ગામડાની મધમાખીઓ શહેરની મધમાખીઓ કરતા વધારે મહેનતી હોય છે, ખોરાક માટે 50 ટકાથી વધારે લાંબી મુસાફરી કરે છે, જાણો કારણ

Image Source

મધમાખીઓ ખાસ વેગલ ડાન્સ કરી એક બીજા સાથે વાત કરે છે. આ વાત મોટાભાગના લોકો જાણે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ તેના વિશે નવો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે, ગામમાં દેખાતી મધમાખીઓ શહેરી મધમાખીઓ કરતા વધારે મહેનતી હોય છે. તે ખોરાકની શોધખોળમાં 50 ટકાથી વધારે લાંબી મુસાફરી કરે છે.

Image Source

સંશોધન કેવી રીતે થયું, તે જાણો

વર્જિનિયા અને રોયલ હોલોવે યુનિવર્સિટીના સંશોધકોએ લંડનમાં મધમાખીઓના 20 મધપૂડાનું વિશ્લેષણ કર્યું. આ મધપૂડામાં 2800 વાર દેખાતા વેગલ ડાન્સને ધ્યાનથી જોયું. મધમાખીઓની પ્રવૃત્તિ પર નજર રાખો.

સંશોધનમાં સામે આવ્યું કે શહેરી વિસ્તારમાં રેહતી મધમાખીઓ ખોરાકની શોધખોળમાં લગભગ 492 મીટરનું અંતર કાપે છે,તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મધમાખીઓ 743 મીટર દૂર સુધી જઈને ખોરાક શોધે છે.

ખાસ વાત એ હતી કે શહેર અને ગામ બંને જગ્યાએ રહેતી મધમખીઓએ જે શુગર ભેગી કરી, તેની માત્રામાં કોઈ મોટો તફાવત નહતો. શહેરમાં રહેલ બગીચા મધમાખીઓને વધારે શુગર ભેગું કરવામાં મદદ કરે છે.

તેથી જ ગામની મધમાખીઓ વધારે મહેનત કરે છે

સંશોધક અલી લીડબિટર કહે છે, અમારો સંશોધન સૂચવે છે કે શહેરના બગીચાઓ મધમાખીઓ માટે હોટસ્પોટ હોય છે, કેમકે આ બગીચામાં ફૂલો ઘણા પ્રકારના આવેલા હોય છે. જ્યારે ગામના કૃષિ વિસ્તારમાં મધમાખીઓને તેમનું ભોજન શોધવા માટે ખાસ મહેનત કરે છે. તેથી તેને અંતર લાંબુ આવરી લેવું પડે છે.

Image Source

મધમાખીઓ વેગલ ડાન્સના માધ્યમે કેવી રીતે ખોરાકનું સ્થાન જણાવે છે

મધમાખીઓ દરરોજ ભોજનની શોધમાં બહાર નીકળે છે. જ્યારે તે તેને લઈને પાછો મધપૂડામાં પહોંચે છે તો બીજી મધમાખીઓને ભોજનના સ્થાન વિશે જણાવે છે. આ જાણકારી આપવા માટે તે વેગલ ડાન્સ કરે છે. મધમાખીના વેગલ ડાન્સને બીજી મધમાખીઓ ધ્યાનથી જુએ છે. તેનાથી તે સમજી શકે છે કે કઈ દિશામાં ભોજન ઉપલબ્ધ છે અને તે કેટલું દૂર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment