ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારી અનેક રોગોથી મેળવે છે રાહત,જાણો તેના અદ્ભૂત ફાયદા 

Image Source

આયુર્વેદ માં ફુદીના અથવા પીપરમિન્ટ નું ખુબ મહત્વ દર્શાવામાં આવ્યું છે. તમારા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા હોય તો ફુદીના દ્વારા ઘરેલૂ ઉપાયથી તેને સારુ કરી શકો છો. ફુદીના નો પ્રયોગ સ્વાદ અને ઔષધિ માટે તમે ગમે ત્યારે કરી શકો છો. પીપરમિન્ટ સૂકી ખાંસી માટે ખુબ ફાયદા કારક છે કેમકે તેમાં રહેલું મેન્થોલ કમ્પાઉન્ડ આપણા ગળાને રાહત આપે છે. તેની સાથે તે ગળાની બળતરા અથવા કોઈપણ દર્દને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. દિવસમાં બેથી ત્રણ વાર પીપરમિન્ટ નો ઉપયોગ કરવામાં આવે તો તમારી ખાંસી ખૂબ જલદી મટી શકે છે.

ફુદીનામાં એન્ટીવાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે, જે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે સક્ષમ છે.

 ફુદીનામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જેમકે મેન્થોલ,આયર્ન,વસા, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, મેંગેનીઝ,વિટામિન ઈ,વિટામિન એ, રાઈબોફલેવીન અને કોપર જેવા પોષક તત્વો હોય છે. કોરોના સંક્રમણમાં દરેક વ્યક્તિએ પોતાના ડાયટમાં ફુદીના નો સમાવેશ જરૂર કરવો જોઈએ. કારણ કે તે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. કોરોના થી પોતાની સુરક્ષા કરવા માટે તમારે દરરોજ ફુદીનાનું સેવન કરવું જોઈએ.

જાણીએ ફુદીના ના ફાયદા

1. ફુદીનાના તાજા પાન મસળીને બેભાન વ્યક્તિને સૂંઘાડવામાં આવે તો તેમની બેભાન અવસ્થા દૂર થાય છે.

2. જો પેટમાં કૃમિ થઈ ગયા હોય તો ફુદીનાનો રસ પીવડાવો. પેટમાં અપચો થયો હોય તો ફુદીનાનો રસ પાણીમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

3. પેટનો દર્દ અથવા તો અરુચિ માં ત્રણ ગ્રામ ફુદીનાના રસમાં કાળા મરી, જીરુ, હિંગ અને મીઠું નાખીને ગરમ કરીને પીવાથી લાભ થાય છે.

4. પ્રસૃતિ દરમ્યાન ફુદીનાનો રસ પિવડાવવાથી પ્રસૃતિ આસાનીથી થઈ જાય છે.

5. જો તમને વીંછી કરડ્યો હોય તો તે સ્થાન પર ફુદીના નો અર્ક લગાડવાથી તે તેમાં રહેલા ઝેરને ખેંચી લે છે અને દર્દીને રાહત મળે છે.

6. 10 ગ્રામ ફૂદીનો અને 20 ગ્રામ ગોળને પાણીમાં ઉકાળીને પીવાથી વારંવાર અંબોઇ ખસી જાય તેમાં રાહત મળે છે.

7. પેટની ગરમીને ઓછી કરવા માટે ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. તથા પેટની કોઈપણ સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ફુદીનો ખૂબ લાભકારી નીવડે છે. અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.

8. આખો દિવસ બહાર રહેવાવાળા લોકો ને પગ ના તળિયા ની બળતરા ની તકલીફ રહે છે એવામાં ફ્રિજ માં મુકેલા ફુદીનાને પીસીને તળિયા પર લગાવવાથી ખૂબ રાહત થાય છે. અને તેનાથી પગની ગરમી પણ ઓછી થઈ જાય છે.

9. સુકવેલા ફુદીનાના પાન છાસ, દહીં અથવા કાચી કેરીના બાફલામાં ઉમેરીને પીવાથી પેટ માં થતી બળતરા દૂર થાય છે અને ઠંડક મળે છે. તથા ગરમ હવા અને લૂથી પણ બચી શકાય છે.

10.જો તમને ગાળામાં ટોન્સિલ્સ ની તકલીફ હોય તો અને તેનાથી થતા સોજા થી તમે હેરાન થાવ છો તો ફુદીનાના રસમાં પાણી ઉમેરીને તેના કોગળા કરવા તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

11. ઉનાળામાં ફુદીનાની ચટણી દરરોજ ખાવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે. ફુદીનો, મરી, હિંગ,સિંધવ-મીઠું જીરુ,આ બધાને મિક્સ કરી ચટણી બનાવો. આ ચટણી પેટના ઘણા રોગોને સારા કરે છે અને તે સ્વાદિષ્ટ પણ હોય છે ભૂખ ન લાગે અથવા અરુચિ લાગે તો આ ચટણીનું સેવન કરવાથી ભૂખ પણ સારી લાગે છે.

12. ફુદીનાના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ઘણા પ્રકારના ચામડીના રોગોમાં રાહત મળે છે. ઘા ભરવા માટે પણ આ લેપ ખૂબ ઉત્તમ છે. આ સિવાય આ લેપને ચહેરા પર લગાવવાથી ત્વચાની ગરમી ઓછી થઈ જાય છે તથા તમે તાજગીનો અનુભવ કરશો.

13. ફુદીના ના પાન અને આદુનો રસ એક ચમચી મધમાં ઉમેરીને ચાટવાથી ખાંસી મટી જાય છે. અને તમે વારંવાર હેડકી આવવા થી પરેશાન છો તો ફુદીનાના પાન સાથે ખાંડ ઉમેરીને ધીમે ધીમે ચાવવાથી હેડકી બંધ થઈ જશે.

14. ફુદીના નું નિયમિત સેવન કરવાથી તમે કમળા જેવી બીમારીથી દુર રહો છો. તેની સાથે જ મૂત્ર સંબંધિત બીમારીઓમાં પણ ફુદીના નો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

15. પીપરમેન્ટ ટી(ફુદીના નો અર્ક): જો તમને પીપરમેન્ટ ની પસંદ છે તો તમે ગ્રીન ટી ના બદલે તેને અમુક વખત પી શકો છો. આ બંને ચા તમારા પાછળ ને સુધારવા માટે ખૂબ ફાયદાકારક છે. પીપરમેન્ટ ના પાન આ ચા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ગરમ અથવા તો ઠંડી પી શકાય છે.

કેવી રીતે બનાવવી પીપરમેન્ટ ટી

આ ચાને બનાવવા માટે એક ચમચી તાજા અથવા સૂકવેલા પીપરમેન્ટ ના પાન ઉકળતા પાણીમાં નાખો ત્યારબાદ તેને પાણીમાં ચાર થી પાંચ મિનિટ માટે રહેવા દો ત્યારબાદ તેને ગાળીને તેમાં મધ ઉમેરીને પીવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment