જો તમારે ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવો છે તો આ 3 ટિપ્સ ને જરૂર યાદ રાખો 

Image Source

જો તમારે ઘરે જ બજાર જેવો આઈસ્ક્રીમ બનાવવો હોય તો આ 3 ટિપ્સને હંમેશા ધ્યાનમાં રાખો જેનાથી તમારો આઇસ્ક્રીમ ક્યારેય ખરાબ નહીં બને.

આપણને ઘરે આઈસ્ક્રીમ બનાવવો ખૂબ જ સારો લાગે છે, અને ખૂબ જ આસાન કામ પણ લાગે છે પરંતુ ઘણા લોકોને એ તકલીફ હોય છે કે હંમેશા તેમનો આઈસ્ક્રીમ બગડી જાય છે.આઈસ્ક્રીમના બગડવાના ઘણાં કારણ હોઇ શકે છે પરંતુ તેને યોગ્ય રીતે બનાવવા માટે અમુક જ કારણો હોય છે, જો તમારો આઈસ્ક્રીમ પણ સારી રીતે નથી જામતો. તો અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમારો આઈસક્રીમ ખૂબ સારી રીતે બનશે.

અમે આજે તમને અમુક એવી ટિપ્સ બતાવીશું જેની મદદથી તમે ઘરમાં ફ્રીજમાં બજાર જેવો આઈસ્ક્રીમ જમાવી શકો છો કોઈપણ ફ્લેવરનો આઈસ્ક્રીમ તમે બનાવો તો આ ટિપ્સ તમારે જરૂર યાદ રાખવી જોઈએ.

Image Source

1. આવી રીતે બચાવો આઇસક્રીમને બરફ જામવાથી

ઘરે આઈસ્ક્રીમ બનાવવાની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ઘણા બધા લોકોના આઇસક્રીમમાં બરફ જામી જાય છે અને નાના-નાના બરફની પતરી બની જાય છે જે આઈસક્રીમના ટેસ્ટને ખરાબ કરી નાખે છે  તેનાથી દૂર રહેવા માટે આપણે આ 3 ખાસ ટિપ્સ અપનાવી શકીએ છીએ.

 1. આઇસ્ક્રીમ ને બટર પેપર અથવા ક્લીન્ગ ફિલ્મ થી કવર કરી ને ફ્રિજમાં મૂકો.
 2. દર બેત્રણ કલાકમાં તેને થોડો હલાવતા રહો જેનાથી આઈસ્ક્રીમ ઉપર બરફની પથરી ન બાજી જાય
 3. કસ્ટર્ડના બેઝને સારી રીતે ઠંડો કરીને જ ફ્રીઝમાં મૂકો.

Image Source

2. કોઈપણ ફ્લેવર આઈસ્ક્રીમમાં ઉમેરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત

જો તમે કોઈપણ ફ્લેવર આઈસ્ક્રીમ માં ઉમેરવા માગો છો તો તે ત્યારે જ કરો જ્યારે દૂધનું બેટર ઠંડુ થઈ જાય. ઘણા લોકો  ગરમ દૂધમાં વેનિલા એસેન્સ, બદામ, ચોકલેટ ચિપ્સ વગેરે નાખે છે જેનાથી આઇસક્રીમનું ટેક્સચર ખરાબ થઈ જાય છે. તેથી આઈસક્રીમના બેટરને ઠંડુ કરીને તેને ફેટવાની પહેલા ન ઉમેરો. તેની સાથે જ તેને ડાયરેક્ટ ફ્રિઝરમાં ન મૂકો પરંતુ પહેલા એક કલાક તેને નોર્મલ ફ્રીજમાં મૂકો જેથી તેની ઠંડક તેમાં આવી જાય અને ત્યારબાદ તેને ફ્રીઝરમાં મૂકો.

3. આઇસ્ક્રીમ ને જમાવવા માટે આ પ્રકારના કન્ટેનર નો ઉપયોગ કરો

આઇસ્ક્રીમ ને જમાવવા માટે તમારે આ પ્રકારના કન્ટેનર નો ઉપયોગ કરવો જોઈએ જે ફ્લેટ હોય અને વધુ ઊંડા ન હોય ઘણા લોકો વાટકી વગેરેમાં આઇસ્ક્રીમને જમાવે છે જે યોગ્ય નથી. તેનાથી આઈસ્ક્રીમની કંસીસ્ટેન્સી યોગ્ય રહેતી નથી અને તે ખરાબ દેખાય છે અને ટેસ્ટ પણ અલગ અલગ લાગે છે.

આ પ્રમાણે ઘરે બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ

સામગ્રી

 • 2.5 કપ ફુલ ક્રીમ દૂધ
 • એક ચમચી કસ્ટર્ડ પાવડર
 • બે ચમચી કોકો પાવડર
 • 1 કપ દળેલીખાંડ
 • અડધી ચમચી વેનિલા એસેન્સ
 • દોઢ કપ ક્રીમ
 • ગાર્નિશ કરવા માટે ચેરી અને નટ્સ

બનાવવાની રીત

 • સૌપ્રથમ અડધા કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર, કોકો પાવડર અને દળેલી ખાંડ ઉમેરો.
 • હવે વધેલા દૂધને યોગ્ય રીતે ગરમ કરો અને જ્યારે તે ઉકળવા લાગે તેમાં કસ્ટર્ડનું મિક્સર ઉમેરો અને તેને સારી રીતે ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.
 • જ્યારે આ દૂધની માત્રા ઓછી થઈ જાય ત્યારે ગેસને ધીમો કરો અને અડધા મિનિટ પછી બંધ કરી દો.
 • જ્યારે તેનું તાપમાન રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તેમાં ક્રીમ અને વેનિલા એસેન્સ નાખો અને ત્યારબાદ કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં બંધ કરીને મૂકી દો.
 • હવે તેને થોડી વાર ફ્રિજમાં મૂકો ત્યારબાદ બહાર કાઢીને બ્લેન્ડરમાં તેની પેસ્ટ બનાવો જેથી કોઈ બરફ ની પથરી બાજી ગઈ હશે તો તે દૂર થઈ જશે અને ત્યારબાદ તે જ કન્ટેનરમાં તેને સ્ટોર કરો.
 • હવે તેનું ઢાંકણું સારી રીતે બંધ કરો ત્યારબાદ તેને ફરી એક વખત બહાર કાઢીને બ્લેન્ડ કરો.
 • હવે તેને બે કલાક જમાવવા મૂકો,અને સર્વ કરતી વખતે તેની ઉપર ચેરી અને નટ્સથી ગાર્નિશ કરો.

તો હવે તમે પણ પોતાના ઘરમાં આઈસ્ક્રીમ બનાવો અને તેનો સ્વાદ ચાખો, જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો જરૂર થી શેર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment