રિશી કપૂરે તેના આખરી પળોમાં રણવીરને કર્યો યાદ, અડધી રાત્રે બોલાવ્યો આઈસીયુ વોર્ડમાં

બોલીવુડ જગતમાં હાલ સન્નાટો ફેલાયેલો છે. એક પછી એક ભારતીય સિનેમા ના બે મોટા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઇરફાન ખાનના નિધનની ખબરથી લોકો નીકળી નથી શક્યા ત્યાં જ રિશી કપૂરના નિધન ની ખબરે હચમચાવી દીધા હતા. સંજોગની વાત છે કે બંને એક્ટર કેન્સર ની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. એ કહેવું ગલત નથી કે આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કઈ સારું નથી.

વાત કરીએ રિશી કપૂરની તો તે પાછલા બે વર્ષોથી લ્યુંકેમીયા ને હરાવવામાં લાગેલા હતા, પહેલા ન્યુયોર્કમાં અમુક વર્ષ રહીને તેમણે તેનો ઈલાજ કરાવ્યો અને બાદમાં તે ભારત પાછા આવી ગયા. જયારે રિશી કપૂર ભારત આવી ગયા તો લાગ્યું બધું જ ઠીક થઈ જશે પરંતુ અચાનક થી તેની મૃત્યુએ બધાને હેરાન કરી મુક્યા.

આખરી પળોમાં રણવીરને કર્યો યાદ –

પિતાને અંતિમ વિદાય આપતી વેળાએ રણવીર ઘણો ભાવુક દેખાયો, ત્યાં જ તેની માં નીતું કપૂરનો રોઈ રોઈ ને ખરાબ હાલ હતો. રિશી કપૂરના અંતિમ સંસ્કારમાં જાણીતા લોકો શામેલ હતા. ખબરો મુજબ તેના આખરી પળોમાં રિશી કપૂરે રણવીર ને તેની પાસે બોલાવ્યો અને તેની સાથે ઘણી બધી વાતો કરી.

આઈસીયું વોર્ડમાં બોલાવ્યો –

એક રીપોર્ટ મુજબ રિશી કપૂરને જયારે અહેસાસ થયો કે તેની તબિયત વધુ બગડી રહી છે તો તેમણે અડધી રાત્રે તેના દીકરા રણવીરને આઈસીયુ  વોર્ડમાં બોલાવ્યો. તે ઈચ્છતા હતા કે રણવીર તેની પાસે બેસે. રણવીર સાથે તેની માં નીતુ કપૂર પણ રિશી સાથે બેસી ઘણી વાતો કરી.

જિંદાદિલ માણસ હતા રિશી કપૂર –

રિશી કપૂર તેની જિંદાદિલી અને બેબાક સ્વભાવ માટે જાણીતા હતા. ખબરો મુજબ તેના આખરી પળો માં પણ તે બધાને હસાવી રહ્યા હતા. રિશી કપૂરને ચિન્ટુ ના નામથી પણ ઓળખવામાં આવતા. તે તેનું નીક નામ હતું.

આટલી હીટ ફિલ્મોમાં કર્યું કામ –

રિશી કપૂરે તેના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં લેલા મજનું, રફુચક્કર, સરગમ,કર્જ, પ્રેમ રોગ, નગીના, હનીમુન, ચાંદની, હીના અને બોલ રાધા બોલ જેવી હિત ફિલ્મોનો સમાવેશ થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *