ગુજરાત ના પાટણ ની એક પ્રાચીન હેરિટેજ જગ્યા – સહસ્ત્રલિંગ તળાવ

Image Source

મંત્ર મુગ્ધ કરી દેનાર રાણી ની વાવ ની પાછળ જ સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. જો આજે પણ તેની  સંરચના તેના સંપૂર્ણ સ્વરૂપમાં હોત, તો તે રાણીની વાવ કરતાં વધુ જોવાલાયક હોત કે નહીં તે ખ્યાલ નથી પરંતુ તે એટલી જ સુંદર અને રમણીય હોત. આ તળાવ નું નિર્માણ રાણી કી વાવ પહેલા કરવામાં આવ્યું  હતુ જે સરસ્વતી નદીના કાંઠે સ્થિત જલ પ્રબંધ ની એક ની બીજી રચના હતી. આ તળાવ એક નહેર દ્વારા સરસ્વતી નદીમાંથી પાણી મેળવે છે. તે ન તો માત્ર નદીના પાણી ને શુદ્ધ કરે છે પણ સાથે જ ખેતી માંટે પણ ઉપયોગી છે.

Image Source

સહસ્ત્રલિંગ તળાવ – ગુજરાતમાં જોવાલાયક સ્થળો

રાણી કી વાવથી સહસ્ત્રલિંગ તળાવ તરફ જતા તમે ભારતીય પુરાતત્વ ના કાર્યાલય અને સંગ્રહાલય પસાર  કરતાં જ તમને દીર્ઘીભૂત ખીણ જોવા મળશે જેના તળિયે પગથિયાં છે. આ ખીણ માં કોઈ પણ ટેકા વગર  કેટલાક સ્તંભો છે. અને ત્યાં એક પ્રાચીન મંદિર જેવું બંધારણ પણ હતું. આ ખીણ ની આસપાસ તમને બીજી ખીણ દેખાશે જે મહેરાબ ના ગેટ જેવી રચના ધરાવે છે.

Image Source

પગથિયાં વાળી વાવ

જેમ જેમ તમે અંદર જશો, તમને તમારી સામે એક વિશાળ અને ગોળાકાર વાળી સીઢીઓ જોશો કે જે સંપૂર્ણ રીતે સૂકી છે. આવી સ્થિતિમાં, આ વાવ એક રંગ ભૂમિ ના મંચ જેવી દેખાતી હતી. જેમાં ફક્ત એક મંચ નો અભાવ હતો. એક જગ્યાએ, આ વાવ ખીણ થી જોડાયેલ છે. આ ખીણ લગભગ આધુનિક પાણી વ્યવસ્થા ના અભિવિન્યાસ જેવી દેખાતી હતી. આગળ જતાં, આ પહોળી ખીણ બીજા છેડે આવેલા મંદિર સાથે જોડાય છે.

અહીં ફરતી વખતે, મેં કેટલાક ગામલોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જેઓ તેમની ગાય અને ભેંસ અહીં ચરાવવા માંટે લાવે છે. તેમણે કહ્યું કે સહસ્ત્રલિંગ તળાવ તો સૂકુ પડેલ છે, તો તમારે ત્યાં જઈ ને શું જોવું છે? અને જ્યારે મેં તેમને ત્યાં સ્થિત મંદિર વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તે કોઈ મંદિર નથી અને ત્યાંથી થોડે દૂર બીજા મંદિર તરફ ધ્યાન દોર્યું. કદાચ તેઓ અમને જણાવવા માંગતા હતા કે આ મંદિરમાં કોઈ પૂજા થતી નથી અને તેથી તેઓએ મને જે મંદિર માં પૂજા પાઠ થાય છે ત્યાં મારુ ધ્યાન દોર્યું.

Image Source

જસમા ઓડન થી સંબંધિત ઉપાખ્યાન

ગામલોકો સાથેની આ વાતચીત દરમિયાન અમને જસમા ઓડન ની વાર્તા જાણવાનો મોકો મળ્યો. જસ્મા ઓડન કૂવો ખોદનારા સમુદાયની એક મહિલા હતી. તત્કાલીન રાજા, મહારાજા સિદ્ધરાજ જયસિંઘ કોઈપણ કિંમતે જસ્મા ઓડન સાથે લગ્ન કરવા માંગતા હતા. મહારાજ દ્વારા બળજબરીથી દબાણ કરવાને બદલે જસમા ઓડને આત્મદહન કરવાનું યોગ્ય માન્યું. પરંતુ સતી થતાં પહેલાં  તેમણે મહારાજને શ્રાપ આપ્યો હતો કે તેઓ હંમેશાં નિ .સંતાન રહેશે અને તેઓ જે કૂવો ખોદી રહ્યા છે તે હંમેશાં નિર્જળ જ રહેશે.

ઉપાખ્યાન અનુસાર, આ શ્રાપ આગળ જતા સાચો બન્યો અને મહારાજા એ આ શ્રાપમાં થી છૂટકારો મેળવવા માટે ઘણા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. કોઈએ તેમને કહ્યું કે જો 32 લક્ષણોવાળી વ્યક્તિ, એટલે કે મંગળ ધરાવતી વ્યક્તિ , એટલે કે સદગુણો વાળા કોઈ વ્યક્તિ ની બલિ ચઢવા માં આવે  તો તે કાયમ માટે આ શ્રાપ માંથી મુક્ત થઈ શકશે. મહારાજે તરત જ 32 લક્ષણોવાળી વ્યક્તિની શોધ ચાલુ કરી. જેના કારણે માયો નામની વ્યક્તિ લાવવામાં આવી હતી અને બલિ ચઢાવવામાં આવી હતી. પછી તેમના નામે અહીં એક મંદિર બનાવવામાં આવ્યું. આ એ જ મંદિર છે જેની આજે ગામલોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. સમયના અભાવને કારણે, હું આ મંદિર ના દર્શન તો ન કરી શક્યો , પરંતુ ગામ લોકો પાસેથી આ મંદિરની વાર્તાઓ સાંભળવાનો પણ એક અલગ અનુભવ હતો.

Image Source

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ નું સંગ્રહાલય

સહસ્ત્રલિંગ તળાવ ની બાજુ માં જ  પુરાતત્ત્વીય સર્વેક્ષણ ની ઓફિસ અને સંગ્રહાલય છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે આ ખુલ્લા સંગ્રહાલયના દ્વારને તાળું લગાવેલ હતું. અમે સંગ્રહાલય ના અધિકારીઓને તે પ્રવેશદ્વાર ખોલે તેવી વિનંતી કરી જેથી અમે સંગ્રહાલય ની મુલાકાત લઈ શકીએ. તેમણે જવાબ આપ્યો કે આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે નથી. હું આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં તેને પૂછ્યું, આ સંગ્રહાલય શેના માટે બનાવાયું છે?

તો તેમની પાસે આનો કોઈ જવાબ નહોતો. આ માણસે ફરીથી અમને કહ્યું કે તેણે આખા જીવન માં આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે ક્યારેય ખોલ્યું ન હતું. મેં તેમને આજ વસ્તુ લેખિતમાં આપવા જણાવ્યું, કે તેઓ આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે નહીં ખોલી શકે. અથવા તો વીડિયો રેકોર્ડિંગ દ્વારા આ વસ્તુ બોલવા કહ્યું.  જેથી હું તેમને દિલ્હી સ્થિત ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણની મુખ્ય ઓફિસમાં મોકલી શકું અને સામાન્ય લોકો માંટે આ સંગ્રહાલયના દરવાજા ન ખોલવાનું કારણ પણ પૂછી શકું. તે પછી, તેમને કેટલાક ફોન અહીં અને ત્યાં કર્યા અને પછી સંગ્રહાલયના દરવાજા ખોલ્યા.

આ સંગ્રહાલય લાંબા સમયથી બંધ હોવાને કારણે તેના કાટવાળું જંગલો થી ખરડાયેલ દરવાજા ને  ખોલવામાં થોડો સમય લાગ્યો હતો. અને દરવાજો ખોલતાંની સાથે જ, લગભગ 20 કે તે થી વધુ લોકો અમારી સાથે અંદર આવ્યા અને તેમને પણ સંગ્રહાલય ની મુલાકાત લેવાની તક મળી. આખા સંગ્રહાલયમાં રાણી ઉદયમતીની મૂર્તિ ક્યાંય જોઈ શકી નહીં, જે મને લાગ્યું કે તે અહીં હશે.તે છતાં  આ સંગ્રહાલયની મુલાકાત લઈને મને ઘણો આનંદ થયો, જેના કારણે આપણે સંગ્રહાલયમાં રાખેલી અન્ય મૂર્તિઓ જોઈ શક્યા.

જો તમે ક્યારેય પાટણ જાવ છો, તો પછી સહસ્ત્રલિંગ તળાવ ની મુલાકાત જરૂર થી લો અને પ્રાચીનઅભિયાંત્રિક સિદ્ધિઓ પણ જુઓ કે જે લોકહિત માટે કરવામાં આવી છે. અને ઉપરોક્ત દરેક વાત અમે ૨૦૧૮ ની કરી રહ્યા છીએ જે કદાચ હમણાં અલગ હોય શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *