આ ફિલ્મ વખતે સલમાન ખાન પાગલ થયો ગયો હતો, બચવાની કોઈ શક્યતા જ ન હતી…

સાલ ૨૦૦૩ અને આ સાલની તારીખ ૧૮ ઓગસ્ટ. આ દિવસે બોલીવૂડના મહાન કલાકાર સલમાન ખાનની એક મૂવી આવી હતી. આ મૂવીનું નામ હતું “તેરે નામ..” આ ફિલ્મ બની ત્યારે સલમાન ખાન પાગલ થઇ ગયો હતો, તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મની કેટેગરી જાણીએ તો આ ફિલ્મ ‘ડ્રામા’ અને ‘રોમાન્સ’ કેટેગરીમાં ફીટ બેસે છે. આ ફિલ્મ એટલી પ્રચલિત થઇ હતી કે, સલમાન ખાને આ ફિલ્મમાં જે હેર સ્ટાઈલ રાખી હતી એ સામાન્ય લોકો તેના જીવનમાં અપનાવવા લાગ્યા હતા.

“તેરે નામ” ફિલ્મ સિનેમામાં જોવા ગયા એ લોકો જ્યારે ફિલ્મ પુરૂ થઈને બહાર નીકળતા ત્યારે તેના ચહેરા ઉદાસ જોવા મળતા હતા. કારણ કે…. હા, આવું થવાનું કારણ શું હતું એ પણ તમને નીચેની માહિતીમાં જાણવા મળી જશે.

કોણ છે મુખ્ય કલાકારો?

તેરે નામ ફિલ્મમાં સલમાન ખાન અને ભૂમિકા ચાવલા મુખ્ય પાત્રો છે. આ બે પાત્રો પર ફિલ્મ સ્ક્રીપ્ટનો આધાર છે. તેની સાથે અન્ય કલાકારો દમદાર અભિનય કરીને “તેરે નામ” મૂવીને કાયમી માટે જીવિત બનાવ્યું છે.

શા માટે સલમાન ખાન પાગલ થઈ ગયો હતો?

જેને આ ફિલ્મ નથી જોઈ એ લોકોને જાણકારી મળી રહે એ માટે આ ‘ફિલ્મની સ્ટોરી’ ટૂંકમાં કહીએ તો, રાધે મોહન(સલમાન ખાન) મહાવિદ્યાલયમાં ભણતો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. સત્ર પછી એ નિર્જરા(ભૂમિકા ચાવલા) નામની બ્રામ્હણ છોકરીને રેગીંગનો શિકાર બનાવે છે. આવારાપનથી ભરેલ રાધે નિર્જલાને પરેશાન કરવા માટેની એક પણ ક્ષણ છોડતો નથી.

રાધે નિર્જરાને દિલ દઈ બેસે છે અને પછી નિર્જરા ખુદ રાધેના પ્રેમનો સ્વીકાર કરે છે. આ ઘટના ચાલતી હોય ત્યારે અન્ય આવારાતત્વો દ્વારા ‘રાધે’ પર હુમલો કરવામાં આવે છે. એ હુમલામાં રાધે દિમાગ ખોઈ બેસે છે, તેની યાદશક્તિ જતી રહે છે.

યાદશક્તિને પછી લાવવા માટેના અથાક પ્રયાસ કરવામાં આવે છે. દવા-દારૂ-મન્નત વગેરેનો આધાર લેવામાં આવે છે પણ રાધેને ઠીક થવામાં સમય લાગે છે. ત્યાં સુધીમાં ચીકીત્સાલયમાં કાર્ય કરતા લોકો પણ થાકી જાય છે. અને આ દરમિયાન એક ગીત આવે છે, જેને ઉદિત નારાયણે ડીપ ફીલિંગ્સ સાથે ગાયું છે…

“યે પ્યાર મેં ક્યું હોતા હૈ…” આ ગીત છે “ક્યુ કિસી કો ખુશી કે બદલે ખુશી નહીં મિલતી” આખું ફિલ્મ જોતા જોતા આ સોંગ સુધી ફિલ્મ પહોંચે ત્યારે એકવાર તો ગમે તે માણસના રૂવાંટા ઉભા થઈ જાય!! કદાચ આંખ કોરી હોય પણ દિલ અંદરથી ધ્રુસકેથી રોતું હોય એવું પણ બની શકે….

આ ગીત જોઇને સિનેમાની બહાર નીકળીએ ત્યારે પ્રેમ અને પ્રેમની અનુભૂતિ એકદમ નજીકથી અને હદયસ્પર્શી રીતે થાય છે. આ ફિલ્મ જોઇને નક્કી કરી શકીએ કે, સલમાને આ ફિલ્મનો રોલ નિભાવવા માટે કેટલો પ્રયાસ કર્યો હશે..!!

આ રોલ માટે તેને ખુદ પાગલ બનવું પડ્યું હશે અને નિર્જરાના પ્રેમમાં દુનિયાને ભુલાવી પડી હશે. એક રેગીંગ કરતા છોકરા સાથે જ નિર્જરાને એવો પ્રેમ થાય છે કે વાત જ ન પૂછો!! છેલ્લે સલમાને(રાધે) એવો પ્રેમ નિભાવ્યો કે પાગલ થઇ જવા છતાં નિર્જરાના પ્રેમને ભૂલાવી શક્યો ન હતો.

આવી કંઈક “તેરે નામ” ફિલ્મની કહાની છે. છેલ્લે, ફિલ્મ સ્ટોરીમાં ‘નિર્જરા’ પણ રાધેના વિલાપમાં આત્મહત્યા કરી લે છે. આખું ફિલ્મ અમોસન્સથી ભરપૂર છે. અને એ અમોસન્સને વધારે ડાર્ક બનાવે છે હિમેશ રેશમીયા, સાજીદ-વાજીદ અને વીકી ગોસ્વામીનું મ્યુઝીક.

આ ફિલ્મમાં અને આ જ ફિલ્મમાં સલમાને હટકે રોલ કર્યો છે; જેમાં એ ખુદ પાગલ થયો હશે…

રોચક માહિતીનો ખજાનો મેળવવા માટે ફક્ત ગુજરાતીના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અમે સ્પેશ્યલ તમારા માટે અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment