રેસ્ટોરન્ટમાં મળતા સૂપથી વધુ ટેસ્ટી ટમેટાનો સૂપ – ઘરે જ બનાવો એકદમ સરળ રીત છે

રેસ્ટોરન્ટમાં ટમેટાનો સૂપની મજા માણી હશે. પણ રેસ્ટોરન્ટના સૂપથી પણ બેસ્ટ સૂપ બનાવવું હોય તો આ રહી સિક્રેટ રેસીપી, જેનાથી સૂપને જબરદસ્ત ટેસ્ટી બનાવી શકાય છે. જો તમે આ આર્ટીકલને અંત સુધી વાંચીને જણાવ્યા મુજબ ટમેટાનું સૂપ બનાવશો તો રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવાનું ભૂલી જશો.

સામગ્રી :

 • ૧ કિલો ટમેટા
 • ૧ ડુંગળી(જીણું કટિંગ કરેલ)
 • ૪ કળી લસણની
 • ૧ ઇંચ જેટલું આદુ
 • ૧ બીટ
 • ૩ આંબળા(ઠળિયા કાઢી નાખવા)
 • ૨ ગાજર
 • ૧/૨ બટેટુ
 • ૧ ચમચી લીંબુનો રસ
 • સ્વાદ મુજબનું નમક
 • ૧ ચમચી ખાંડ
 • ૧ ચમચી તીખાનો પાઉડર
 • ૧ સ્લાઈસ બટર
 • ૧ તજપતું
 • ૧/૨ લીટર પાણી
 • પ્રેશરકૂકર
 • અડધી ચમચી ગરમ મસાલો

સામગ્રીનું લીસ્ટ જોયા પછી સૂપને બનાવવાની ટેકનીક પણ જોઈ લઈએ. સાવ સરળ રીતે છે જેનાથી ઘરે જ ટેસ્ટી સૂપ બનાવી શકાય છે.

 • ટમેટાને ધોઈને નાના કટકા કરી નાખો.
 • દરેક પ્રકારની શાકભાજીને નાના ટુકડામાં કાપી લો.
 • મોટાભાગના લોકો ટમેટાનું સૂપ બનાવવા ખુલ્લા વાસણનો ઉપયોગ કરે છે. પરંતુ વધુ સ્વાદિષ્ટ સૂપ બનાવવા પ્રેશરકૂકરનો ઉપયોગ કરવો જોઈએ.
 • આવું કરવાથી બધી શાકભાજી સારી રીતે ગળી જાય છે. ઉપરાંત વરાળનું પાણી છૂટે નહીં.
 • ધીમા ગેસની જ્વાળાએ કૂકરને ગરમ કરો. તેમાં બટરને ગરમ કરો.
 • બટર ઓગળે કે તરત જ તજપતા, ડુંગળી, ગાજર, આદુ નાખીને ૨-૩ મિનીટ સુધી પકાવો.

પછી કૂકરમાં આંબળા અને બટેટાનો છૂંદો નાખો. તેને ૨-૩ મિનીટ સુધી પાકવા દો.

ત્યારબાદ વારી આવશે ટમેટાને ઉમેરવાની.

 • ઉપરથી  જોઈતા સ્વાદ મુજબનું નમક અને ગરમ મસાલો ઉમેરો.
 • પાંચ મિનીટ સુધી ચૂલો ચાલુ રાખીને બધા મિશ્રણને બરાબર પકાવો અને બધું ગળી જાય ત્યાં સુધી રાહ જોવો.
 • જેવું અહીં સુધીનું કામ બરાબર થઇ જાય ત્યારબાદ તેમાં પાણી નાખીને કૂકરના ઢાંકણને બંધ કરી દો.
 • પાંચ-૬ સીટી વાગે ત્યાં સુધી મીડીયમ ગેસની જ્યાળા રાખો.
 • સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી દેવો અને કૂકરમાંના પ્રેશરને બહાર નીકળી જવા દો.
 • કૂકર ખોલીને ૧૫ મિનીટ સુધી શાકભાજી ઠંડુ થવા દો.
 • ઠંડા થઇ ગયેલ શાકભાજીને મિક્સચરમાં નાખીને ફેરવી લો. ત્યારબાદ પ્રેશરકૂકરને ધોઈને ફરીથી ગેસ પર મુકો.
 • સૂપને કૂકરમાં ઉમેરો. પણ ગાળીને ઉમેરો જેનાથી ટમેટાના બી બહાર નીકળી જાય.
 • ત્યારબાદ તેમાં તીખાનો પાઉડર, ખાંડ, લીંબુનો રસ ભેળવીને સારી રીતે મિશ્ર કરો.
 • એક ઉભરો આવ્યા બાદ કૂકરને ગેસ પરથી ઉતારી લો.
 • બાઉલમાં કાઢી લીધા બાદ તેના પર થોડું ચીજ ઉપરથી ઉમેરી શકાય છે.

તૈયાર છે સ્વાદિષ્ટ સૂપ. જેનો સ્વાદ રેસ્ટોરન્ટમાં મળતા ટમેટાના સૂપ કરતા પણ મજેદાર હશે. આમ, ઘરે જ બનાવેલા ટમેટાના સૂપથી ઘરના સભ્યોને ચકિત કરી શકાય છે. ગૃહિણી જો આ પ્રકારના સૂપને બનાવીને ઘરના સભ્યોને ટેસ્ટ કરાવે તો આખું ઘર આંગળા ચાટતું રહી જશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *