૨ લાખ થી શરુ કર્યો હતો કપડા પ્રેસ કરવાનો ધંધો, હવે દર મહીને કમાઈ રહી છે ૪ લાખ રૂપિયા

આપણે એવી દુનિયા માં રહીએ છીએ જ્યાં પહેલુ ઇમ્પ્રેશન ઘણું જ મહત્વ રાખે છે. પહેલી મુલાકાત પછી સામેવાળો માણસ આપણા વિશે જે રાય બનાવે છે તેના પર ઘણી હદ સુધી આપણા સંબંધો ટકેલા હોઈ છે. ઘણીવાર તો લોકો કપડા ના આધારે જ સામેવાળા માણસ ને પારખી લે છે.

Image Source

મહિલા હોઈ, પુરુષ હોઈ કે પછી બાળક હોઈ દરેકને સાફ સુથરા કપડા પહેરવા પસંદ હોઈ છે. જો કે બધાને ક્યારેક ક્યારેક તેના ધોબી થી શિકાયતો થઈ જાતી હોઈ છે, ઘણીવાર દાગ સરખી રીતે સાફ ન કરવા પર ધોબી જોડે બબાલ થઈ જાતી હોઈ છે. સંધ્યા નામ્બિયાર એ સામાન્ય માણસને આ પરેશાની થી છુટકારો આપવા માટે ૨૦૧૭ માં ઈસ્ત્રીપેટી ની નીવ રાખી હતી. ત્યાં કપડાને ગ્રાહકોના નિર્દેશ મુજબ ઘણી સાવધાની થી ધોવામાં આવે છે. ઈસ્ત્રી કરતી સમયે કપડા નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

તામિલમાં ઈસ્ત્રીપેટીનો મતલબ એક લોખંડનું પ્રેસ હોઈ છે, જેમાં કોલસો ભરી ગરમ કરી કપડા ને ઈસ્ત્રી મારવામાં આવે છે. સંધ્યા ની ઈસ્ત્રી પેટી એક પ્રોફેશનલ આયરનીંગ અને લોન્ડરીંગ બીસનેસ છે. તે બી૨બી (બીઝનેસ ટુ બીઝનેસ) અને બી૨સી (બીઝનેસ ટુ કન્ઝ્યુંમર) બંને બાજુના ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે.

સંધ્યા જણાવે છે કે, અમે અમારા ગ્રાહકોને સુગંધિત ઈસ્ત્રી કરેલા કડક અને કરીનથી સજાવેલા કપડા દેવા ઇચ્છીએ છીએ, જેથી તેમાંથી બિલકુલ નવા કપડા જેવી મહેક આવે. અમે ઈસ્ત્રીપેટી ની સાથે આ કામને સરળ બનાવવા માંગીએ છીએ, જેથી ગ્રાહક ની ખુશી અને સંતુષ્ટિ મળે.

ઈસ્ત્રીપેટી ચેન્નાઈ માં સ્થિત છે, આ સ્ટાર્ટઅપ કપડાને ઘર, ઓફીસ અથવા ગ્રાહકોની સુવિધા મુજબ ક્યાય પણ લાવે છે અને પછી તેની જણાવેલી જગ્યા પર ડીલીવર પણ કરી આપે છે.

ઈસ્ત્રીપેટી ની શરૂઆતની કહાની

સંધ્યા જણાવે છે કે, હું એક વર્કિંગ પ્રોફેશનલ હતી, હું પણ આ કામથી નફરત કરતી હતી. મને ઘણીવાર દાગ અથવા કપડા ગાયબ થવાથી લઈને ધોબી થી બેહસ કરવી પડતી હતી. આ બધાએ મને વિચારવા પર મજબુર કરી દીધી કે દરેક ઘરમાં કપડા ધોવાની જરૂરત પડે છે, તો પણ આ કામને પુરા ઢંગ થી ચલાવવા માં આવી રહી છે.

સંધ્યા તેના બીઝનેસ આઈડિયા વિશે જણાવતા કહી રહી છે કે, આપણે પહેલા પાડોસના કિરાણા દુકાન પર ફોન કરી સમાન મંગાવતા હતા , પછી તેમાં થોડો બદલાવ કરી એપ્લીકેશન નું રૂપ આપી દીધું. મેં આ આઈડિયા ને કપડા ધોવાના ધંધામાં અજમાવવા નો નિર્યણ કર્યો.

સંધ્યા એક એચઆર પ્રોફેશનલ રહી ચુકી છે. તેને લોન્ડ્રી સેગ્મેન્ટ પર રીચર્સ કરતી વખતે ઈ મહેસુસ કર્યું કે આ મહત્વપૂર્ણ સેગ્મેન્ટ અસંગઠિત છે. સંધ્યા ઈ તેની રીતે વિચારવા વાળા દોસ્તો સાથે આ આઈડિયા પર કામ કરવાનું ચાલુ કર્યું.

સંધ્યા જણાવે છે કે તે પુરા શહેર માં OYO ને સર્વિસ આપે છે, તે કંપાસ દ્વારા ફોર્ડ ઓફ શેલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ નું કામ મળ્યું.

વ્યાપારિક પડકારો

ઈસ્ત્રીપેટીને વ્યાપારિક જમાવવા માટે ઘણા પ્રકારના પડકારો નો સામનો કરવો પડ્યો. તેનાથી લોકો ને સમજાવવા પડ્યા કે સ્ટીમ આયારનીંગ કેવી રીતે સામાન્ય આયારનીંગ કરતા અલગ છે. જો કે સંધ્યા આ બધી ચુનોતીઓ થી નીપટતી નિપટતી તેના સ્ટાર્ટઅપ ને અલગ ઓળખ અપાવવા માં સફળ રહી.

સ્ટેટીસ્તા મુજબ, ૨૦૧૯ માં લોન્ડ્રી કેયર સેગ્મેન્ટ નો ધંધો લગભગ ૩.૯૬ અરબ ડોલર નો છે. તે ૨૦૨૩ સુધી ૩.૭ ટકા વધવાની સંભાવના છે.

આવી રીતે વધતા ગયા નંબર

ઈસ્ત્રીપેટી ઈ ૨૦૧૮ માં ફક્ત બે કર્મચારિયો સાથે આ ધંધો ચાલુ કર્યો હતો. હાલમાં સ્ટાર્ટઅપ સાથે ૧૫ કર્મચારિયો છે. તેની પાસે અત્યારે ૩૫૦ થી વધુ ગ્રાહકો છે. તે ૩ કિલો ના કપડાના ધુલાઈ માટે ૨૦૦ રૂપિયા લે છે. ઈસ્ત્રીપેટી એક ફેમેલી પેકેજ છે. તેમાં ૧૫ કિલો કપડા ની ધુલાઈ ૯૦૦ રૂપિયા માં થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani

Leave a Comment