૫ વર્ષમા બજરંગી ભાઇજાન ની મુન્ની એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ છે, તો જાણીએ તેના વિશે

Image Source – Instagram

બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રા ને તેના કામ માટે ખૂબ પ્રશંસા મળી હતી. ફિલ્મમાં સલમાન ખાનની પીઠ ઉપર સવારી કરતી જોવા મળતી નાની હર્ષાલી હવે મોટી થઈ ગઈ છે અને હવે તેને ફોટામાં ઓળખવી પણ તમારા માટે મુશ્કેલ બની શકે છે.

Image Source – Instagram

વર્ષ ૨૦૧૫ માં આવેલી ફિલ્મ બજરંગી ભાઇજાનમાં જોવા મળતી હર્ષાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દિવાળીના તહેવાર હોય કે ભાઈબીજ નો પ્રસંગ, હર્ષાલી ઇન્સ્ટા એકાઉન્ટ દ્વારા ચાહકોને શુભેચ્છા પાઠવી રહી છે.

Image Source – Instagram

તાજેતરમાં જ તેના ભાઈબીજના ફોટા સામે આવ્યા છે જેમાં હર્ષાલી તેના ભાઈને ચાંદલો કરતી જોવા મળે છે.ફોટા ના કેપશન માં હર્ષાલીએ લખ્યું – હેપ્પી ભાઈ બીજ તે વ્યક્તિ ને જે મને ખૂબ ચીડવે છે પરંતુ હું જેને સૌથી વધારે પ્રેમ કરું છું.

Image Source – Instagram

દિવાળી નિમિત્તે પણ હર્ષાલીએ તેના ઘણા ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તે હાથમાં આરતીની થાળી લઈને માથા પર દુપટ્ટો નાખીને નજરે આવી છે. આ બધા ફોટા ઘણા પસંદ કરવામાં આવ્યા છે.

Image Source – Instagram

એક ફોટામાં તે હાથમાં દીવો લઈને નજરે આવી રહી છે તો બીજા ફોટામાં તે ઘર પર રંગોળી બનાવતી નજરે આવી રહી છે. હર્ષાલીએ આ ફોટાને શેર કરતા ચાહકોને હેપ્પી દિવાળી ની શુભેચ્છા પાઠવી છે.

Image Source – Instagram

તમને જણાવી દઈએ કે હર્ષાલી અને તેના ભાઈનું બંધન અદભૂત છે. ભૂતકાળના દિવસોમાં રક્ષાબંધન પર પણ તેને તેના ભાઈની સાથે ફોટા શેર કર્યા છે.

Image Source – Instagram

ફોટાના કેપશનમાં હર્ષાલીએ લખ્યું, ” ઓ મારા ભાઈ હાર્દિક, જ્યાં સુધી તમે મારા જીવનમા છો, મને કોઈ દોસ્તની જરૂર નથી. હેપ્પી રક્ષાબંધન.

Image Source – Instagram

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે અને અમુક ફોટો અમે પ્રતિકાત્મક ફોટો લીધેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *