું નોનસ્ટીક પેન લો અને તેને ગરમ કરો
હવે તૈયાર કરેલા બેટરને એકસમાન રીતે પેન પર ગરમ કરવું
હવે કેળા વાળું મીક્ર તેની ઉપર નાખો અને ચીઝ વડે ગર્નીશ કરો
થોડું ગરમ થયા પછી બેઝ ને ફોલ્ડ કરી ગરમ ગરમ સર્વ કરો
આ સરળ રેસીપી થી હવે તમ્રે બાળકોની પોષણની ચિંતા કરવની જરૂર નથી
આ સ્વાદિષ્ટ અને પોષક વાનગીઓ બનાવો અને બાળકો માટે સુપર મોમ બની જાઓ .
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI