ચહેરો ધોતા પહેલા આ 8 ખાસ વાત રાખો હંમેશા યાદ

Image Source

તમે દરરોજ ‘ફક્ત ગુજરાતી’ ફેસબુક સાથે એક કરતા વધારે આર્ટિકલ વાંચતા હશો. અને આજે પણ આ આર્ટિકલ ફક્ત ગુજરાતીના પેજ પરથી જ વાંચી રહ્યા છો. આજનો આર્ટિકલ વધુ જાણકારી આપે એવો છે પણ તમે ટાઈટલ જોઇને એવું સમજતા હશો કે વળી મોં ધોવામાં શું ખાસ હોય? તો મિત્રો તમને જણાવી દઉં કે આજના આર્ટિકલમાં તમે જે સમજો છો એ કરતા વિશેષ માહિતી મળવાની છે.

તો તમે સામાન્ય રીતે વિચારો કે મોં તો દરરોજ દરેક વ્યક્તિ ધોવે છે પરંતુ દરેકના ચહેરા પર ચમક કે ગ્લો કેમ જોવા નથી મળતો? છે ને સાચી વાત…બસ, આ જ માહિતી છે આજના આર્ટિકલમાં…

કારણ કે ચહેરાને સાફ કરવો એટલે માત્ર સાબુ અને પાણીની છાંટથી કામ પૂરું થઇ ગયું એવું નથી હોતું! આ કામમાં ટેકનીક હોય છે અને મોટાભાગના લોકોને આ ખબર જ નથી હોતી. એટલા માટે જ અને ખાસ આપની જાણકારી માટે જ આ સ્પેશ્યલ આર્ટિકલ લખવામાં આવ્યો છે.

શું તમે જાણો છો ચહેરાને સાફ કરવાની આ જાણકારી? જવાબ જો ‘ના’ હોય તો નીચેની માહિતી છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં.

Image Source

1. ચહેરા પર સાબુ :

સામાન્ય રીતે સાબુને શરીરની સફાઈ માટે બનાવવામાં આવ્યો હોય છે. પણ સાબુ ચહેરાની સંવેદનશીલ ત્વચાને સાફ કરવા માટે કામ આવી શકતો નથી. સાબુથી વધુ વખત ચહેરો સાફ કરવાથી ચહેરાની ત્વચા ડ્રાય થઇ શકે છે, અને એલર્જી થવાની પણ સંભાવના થઇ શકે છે. તો ચહેરાને સાફ કરવા માટે આપને પસંદ હોય એવું અને ખાસ કરીને ત્વચાને અનુકુળ આવે એ મુજબનું ફેશ વોશ વાપરવું જોઈએ.

Image Source

2. સ્કીન ટાઈપ :

ઘણા ખરાને એ જ ખબર હોતી નથી કે પોતાની જ સ્કીન કઈ પ્રકારની છે? બસ, બીજા કરે એ રીતે પોતે કરવા મથતા રહે છે અને પરિણામે ત્વચાને હોય એ કરતા વધુ ખરાબ કરી બેસે છે.  તો મેરે ભાઈઓ ઔર બહેનો, એ સમજો કે પોતાની સ્કીનની ટાઈપ કઈ છે? તમને જે અનુકુળ આવતી હોય એ પ્રોડક્ટ્સને જ પોતાના ચહેરા માટે યુઝ કરો.

Image Source

3. પહેલા હાથ કે પછી ચહેરો?

ચહેરાને સાફ કરવાની વાત અહીં થઇ રહી છે તો આપને એ જણાવી દઈએ કે તમે જો ખરેખર ચહેરાની સફાઈ કરવાની બાબતથી ગંભીર હોય તો ચહેરાને સાફ કરતા પહેલા હાથની સફાઈ કરી લેવી જોઈએ. હાથને આપને દરેક જગ્યાએ કામમાં લેતા હોય છીએ અને હાથની ત્વચાના અનેક પ્રકારના વાયરસ કે જ્મ્સ પણ લાગેલા હોય શકે છે. એવામાં ચહેરા પર હાથનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચા પણ ખરાબ થઇ શકે છે. ચહેરાની ત્વચા કોમળ હોય છે, સહેજ પણ તેને નુકસાન પહોંચે તો ત્વચા ખરાબ થવાની સંભાવના રહે છે અને ચહેરા પર ફોલ્લી થવાની સમસ્યા રહે છે, તો હવેથી યાદ રાખો કે પહેલા હાથની સફાઈ પછી જ ચહેરાની સફાઈ..

Image Source

4. દિવસમાં માત્ર બે વખત :

આપણે શરીરના અમુક ભાગને દિવસમાં એકવાર જ સાફ કરતા હોઈ છીએ. જેમ કે, દાંતની સફાઈ અને અન્ય અંગો પણ. તો ચહેરાની બાબતે, દિવસમાં બે વખત મોં ધોવું જોઈએ. અને ખાસ કે રાત્રે સુતા પહેલા ચહેરાની સફાઈ બરાબર રીતે કરીને પછી જ સુવું જોઈએ. નહીંતર ચહેરાને શુદ્ધ હવા મળતી નથી અને ચહેરાની ત્વચા મુરઝાયેલ ફૂલ જેવી થઇ શકે છે.

Image Source

5. ત્વચાને પ્રેમ કરો :

ગમે તેવા કામમાં હોય અને ઉતાવળમાં હોય પણ ચહેરાની સફાઈ કરતી વખતે એકદમ હળવે હાથે કરવી જોઈએ નહીંતર ચહેરાની ત્વચાને નુકસાન થઇ શકે છે. ઘણાને એવી ટેક હોય છે કે ચહેરાને એકદમ જલ્દીથી અને વધુ હાથથી વજન આપીને સાફ કરે છે. તો મિત્રો આપની આ ટેવને જલ્દીથી દૂર કરવી જોઈએ.

Image Source

6. પાણીનું તાપમાન :

જેમ શરીરના અન્ય ભાગની ચામડીને મૌસમ સાથે સંબંધ હોય છે એ રીતે ચહેરાની ત્વચાને પણ મૌસમની અસર થાય છે. એટલે મૌસમ મુજબ અનુકુળ રહે એ પાણી વડે જ ચહેરાને સાફ કરવો જોઈએ નહીંતર ચહેરા પરની ચમક ઓછી થઇ શકે છે.

Image Source

7. હળવેથી મસાજ :

ચહેરા પર જયારે સ્ક્રબ જેવી પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે તો તેને ધીમેથી હળવા હાથે મસાજ કરો, ચહેરાને વાસણની જેમ સાફ ન કરો! ચહેરાની સફાઈ પૂર્ણ રીતે કરવા ઇચ્છતા હોય તો હળવેથી મસાજ કરશો તો જ સારું રીઝલ્ટ મળશે.

Image Source

8. મોસ્ચ્યુંરાઈઝર :

ફેશ વોશ અને મોસ્ચ્યુંરાઈઝર એકબીજાના પૂરક છે. એટલે ચહેરાની સફાઈ પછી મોસ્ચ્યુંરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં. મોસ્ચ્યુંરાઈઝર ચહેરાની ત્વચાને કોમળ રાખે છે અને ત્વચાની રક્ષા પણ કરે છે એટલે હંમેશા યાદ રાખો કે ફેશ વોશ પછી તરત જ મોસ્ચ્યુંરાઈઝરનો ઉપયોગ કરવો.

આ 8 વાત જે સમજી ગયા હશે તેને ચહેરાને લગતી સમસ્યામાં રાહત થઇ શકે છે અને ચહેરાની ત્વચા કાયમ ચમકીલી અને ગ્લો વાળી દેખાય શકે છે. તો તમે આ માહિતીને નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં જેથી જેને જરૂર છે ત્યાં સુધી આ માહિતી પહોંચી શકે.

આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment