શુષ્ક ત્વચા માટે આપનાવો આજે જ આ ઘરેલુ ઉપાય

શિયાળા માં સૂકી ત્વચા એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઠંડી અને શુષ્ક હવા ત્વચા ના ભેજ ને નાશ કરી ને તેને સૂકી બનાવી દે છે. સૂકી ત્વચા ના અમુક બીજા કારણો છે, જેમ કે વધતી જતી ઉંમર, પોષણ ની ઉણપ અને આનુવંશિક મુશ્કેલીઓ.

સૂકી ત્વચા કે શુષ્ક ત્વચા થી છુટકારો મેળવવા માટે બજાર માં ઘણા પ્રકારના લોશન અને મોઈશ્ચરાઇઝેર મળે છે. પરંતુ તેના ભાવ બહુ વધુ હોય છે. ઘરેલુ ઉપાયો સસ્તા હોવાની સાથે સૂકી ત્વચા ને સ્વસ્થ સ્થિતિ મા પાછી પોષીત અને હાઇડ્રેટ કરવામાં પણ ખૂબ અસરકારક છે.

ઓલિવ નું તેલ.

Image source
ઓલિવ ના તેલ મા ઘણા એન્ટી ઓક્સિડન્ટ અને સ્વસ્થ ફેટી એસિડ હોય છે જે તમારી ત્વચા માટે સારું છે. આ તમારા આખા શરીર માં સૂકી ત્વચા ને ભેજ આપી ને શાંત કરી શકે છે.

તમારા નિયમિત મોઈશ્ચરાઇઝર માં એક ચમચી ઓલિવ ના તેલ ને ભેળવી લો. નાહ્યા પહેલા લગભગ અડધો કલાક પહેલા તમારા હાથ, પગ અને સૂકી ત્વચા વાળા બીજા ભાગો પર ઓલિવ નું તેલ ઘસો. અને હળવે થી મસાજ કરો. નાહ્યા પછી થોડું મોઈશ્ચરાઇઝ લગાવો.

બે મોટી ચમચી ઓલિવ નું તેલ , ચાર મોટી ચમચી બ્રાઉન ખાંડ અને એક મોટી ચમચી મધ ભેળવો. થોડી મિનિટો માટે હળવા હાથે તમારી સૂકી ત્વચા પર આ ઘરે બનાવેલા સ્ક્રબ ને ઘસો. નાહ્યા પછી થોડું મોઈશ્ચરાઈઝ લગાવો.

દૂધ ની મલાઈ.

Image source

દૂધ ની મલાઈ માં રહેલ લેક્ટિક એસિડ સૂકી ત્વચા ને દૂર કરવામાં મદદ કરે છે. દૂધ ની મલાઈ ત્વચા ની નાજુક પીએચ ને જાળવી રાખવામાં મદદ કરે છે. દૂધ ની મલાઈ એક સારા મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે.

લીંબુ ના રસ ના થોડા ટીપા, એક ચમચી દૂધ અને બે ચમચી દૂધ ની મલાઈ ને એકબીજા સાથે ભેળવી દો. હવે તેને તમારા હાથ અને પગ પર ઘસો. નાહ્યા પહેલા તેને થોડી વાર માટે રહેવા દો. આ ઉપાય ને દરરોજ એક વાર કરવું.

ત્રણ થી ચાર મોટા ચમચા ચણા ના લોટ મા દૂધ ની મલાઈ ભેળવો અને તેનું ધાટુ પેસ્ટ બનાવી લો. પેસ્ટ ને તમારા મોઢા, હાથ અને પગ પર લગાવો. આને ૧૫ મિનિટ સુકાવા માટે રાખી દો અને પછી તેને હુફાળા પાણી થી ધોઈ લો. આ ઉપાય ને દિવસ માં એક વાર કરો.

દૂધ.

Image source
દૂધ મા એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે સૂકી અને ખુજલી વાળી ત્વચા થી છુટકારો મેળવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત , દૂધ મા રહેલ લેક્ટિક એસિડ મૃત ત્વચાની કોશિકાઓ ને દૂર કરે છે અને ત્વચા ના ભેજ ને જાળવી રાખવાની ક્ષમતા વધારે છે. સાથે, આ તમારા રંગ ને સાફ રાખવામાં મદદ કરે છે.

ઠંડા દૂધ મા એક ધોયેલું કપડું પલાળી ને કપડા ને તમારી સૂકી ત્વચા પર પાચ થી સાત મિનિટ સુધી રાખો. હવે આ દૂધ ને હળવા હૂંફાળા પાણી થી પલાળતા બીજા કપડાં થી ધોઈ લો. આ રીતે પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર તમારી ત્વચા પર બની રહેશે. આવું દર બીજા દિવસે કરો.

ચાર મોટી ચમચી દૂધ મા ગુલાબ જળ ના થોડા ટીપા નાખો. આ મિશ્રણ ને આખા શરીર પર ધસો. આને ૧૦ મિનિટ સુધી રહેવા દો અને તમારા શરીર ને ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાય ને દિવસમાં બે વાર અપનાવો.
મધ.

Image source

મધ ને એન્ટી ઓક્સિડન્ટ અને રોગનુંરોધી ગુણો થી ભરપુર સૌથી સારું પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે.આ રીતે, આ તમારી ત્વચા ને અતિશય નરમ અને ચીકણી બનાવવા માટે ભેજ ને જાળવી રાખે છે.સાથે જ, મધ માં જરૂરી વિટામિન અને પોષક તત્ત્વો હોય છે જે તમારી ત્વચા ના સ્વાસ્થ્ય ને સારું બનાવવામાં મદદ કરે છે.નાહ્યા કે શાવર લીધા પહેલા આખા શરીર પર મધ ને ઘસો અને પાચ મિનિટ માટે રાખી દો. સારી રીતે ભેજ વાળી ત્વચા નો આનંદ લેવા માટે દરરોજ કરો.

કાચું મધ, મિણ અને ઓલિવ તેલ ને સરખા ભાગ માં ભેગુ કરો. હવે ધીમા તાપે નાના વાસણ મા મિણ ને પિગાળી લો. હવે આને મધ અને પછી ઓલિવ ના તેલ મા ભેળવો. આ મિશ્રણ ને આખા શરીર પર લગાવો અને ૧૦ મિનિટ માટે રહેવા દો. પછી નાહી લો. આ ઉપાય દરરોજ કે પછી દર બીજા દિવસે કરો.

નારિયેળ નું તેલ.

Image source
સૂકી ત્વચા ના ઉપાય માટે નારિયેળ નું તેલ ખરેખર સારું છે. આમાં ફેટી એસિડ ની પ્રમાણ સારી માત્રામાં હોય છે. જે ત્વચા માંથી ભેજ નું કોઈપણ પ્રમાણ ઘટાડે છે.

સૂતા પહેલાં તમારા આખા શરીર પર ગરમ નારિયેળ નું તેલ લગાવો. સવારે તેને ધોઈ લો. તમારી ત્વચા ને મુલાયમ અને ચીકણી બનાવવા માટે આવું દરરોજ કરો.

નાહ્યા કે શાવર લીધા પછી તમારી સૂકી ત્વચા પર નારિયેળ નું તેલ લગાવો. જ્યારે ત્વચા ગરમ હોય છે અને અને તમારા નહાવાથી નરમ થઇ જાય છે, તો નારિયેળ નું તેલ વધુ શોષિત થઈ જાય છે. આવું દરરોજ કરો.

બદામ નું તેલ.

Image source

બદામ નુ તેલ વિટામિન ઈ નું એક ઉત્તમ સ્ત્રોત છે અને એટલા માટે સૂકી ત્વચા ને ઓછી કરવા માટે આને સૌથી સારું મોઈશરાઇઝર માનવામાં આવે છે. આ ઉપરાંત તેનું એન્ટી ઓક્સિડન્ટ ગુણ તમારી ત્વચા ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કેમ કે આ તેલ ચીકણું નથી હોતું અને ત્વચા માં સારી રીતે શોષાઈ જાય છે.

શુદ્ધ બદામ નું તેલ હળવું ગરમ કરો. શાવર લેવાના અડધા કલાક પહેલા તમારા શરીર પર હળવા ગરમ તેલ થી મસાજ કરો. ત્યાર બાદ જો ત્વચા થોડી ભેજ વાળી લાગે તો થોડી મોઈશ્ચરાઇઝર કરી લો. આને દરરોજ એક વાર કરો.

 સૂતા પહેલાં એક ગ્લાસ બદામ ના તેલ ની સાથે ભેળવેલું એક ગ્લાસ દૂધ પીઓ. સ્વસ્થ ત્વચા મેળવવા માટે આ ઉપાય દરરોજ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો..

આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment