રોલેક્ષ ઘડિયાળનો આ છે ઈતિહાસ – જૈસા દામ વૈસા કામ – ખરેખર જાણવા જેવું છે…

ઘડિયાળની વાત આવે એટલે તેને પહેરવાના શોખીન એક જ નામ બોલે અને પર્સનાલિટીને સુશોભિત કરતી બ્રાન્ડ એટલે “રોલેક્ષ”. રોલેક્ષ કંપની ઘડિયાળ બનાવતી કંપની છે. જેનું સ્લોગન “લક્ઝરી અને એક્સપેન્સીવ વોચ” એવું છે. તેના સ્લોગન માફક ખરેખર આ ઘડિયાળ ખુબ જ લકઝરી પ્રકારની હોય છે. પૈસાદાર વર્ગ તેને ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. આ કંપનીની ઘડિયાળના બધા મોડેલ પસંદ આવી જાય તેવા જ હોય છે.

મોંઘી મોભા માફક આ ઘડિયાળ વ્યક્તિની કિંમત વધારી દે છે. તો આજના સ્પેશિયલ આર્ટીકલમાં રોલેક્ષ ઘડિયાળનો ઇતિહાસ જાણીએ. અમે તો આ માહિતી જાણી લીધી હવે તમને પણ જણાવી દઇએ. તો, આર યુ રેડ્ડી…???

માન્યું કે, રોલેક્ષ ઘડિયાળ એકદમ મોંઘી હોય છે પરંતુ “જૈસા દામ વૈસા કામ” જેવું છે. આ ઘડિયાળ સમુદ્રની અંદર અથવા સૌથી ઊંચી જગ્યા એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર પણ એકદમ ચોક્કસ સમય બતાવે છે. દુનિયાની આ એક જાણીતી એવી બ્રાન્ડ છે, જે લોકો હાથથી બનાવે છે. એટલે કે, રોલેક્ષ ઘડિયાળ ‘હેન્ડ મેડ’ હોય છે છતાં ક્વોલીટીમાં નંબર વન છે. હેન્ડમેડ હોવાને કારણે આ કંપની રોજની ૨,૦૦૦ જેટલી જ ઘડિયાળ બનાવી શકે છે. વધુ જાણકારી તો આગળ મળશે જ એ પહેલા થોડો તેનો ઇતિહાસ પણ જાણીએ.

તો વાત જાણે એમ છે, ૧૯૮૧માં જર્મનીમાં એક નાના ઝુંપડામાં હેન્સ વેલ્સડોર્ફનો જન્મ થયો. દસ વર્ષની ઉમરમાં તે તેના માં-બાપને ગુમાવી બેઠા અને અનાથ બન્યા. જેમ તેમ કરીને શરૂઆતના સમયમાં સરકારી સ્કુલમાં અભ્યાસ કર્યો. ૨૦ વર્ષની ઉંમરે તેને પહેલીવાર ઘડિયાળની દુનિયામાં પગ મુક્યો. પૈસાની તકલીફને કારણે આ બધું બન્યું એવું પણ કહી શકાય!!

આર્થિક નબળી પરિસ્થિતિને કારણે હેન્સના પિતાના મિત્રએ તેને એક ઘડિયાળની કંપનીમાં નોકરીએ રખાવ્યા. ત્યારબાદ ૧૯૦૩માં લંડનની એક ઘડિયાળ બનાવતી કંપનીમાં કામ કરતા કરતા ઘડિયાળ બનાવવાની જીણવટને શીખી ચુક્યા હતા. હવે ધીમે ધીમે સમય આવે છે કંઈક કરવાનો…!!!

૧૯૦૫ના સમયગાળા દરમ્યાન તેના જીજાની મદદથી “વિલ્સડોર્ક એન્ડ ડેવિસ” કંપનીની શરૂઆત કરી. સૌપ્રથમ તો તેણે બહારના દેશોમાંથી ઘડિયાળને ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું. પછી તે ખુદની કંપનીમાં ઘડિયાળ બનાવવા લાગ્યા. આમ, આજ કંપનીને ૧૯૦૮માં રોલેક્ષ નામથી રજીસ્ટર કરાવી. ત્યારબાદ સ્વીત્ઝરલૅન્ડમાં એક કંપનીની ઓફીસ ખોલી લીધી. બાદ ૧૯૧૯માં ઇંગ્લેન્ડ સરકારના વધુ ટેક્સને કારણે લંડન સ્થિત ઓફિસને બંધ કરવી પડી. પણ જીનેવા સ્વીત્ઝરલૅન્ડમાં કામ ચાલુ રાખ્યું. એમ, આજે પણ ત્યાં રોલેક્ષનું હેડક્વાટર ત્યાં જ  છે.

ધીમે ધીમે આખી માર્કેટમાં નામ બનતું ગયું તેમ પ્રોડક્ટમાં સુધારા-વધારા કરી વેચાણ ચાલુ રાખ્યું. ૧૯૨૬માં તેમણે પહેલી વોટરપ્રૂફ ઘડિયાળ બનાવી. જો કે, વિલ્સડોર્ફ એક એવી ઘડિયાળ બનાવવા માંગતા હતા જેને બહારની ઋતુ-મૌસમની જરા પણ અસર ન થાય. પછી સમય જતા  ઘડિયાળમાં અપગ્રેડેશન આવતું ગયું.

૧૯૪૫માં તેમને પહેલું ઘડિયાળનું મોડેલ લોન્ચ કર્યું. જેની જમણી બાજુ તારીખ દેખાતી હતી અને બેસ્ટ ક્વોલીટી જાળવવવા બધા મોડેલ પર અનેક ટેસ્ટ કરાવતા રહ્યા. જેવા કે, હાઈપ્રેશર પાણીનો ટેસ્ટ અને હાઈ એલટીટ્યુડ ટેસ્ટ વગેરે જેવા.

માઉન્ટ એવરેસ્ટની સૌથી વધુ ઉંચાઈએ આ ઘડિયાળને ચેક કરવામાં આવી છતાં પણ એક સેકન્ડનો ફેરફાર પણ ન નોંધાયો. આજ ક્વોલીટીને કારણે રોલેક્ષને દિવસે દિવસે વધુ નામના મળી. ૨૦૦૮થી ભારતમાં પણ આ કંપની આવી.

આજ પૈસાદાર વ્યક્તિઓની પહેલી પસંદ આ રોલેક્ષ કંપનીની ઘડિયાળ જ હોય છે. સમુદ્રની અંદર કે જમીનથી ઉંચાઈએ અને કોઇ પણ જગ્યાએ સચોટ સમય બતાવતી રોલેક્ષ ઘડિયાળ આજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ બની ગઇ છે.

આ રોલેક્ષ કંપનીની જેમ તમારે પણ ખુબ ઉંચાઈએ જવાનું છે. અમને જણાવો કેવો લાગ્યો આજનો આ આર્ટીકલ? મજા આવી કે નહીં? આવી જ દિલચસ્પ માહિતી જાણવા માટે અત્યારે જ લાઇક કરો “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેઇઝને…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close