ઉધરસ ને મટાડવાના ઘરેલુ 7 રામબાણ ઈલાજ

Image source

ઉધરસ એક ખુબજ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા થાય છે જ્યારે તમારી શ્વાસ ની નળી માં કઈક અટકી જાય છે ત્યારે આપણું મગજ શરીર ને ઉધરસ થવાનો સંકેત આપે છે જેથી આ મુસીબત દૂર થઈ શકે.

ઉધરસ ની સમસ્યા શરદી, તાવ, ધૂમ્રપાન કરવાથી અને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ જેવી કે, અસ્થમા, ટીબી અને ફેફસાનું કેન્સર વગેરે ના કારણ પણ હોઈ શકે છે.

આના કેટલાક લક્ષણો છે જેમ કે ગળા મા ખંજવાળ, છાતીમાં દુખવું અથવા અકળામણ. તમે કેટલાક ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરીને આ ઉધરસ ની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.

1 હળદર

Image source

હળદર ઉધરસ માટે એક રામબાણ ઔષધિ છે, ખાસકરીને સૂકી ઉધરસ માટે.

 • અડધો કપ પાણી ને હુંફાળું ગરમ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી હળદર પાવડર અને એક ચમચી મરી મિક્સ કરો. તમે આમાં તજ ના ટુકડા પણ ઉમેરી શકો છો. હવે તેને બે ત્રણ મિનિટ ઉકળવા માટે મૂકી દેવું જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરો. તમારે મિશ્રણ નું સેવન સ્થિતિ સુધરે ત્યાં સુધી દરરોજ કરવું જોઈએ.
 • આ ઉપરાંત તમે હર્બલ ટી બનાવીને પણ પી શકો છો. એના માટે એક કપ પાણી માં એક ચમચી હળદર અને એક ચમચી અજમા ઉમેરીને ઉકળવા માટે મૂકી દો જ્યાં સુધી ચોથા ભાગ નું પાણી ન વધે .હવે આ મિશ્રણને ઠંડુ કરીને એમાં મધ ઉમેરીને આનું સેવન કરવું. તમે આ મિશ્રણ નું સેવન દિવસ માં બે અથવા ત્રણ વાર કરી શકો છો
 • હળદર ને ઉપયોગ કરવાનો એક બીજો રસ્તો પણ છે કે તમે એક શુદ્ધ હળદર લઈને એને ધીમા તાપે શેકો. હવે તેને મિક્સર માં નાખીને પાવડર તૈયાર કરી લો અને આ પાવડર માં પાણી અને મધ ઉમેરીને દિવસ માં બે વાર સેવન કરો.

2. આદુ

Image source

ઉધરસ થી રાહત મેળવવા માટે આદુ એક ખુબજ પ્રખ્યાત દવા છે.

 • તાજા આદુ ના નાના નાના ટુકડા કાપીને એને થોડું વાટવું. હવે તેને પાણીમાં ઉમેરીને થોડા સમય માટે ઉકળવા દેવું. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેનું સેવન કરવું.
 • દિવસ માં ત્રણ ચાર વખત આનું સેવન કરવાથી ગળામાં ખરાશ, સતત થનારી ઉધરસ અને છાતીમાં અકળામણ થી રાહત મળશે. તમે આમાં લીંબુ નો રસ અને મધ પણ ઉમેરી શકો છો.
 • ઉધરસ થી રાહત મેળવવા માટે તમે તાજા કાચા આદુ નું સેવન કરી શકો છો.

3. લીંબુ

Image source

ઉધરસ ને સારી કરવા માટે લીંબુ નો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. લીંબુ માં વિટામિન સી હોય છે જે ચેપ થી લડવામાં ધણી મદદ કરે છે અને લીંબુ માં એવા ગુણ હોય છે જે સોજા ને ઓછું કરે છે.

 • બે ચમચી લીંબુ અને એક ચમચી મધ ઉમેરી એની એક ઉધરસ ની દવા તૈયાર કરો. હવે આ મિશ્રણ નું સેવન દિવસ માં બે ત્રણ વાર કરો.
 • લીંબુ નો ઉપયોગ કરવાની બીજી રીત છે કે લીંબુના રસમાં થોડુક મધ ઉમેરો અને તેમાં એક ચપટી લાલ મરચાના પાવડર સાથે એક મિશ્રણ તૈયાર કરી લેવું અને આનું સેવન કરવું.

4. લસણ

Image source

લસણ માં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ્લસ ગુણ મળી આવે છે જે ઉધરસ થી લડવામાં મદદરૂપ હોય છે.

 • એક કપ પાણી માં લસણની ૩-૪ કળીઓ અને એક ચમચી ઓરેગાનો ઉમેરો અને ઉકાળી લેવું. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. આ તમારી શ્વાસ ને લગતી તકલીફ દૂર કરશે અને ઉધરસ ના લક્ષણો ને ઓછું કરશે.
 • આ સિવાય તમે લસણ ની એક કળી લઈને તેને પીસી લો. અને તેમાં ત્રણ થી ચાર ટીપા લવિંગ ના તેલ ની સાથે સાથે થોડુક મધ ઉમેરી દો. આ મિશ્રણ નું સેવન કરવાથી તમારી ઉધરસ ની સમસ્યા અને ગળા ની ખરાશ થી રાહત મળશે.

5. ડુંગળી

Image source

તમને આ જાણીને હેરાની થશે કે ઉધરસ ની રાહત માટે ઘરેલુ ઉપાય માંથી એક ઉપાય ડુંગળી કાપવાનું પણ છે. ડુંગળીની ગંધની હાજરીમાં શ્વાસ લેવાથી ઉધરસ ને અટકાવવામાં મદદ મળે છે.

 • અડધી ચમચી ડુંગળી ના રસ માં એક ચમચી મધ ઉમેરી આ મિશ્રણ નું સેવન કરો. દિવસ માં બે વાર આ મિશ્રણ નુ સેવન કરવાથી તમારા ગળા ને આરામ મળશે અને ઉધરસ થી રાહત થશે.
 • આ સિવાય થોડા પાકેલા ડુંગળી ના રસ માં મધ ઉમેરીને એની ચા બનાવીને પીવાથી પણ સૂકી ઉધરસ થી આરામ મળે છે.

6. દૂધ અને મધ

 • Image source
  સૂકી ઉધરસ, છાતીમાં દુખવું અને સતત ઉધરસ થી રાહત મેળવવા માટે મધ અને હળવું ગરમ દૂધ વાપરી શકાય છે.
 • સારા પરિણામ માટે આ મિશ્રણ નું સેવન સૂતા પહેલા કરો.
 • મધના ગુણના વધારાના ફાયદા માટે ખાલી પેટ એક ચમચી મધ નું સેવન ચોક્કસપણે કરો. આ લાળને સાફ કરીને તમારા ગળાને આરામ આપવામાં મદદ કરશે.

7. લાલ મરચું

Image source

સતત ઉધરસ થી છાતી ની પીડા દૂર કરવા માટે તમે લાલ મરચાનો ઉપયોગ પણ કરી શકો છો.

 • આ માટે ચોથા ભાગનું લાલ મરચું ચોથા ભાગનું પીસેલું આદુ , એક ચમચી મધ , એક ચમચી સફરજન નો રસ અને બે ચમચી પાણી ઉમેરીને આનું એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણ નું દિવસ માં બે અથવા ત્રણ વાર સેવન કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment