ગુજરાતના આ મંદિરમાં એકદમ તાત્કાલિક કામ થાય છે – ગુણસદાનું રોકડીયા હનુમાન મંદિર…

‘રોકડીયા હનુમાન’ – લગભગ આ હનુમાનજીના નામથી કોઈ અજાણ નહીં હોય. અને આમ પણ દરેક ગામ કે શહેરમાં શેરીના ખૂણે અથવા સોસાયટીમાં એક હનુમાન મંદિર તો જરૂર થી હોય જ છે. એમ, સામે હનુમાનજી તેના ભક્તોને પણ ખુશ કરવા માટે હંમેશા હાજર રહે છે.

એવા જ એક મંદિર વિશેની માહિતી તમને જણાવવા જઈ રહ્યા છીએ.. અહીં આ મંદિરમાં હનુમાનજીનું નામ ‘રોકડીયા હનુમાન’ છે અને અહીં નામ જેવું જ કામ થાય છે. એટલે કે, આ હનુમાન મંદિરમાં ભક્તોની મનની ઈચ્છા પણ રોકડી અર્થાત્ તાત્કાલિક પૂર્ણ થાય છે.

મંદિરમાં એક વડનું જૂનું પુરાણું વૃક્ષ છે, કહેવાય છે કે હનુમાનજી આ વડ વૃક્ષમાં બિરાજમાન છે. સોનગઢ તાલુકામાં આવેલું ગુણસદા ગામનું આ રોકડીયા હનુમાન મંદિર તેના અનેક પરચાને કારણે ગુજરાત ભરમાં જાણીતું છે.

જી હા, આ મંદિર સુધી પહોંચવા માટે તમારે તાપી મથક સુધી જવું પડશે અને અહીંથી તમે બસ અથવા તમારા પર્સનલ વિહિકલથી આ મંદિર સુધી પહોંચી શકો છો. ઉકાઈ રસ્તે જતા તાપી થી થોડે દૂર ગુણસદા ગામ આવેલું છે. જ્યાં રોકડીયા હનુમાન મંદિર જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે.

૨૫૦ વર્ષ જૂનો છે આ મંદિરનો ઈતિહાસ અને આ મંદિરમાં હનુમાનજીનો સાક્ષાત્કાર છે. હનુમાનજી ભક્તોના ધારેલા કામને પૂર્ણ કરે છે અને ભક્તો હનુમાનજીના આશીર્વાદ મેળવીને ધન્ય થઇ જાય છે. આ મંદિરની એક ખાસિયત એ પણ છે કે, આ હનુમાન તાત્કાલિકના ધોરણે ભક્તોના કામ કરે છે. આ વાત ઘણા ભક્તોએ તેના મુખથી સ્વીકારી છે. એટલે જ આ હનુમાનને ‘રોકડીયા હનુમાન’ કહેવામાં આવે છે અને અહીં કોઇપણ મનની ઈચ્છાને હનુમાનજી સામે રજૂ કરતા તેનો તુરંત ઉપાય નીકળી આવે છે.

ભક્તોને આ મંદિરના અનેક પરચા મળ્યા છે જેને લીધે આ મંદિર પ્રત્યેની શ્રદ્ધા પણ અતૂટ બંધાય છે. અહીંની એક એવી માન્યતા પણ છે કે, મોગલ જેવી મોટી સલ્તનતને પણ પાણી પીવડાવનાર છત્રપતિ શિવાજી પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ગયા છે.

હનુમાનજીના પ્રિય વાર એવા મંગળવાર અને શનિવારના દિવસે આ મંદિરે ઘણા ભક્તો હનુમાનજીના આશીર્વાદ લેવા માટે આવે છે. સાથે ભક્તો અહીં આવીને તેની મનોકામના હનુમાનજીને સાચા મનથી જણાવે છે અને શક્તિશાળી એવા રોકડીયા હનુમાનજી શક્ય તેટલી જલ્દી ભક્તોની મનની ઈચ્છાને પૂર્ણ કરે છે.

અહીં સ્વયંભૂ હનુમાનજી છે અને આ મંદિરની જગ્યા પણ રળિયામણી છે. હર કોઈ વ્યક્તિને આ જગ્યા પર આવવાથી શાંતિનો અહેસાસ થાય છે અને જંગલની વચ્ચે આવેલું આ મંદિર કુદરતી સૌંદર્યનો પણ એક ખજાનો છે.

અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Comment