ગરીબ અને અમીર વચ્ચે માત્ર આટલો જ ફરક છે – જુઓ તો ખબર પડે – તમે ગરીબ છો કે અમીર

આજના સ્પેશ્યલ આર્ટીકલમાં અમે ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ સમજાવવાનો પ્રત્યન કરેલ છે. પણ ખાસ ધ્યાન આપો કે, અમે અહીં પૈસાની કેપેસિટીથી નહીં પણ વિચારોની દ્રષ્ટીએ ગરીબ અને અમીરનો તફાવત સમજાવીશું.

Source : newstrend

માણસના સમગ્ર જીવનકાળ દરમિયાન અમીર વિચાર જ અમીર બનાવ છે. અમુક લોકોની ગરીબ વિચારસરણી ખુદને તેની વાસ્તવિકતાથી દુર રાખે છે. સાચું શું છે? એ ક્યારેય ખબર પડવા દેતી નથી.

વ્યક્તિ પૈસાથી ગમે તેટલો આગળ પડતો હોય પણ મનનાં વિચારથી જો નબળા દેખાય તો તેનું સ્થાન શૂન્ય બરાબર છે. પછી ભલે ને એ રંક હોય કે રાણો…!!

આજના આર્ટીકલમાં થોડી સામાન્ય ધોરણે થતી ચર્ચાને સહારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેને કારણે વિચારને બદલાવી શકાય અને જીવનમાં પ્રગતીને સર કરી શકાય. તો આર યુ રેડ્ડી…????

૧. પહેલી વાત છે જે ગરીબ લોકો વધારે પસંદ કરે છે. જે છે “સ્પોર્ટ”. એ પણ રમવાનું નહીં પણ  ફક્ત જોવાનું.

Source : livemint

ગરીબ લોકો સૌથી વધારે તેમનો સમય બર્બાદ આમાં કરી દે છે. મેચ જોવાને લીધે તો કરે જ છે પણ ઉપરથી મેચ પૂરો થયા પછીના પોગ્રામ જોવામાં કરે છે. ચાર-પાંચ લોકો મળીને ફરીથી એ જ મેચ વિશેની ટિપ્પણીઓ કરતાં રહે છે. જયારે અમીર લોકો પાસે પોતાના કામ સિવાય અન્ય જગ્યાએ ટાઇમ પસાર કરવાની ફુરસત હોતી નથી.

૨. બીજી વાત છે  – ટેલીવિઝન અને સોશિયલ મીડિયા.

Source : livemint

ગરીબ લોકો આ બે વસ્તુનો ઉપયોગ સૌથી વધુ કરે છે. માન્યું ચાલો કે, ફ્રિ ટાઇમમાં મનોરંજન કરવું જોઈએ. પણ એ માટે જરૂરી કામ પર ધ્યાન ન દેવું અને કારણ વગરનો તેના પર સમય પસાર કરવો એ પણ બર્બાદીના રસ્તે લઇ જતો જ રસ્તો છે. જયારે અમીર લોકો જરૂર પુરતો જ ઉપયોગ કરે છે. જેને લીધે ખુદને ફાયદો હોય છે.

સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાની ટેવ પડી જાય પછી કોઈ કામમાં ધ્યાન લાગતું નથી અને વારે વારે મોબાઈલને જોતું રહેવાની આદત પડી જાય છે. અમીર લોકો ટીવી જોવાને બદલે ટીવી પર આવવાનું વધારે પસંદ કરતાં હોય છે. દિન પ્રતિદિન તેની ઈચ્છા પૂરી કરવા મારે મહેનત કરતાં રહે છે. જે એક દિવસે તેની સફળતાને જરૂર પાર કરાવે છે.

૩. ત્રીજી બાબત છે – “આળસ”.

Source : indiatoday

ગરીબ લોકોનું ગરીબ રહેવાનું મુખ્ય કારણ છે તેમની આળસ. જેને કારણે તેને ભૂતકાળમાં ઘણું ગુમાવ્યું હોય છે અને આવનાર ભવિષ્યમાં પણ ઘણું ગુમાવવાના હોય છે. જયારે અમીર લોકોના મનમાં સ્ફુરણ થતાં વિચારને તરત જ(ઈન્સ્ટન્ટ) યાદીમાં નોંધ કરી લે છે. બાદમાં તેના પર કામ કરવાનું વિચારે છે. જે એક દિવસની સફળતા પ્રાપ્ત કરાવે છે. અમીર લોકોની એવી ખાસ નોંધનીય બાબત હોય છે, જે નાની ઉંમરમાં જ ઘણાખરા કિસ્સાઓમાંથી બહાર નીકળીને નવા કિસ્સાઓમાં પોતાનું નામ નોંધાવે છે.

૪. ચોથો પોઈન્ટ છે – “જવાબદારી”.

Source : socialpost

ગરીબ લોકો હંમેશા પોતાની જવાબદારી બીજા પર મુકતા હોય છે. જેમ કે, ટીચરને કારણે ફેઈલ થયો, તેને મારૂ કામ ન કર્યું એટલે હું આ ન કરી શક્યો વગેરે… એમ, અમીર લોકો પોતાની જવાબદારી જાતે જ ઉઠાવે છે. કોઈ કામમાં તેમની ક્યાં ભૂલ રહી ગઈ હતી તે શોધીને આગળ વધે છે.

આવ્યું ને હવે યાદ!!! તમારે એકપણ વિચારને ગરીબ માફક મનમાં નથી લાવવાનો. જીવવું છે તો પહેલા સારા વિચારને મનમાં લાવતા શીખો. શક્ય તેટલો સમયનો ઉપયોગ કરતાં શીખો. સમયને ઓળખીને ચાલો તો ક્યારેય સમય તમને દગો આપશે નહીં. અંતે મહત્વનું એક વાક્ય યાદ રાખવું. “બધો સમય અનુકૂળ જ છે  – જો આપણે બધે અનુકુળ થતાં શીખી જઈએ તો”.

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમ તમને બેસ્ટ ઓફ લક કહે છે. કરો આજથી નવી શરૂઆત અને અમારા પેઇઝને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય….બાય…

Author : Ravi Gohel

All Copyright Received

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *