હવે ગુજરાતમાં પણ માણી શકાશે રોમેન્ટિક વેકેશન, જાણો અહીંના સુંદર ડેસ્ટીનેશન વિશે 

Image Source

જો તમે ઇન્ટરનેટ ઉપર મિલિન્દ સોમન અને અંકિતા કોનવરથી જોડાયેલી સ્ટોરી વાંચો તો તેમાં તમે જોયું હશે કે આખા ગુજરાતમાં વેકેશન માણી રહ્યા છે.ઐતિહાસીક ઇમારતથી લઈને શિવરાજપુર ના સુંદર બીચ સુધી તેઓ ફરવા ગયા છે. બંન્ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અલગ-અલગ પોતાના ફોટા મૂકી રહ્યા છે અને આપણને જણાવી રહ્યા છે કે ગુજરાતમાં રોમેન્ટિક વેકેશન કરી શકાય છે.

જો આ વાત ઉપર ધ્યાન આપીએ તો આઈડિયા ખરાબ નથી આપણે ગુજરાતના રોમેન્ટિક ડેસ્ટિનેશન વિષે જરૂરથી જાણવું જોઈએ.

તો ચાલો આજે આપણે ગુજરાતના અમુક રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જાણીએ.

Image Source

1 શિવરાજપુર બીચ

  • નજીકનું રેલ્વે સ્ટેશન : દ્વારકા
  • દ્વારકા થી કેટલુ દુર : 12 કિલોમીટર

અંકિતા અને મિલિન્દ ના સૌથી સુંદર ફોટા અહીંના છે તે અહીંના બીચ દ્વારકા શહેર થી 12 કિલોમીટર દૂર છે અને એક સમયે અહીં વિદેશી ટુરિસ્ટની ખૂબ જ બોલબાલા રહેતી હતી. આ બીચ ખૂબ જ સુંદર છે,અને મંદિર તથા દ્વારકામાં જેટલી ભીડ હોય છે તેનાથી થોડી ઓછી ભીડ અહીં તમને મળશે અહીંનો ખૂબ જ સુંદર સનસેટ તમારું મન મોહી લેશે.

Image Source

2 સાપુતારા

  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : સુરત
  • સુરત થી કેટલુ દુર : 164 કિલોમીટર

તે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ઉપર ઉપસ્થિત એક નાનું હિલ સ્ટેશન છે. જે ગુજરાતની શાન પણ છે. કારણ કે અહીં માત્ર એક જ હિલ સ્ટેશન છે જે બોર્ડર ટાઉન મહારાષ્ટ્રથી વધુ નજીક છે પરંતુ તે ખૂબ જ સુંદર છે. જે પણ વ્યક્તિને રણ,સમુદ્ર અને પર્વત ત્રણે વસ્તુ એક જ ટ્રીપમાં જોવા મળશે. તમે આ ત્રણે વસ્તુ એક જ જગ્યાએ જોવા માંગો છો તો તમારા લિસ્ટમાં સાપુતારાને જરૂર શામેલ કરો. અહીં પહોંચવા નો સૌથી આસાન ઉપાય છે સાપુતારા નેશનલ હાઈવે રોડ દ્વારા જવું.

Image Source

3 કચ્છનું રણ

  • સૌથી નજીકનું રેલવે સ્ટેશન: ભુજ
  • ભુજ થી કેટલુ દુર: 70 કિલોમીટર

જો કોઈ ગુજરાતની ખૂબ જ સુંદર જગ્યા વિશે વાત કરે તો મને કચ્છનું રણ યાદ આવશે. આ જગ્યા ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય છે અને વાતાવરણના હિસાબથી તે પાણીથી ઘેરાયેલુ રહે છે. શિયાળામાં રણોત્સવ દેખવા માટે ની મજા જ કંઇક અલગ છે પ્રગમહાલ,વિજય વિલાસ પેલેસ પિંગલેશ્વર બીચ,અને રણ જોવું તથા રાત્રે પોતાના પાર્ટનર સાથે સફેદ ચાંદનીની વચ્ચે ટેન્ટ માં રહેવું ખૂબ જ મજેદાર સાબિત થઈ શકે છે.

Image Source

4 ભુજ

  •  સૌથી નજીકનું રેલવે સ્ટેશન: ભુજ

જો તમે ઐતિહાસીક સ્થાન જોવાનું ખૂબ જ સારું લાગે છે તો ભુજ એક ખુબ જ સરસ સ્થળ છે. તમે અહીં દરેક જગ્યાએ ઘણા બધા કલાક વિતાવી શકો છો. ઊંટની સવારી, જુના બજારમાં ફરવું,રણની યાત્રા, ગુજરાતના રંગોનું સમાગમ અને ઘણી બધી ભીડથી દૂર આ શહેર તમારી માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે.

Image Source

5 ગીર

  • સૌથી નજીકનું રેલવે સ્ટેશન: જુનાગઢ
  • જુનાગઢ થી કેટલું દુર : 80 કિલોમીટર

જો તમે ગુજરાત ની શેર કરી છે, ગિરનાર ગાઢ જંગલ અને અહીંના નેશનલ પાર્ક ફર્યા નથી તો તમે કઈજ ફર્યા નથી. ગીર વાઇલ્ડલાઈફ સફારી અને અહીંના રિસોર્ટ ને તમે હનીમૂન ડેસ્ટિનેશન બનાવી શકો છો. ગીર નેશનલ પાર્ક ગુજરાત ના દરેક મુખ્ય શહેરોથી જોડાયેલું છે અને વિશ્વાસ કરો કે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહી શકે છે.

 આમ તો અમદાવાદ, વડોદરા,જુનાગઢ જેવા ઐતિહાસિક સ્થાન અને સોમનાથ જેવા ધાર્મિક સ્થાન પણ તેમાં ઉપસ્થિત છે. પરંતુ બની શકે છે કે અમુક લોકોને તે રોમેન્ટિક ન લાગે તેવી પરિસ્થિતિમાં તમે આ જગ્યાએ ફરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment