પાપડ ખાવાના શોખીન યાદ રાખી લો – આ બીમારી કાયમી ઘર કરી શકે છે. તેનું કારણ માત્ર – “પાપડ…”

જમવામાં ભલે ગમે તેટલી વાનગી હોય પણ સાથે છાશ તો જોઈએ. એવી બીજી કેટેગરીના લોકો જમવામાં ગમે તેટલી આઇટેમ હોય પણ સાથે પાપડ તો જોઈએ. પાઉભાજી હોય કે દાળ-ભાત સાથે પાપડ વગરનો જમણવાર જામે નહીં.

પણ પાપડ ખાવાના શોખીનો ખાસ આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલે નહીં. કારણ કે આજ તમને એક તથ્ય જણાવવું છે, જે જાણીને તમે ખુદ ચેતી જશો. ભોજનના સ્વાદમાં વધારો કરતો પાપડ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ક્યારેક પાપડ ખાવામાં કોઈ વાંધો નથી. પણ પાપડને રોજ ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ઘણી એવી શરીરની તકલીફ છે જે પાપડ ખાવાને કારણે ઉભી થાય છે. તો અહીં સુધી જાણ્યું છે, તો એ પણ જાણી લઈએ એવી કઈ બીમારી છે જે પાપડ ખાવાના કારણે થાય છે.

  • પાપડ બનાવવાનું કામ મોટેભાગે ઘરે ઘરે આપવામાં આવે છે તો અમુક ઘરે સાફ-સફાઈની કમી પણ હોય છે જે બીમારી ફેલાવે છે.
  • પાપડને સૂકવવા માટે તડકામાં ખુલ્લામાં રાખવામાં આવે છે તો ધૂળ, માટી વગેરે પાપડ પર ચોંટે છે.
  • તળેલા કે શેકાલા પાપડમાં ભરપૂર પ્રમાણમાં એક્રિલામાઇડ નામના ટોક્સિન રહેલા હોય છે. જે શરીરને ઘણી બીમારીમાં ફસાવી દે છે.
  • વજન વધવાની તકલીફ પાપડ ખાવાથી ઉદ્દભવી શકે છે. પાપડમાં ભરપૂર કેલરી હોય છે.
  • પાપડથી અપચો થવાની સમસ્યા પણ ઉદ્દભવે છે.
  • પાપડને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે તેમાં પ્રિઝર્વેટીવ નાખવામાં આવે છે. જે શરીરને નુકસાન કરે છે.
  • આ ભેળસેળની દુનિયામાં પાપડમાં ડુપ્લીકેટ મસાલા અને કલર ઉમેરેલા હોય છે, જે પાચન ક્રિયામાં ખરાબ અસર કરે છે અને તમે બધા જાણો જ છો કે પેટ ખરાબ થાય એટલે કોઇપણ બીમારી જલ્દી થઇ શકે છે.
  • પાપડ બનાવવામાં જે લોટનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પણ નીચી ક્વોલીટીના લોટનો ઉપયોગ થાય છે કારણ કે વધુ નફો કમાવવાના ચક્કરમાં આ કાંડ કરવામાં આવ છે. તો આ પણ એક કારણ છે જેને લીધે પાપડ ખાવા એ સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે.

આવા તો ઘણા મુદ્દાઓ છે, જે એ સાબિત કરે છે કે પાપડ ખાવા એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પણ આપણે બધા ઈન્ટરનેટની દુનિયામાં જીવવા લાગ્યા છીએ. જેમાં શરીર માટે વિચારવા માટે સમય નથી મળતો. આખા દિવસનો જે ફ્રી સમય રહે છે તે મોબાઈલ લઇ જાય છે. આપ સૌને વિનંતી છે કે, લાઈફમાં માત્ર સોશિયલ મીડિયા જ અગત્યનું નથી. ક્યારેક શાંતિથી એકલા બેસીને એ પણ વિચારવું જોઈએ કે ખૂદની લાઈફમાં શું ચાલી રહ્યું છે? એ વિચારમાં ભલે જિંદગી વિશે વિચારીએ કે પછી સ્વાસ્થ્ય વિશે. બંને એટલું જ અગત્યનું છે. કારણ કે માણસના જીવન પર સ્વાસ્થ્ય પણ અસર કરતુ હોય છે. તો અત્યારથી જ નિર્ણય કરો કે, “થોડો સમય ખૂદ માટે પણ પસાર કરીશું…”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *