ગંગા જળ માં હોય છે રોગ ના બેક્ટેરિયા મારવાની તાકાત, હિમાલય થી આવતું હોવાથી તેમાં આવી જાય છે ઔષધીય ગુણ

Image source

વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુ ના ડાબા પગ ના અંગુઠા માંથી નીકળી છે ગંગા.

Image source


હિંદુ ધર્મમાં ગંગા નદી ને દેવી નું રૂપ બતાવ્યું છે. ઘણા બધા તીર્થ સ્થાનો ગંગા નદી ને કિનારે આવેલા છે. જેમાં વારાણસી અને હરિદ્વાર ખાસ છે. ગંગા નદી ને ભારતની પવિત્ર નદીઓ માં સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે એવી માન્યતા પણ છે કે ગંગા નદી મા નહાવાથી માણસ ના બધા પાપ ધોવાઈ જાય છે. મૃત્યુ પછી લોકો ગંગા માં હાડકાનું વિસર્જન કરવાનું જરૂરી મને છે. માનવામાં આવે છે કે આવું કરવાથી મોક્ષ મળે છે. એટલા માટે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ગંગા જળ નો ખાસ ઉપયોગ થાય છે. માનવામાં આવે છે કે ગંગાજળ પીવાથી અને છાંટવાથી પવિત્ર થઈ જવાઈ છે. ગંગા જળ ને પવિત્ર માનવા પાછળ ધાર્મિક કારણો ની સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ છે.

ગંગા નું પૌરાણિક મહત્વ 

Image source

ગંગા નદી સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. ઘણા પુરાણો માં ગંગા ને મંદાકિની સ્વરૂપે સ્વર્ગ માં, ગંગા સ્વરૂપે ઘરતી પર અને ભગવતી સ્વરૂપે નર્ક માં વહેતી નદી બતાવી છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે ગંગા નદી ભગવાન વિષ્ણુ ના ડાબા પગના અંગુઠાના નખ માંથી નીકળી છે. કેટલાક પુરાણો મા બતાવ્યું છે કે શિવજી એ પોતાની જટા માંથી ગંગાને સાત ધારા માં બદલી નાખી જેમાં ત્રણ નલિની, હલદીની અને પાવની પૂર્વ તરફ, ત્રણ એટલે સીતા, ચક્ષુસ અને સિંધુ પશ્ચિમ તરફ વહે છે. તેમજ સાતમી ધારા ભગીરથી બની. કૂર્મ પુરાણ નું કેહવુ છે કે ગંગા નદી સૌથી પહેલા સીતા, અલકનંદા, સુચક્ષ અને ભદ્રા નામની ચાર ધારાઓમાં વહે છે. અલકનંદા દક્ષિણ તરફ વહે છે અને સપ્તમુખોમાં થઈ ને સમુદ્ર માં જાય છે.

આ છે ગંગા જળ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક કારણો 

Image source


૧. લખનઉ ના નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ સંશોધન માં જણાવ્યું કે ગંગા જળ માં રોગ પેદા કરવા વાળી ઈ કોલાઈ બેક્ટેરિયા ને મારવાની ક્ષમતા છે.

૨. વૈજ્ઞાનિકો નું માનવું છે કે ગંગા નું પાણી હિમાલય માંથી આવે છે ત્યારે ઘણા પ્રકારના ખનીજો અને જડી બુટ્ટીઓની અસર આના પર થાય છે. આનાથી તેમાં ઔષધીય ગુણ રહે છે.

૩. ગંગા જળ માં વાતાવરણ માંથી ઓક્સિજન ગ્રહણ કરવાની અદભૂત ક્ષમતા છે. ગંગા ના પાણીમાં ઘણી માત્રામાં સલ્ફર પણ હોય છે, એટલે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતું.

૪. વૈજ્ઞાનિક સંશોધનો માં જાણવા મળ્યું કે ગંગાજળ થી સ્નાન કરવા થી કે ગંગા જળ ને પીવાથી હૈજા, પ્લેગ અને મલેરિયા જેવા રોગોના કીટાણુઓ નાશ પામે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment