HAPPY BIRTHDAY SALMAN:😍૧૭ વર્ષથી સલમાન સાથે છે આ વસ્તુ, બચાવે છે દરેક મુશ્કેલીથી.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના દરેક અંદાજ અને આદતની અત્યારે એક અલગ બ્રાન્ડ વેલ્યૂ છે. છેલ્લા થોડા વર્ષોમાં તેની સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ નથી મળી રહ્યા ત્યારે તેની સાથે એવી બે વસ્તુઓ જોડાયેલી છે જે તેની ઓળખાણ બની ગઈ છે. ચાહકોની વિનંતી પર શર્ટ કાઢીને બોડી બતાવવી અને હંમેશા હાથમાં લકી પહેરી રાખવી સલમાનની આદત છે. આ લકીને તે ક્યારેય પોતાનાથી અલગ નથી કરતો.

આ લકી સલમાનને તેમના પિતા સલીમ ખાને આપી છે. સલમાન તેને ગુડલક ચાર્મ માને છે. છેલ્લા 16 વર્ષમાં ભાગ્યે જ કોઈ એવો પ્રસંગ હશે જ્યારે સલમાન આ લકી વગર નજરે પડ્યો હોય. હવે આ લકી તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ છે.

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે ટરકોઈઝને(એક જાતનો કિંમતી રત્ન) ખૂબ જ પાવરફૂલ સ્ટોન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ફેશન, એક્ટિંગ અને ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સ્ટોન ખૂબ જ ફાયદાકારક છે. એનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. એવું પણ કહેવાય છે કે સલમાનની જિંદગીમાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ સ્ટોનની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. પોતાની કરિયરની ધમાકેદાર ઇનિંગ પાછળ પણ આ સ્ટોન હોવાનું કહેવાય છે.

સલમાનની અમુક એવી પણ આદતો છે જે તેની ઓળખાણ બની રહી છે. સલમાન ખાન પોતાની સાથે મોબાઇન ફોન નથી રાખતો. તેની સાથે વાતચીત કરવા માટે તેના નજીકના મિત્રો સાથે વાત કરવી પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાન પાસે પોતાનું કોઈ ઇ-મેલ આઈડી પણ નથી. તેમના ઇ-મેલ ઓફિશિયલ આઇડી પર જ આવે છે. વ્યક્તિગત જીવનમાં તે ઇ-મેલ કે ફોનના બદલે ખુદ લોકોને મળવાનું પસંદ કરે છે.

ફક્ત ગુજરાતી તરફથી સલમાન ખાન ને જન્મ દિવસની ઘણી ઘણી શુભકામનાઓ😍

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો. ખુબ ખુબ આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *