અંડરઆર્મ્સના કાળાપણાથી છુટકારો મેળવવા માટે જબરદસ્ત છે આ ઘરેલુ ઉપાય, નહાતા પહેલા આ કામ જરૂર કરો

  • અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ ઉપયોગ કરો આ ઘરેલુ ઉપાય.
  • કાળા અંડરઆર્મ્સ અને નિર્જીવ ત્વચા ને દૂર કરવા માટે કુંવારપાઠુ ફાયદાકારક છે.
  • નહાતા પહેલા આ ૫ કામ કરશો તો કાળા અંડરઆર્મ્સથી મળશે છુટકારો.

આ એક એવી સ્થિતિ છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. જો તમે સ્લીવલેસ કપડા પહેરો છો તો અંડરઆર્મ્સનું કાળાપણું દેખાવા લાગે છે. જે તમારી વ્યક્તિત્વ અને છાપને બગાડી શકે છે. તેવામાં અંડરઆર્મ્સના કાળાપણા ને દૂર કરવા માટે શું કરવું? આ સવાલ બધાના મનમાં થાય છે. આજકાલના મોર્ડન યુગમાં જ્યાં સ્લીવલેસ અને ટૂંકા કપડા પહેરવાનો ઘણો ક્રેઝ રહેલો છે. તેવામાં ઘણીવાર અંડરઆર્મ્સના કાળાપણાના લીધેથી તેવા કપડા ન પહેરવા જોઈએ. તેવુ નથી કે અંડરઆર્મ્સના કાળાપણા માટે ઉપાય નથી, પરંતુ દરેક લોકોને તેના વિશે જાણકારી હોતી નથી.

ખાસકરીને કાળા અંડરઆર્મ્સના ઘરેલુ ઉપાયો વિશેમાં તો લગભગ ઓછા લોકો જ જાણતાં હશે. અંડરઆર્મ્સના કાળાપાણા અને નિર્જીવ ત્વચાને કાઢવા માટે અહી કેટલાક ઘરેલુ ઉપાય આપેલા છે જેને અજમાવીને તમે સાફ ત્વચા મેળવી શકો છો.

aloe-vera-2417091_640.jpg

૧. એલોવેરા જેલ

એલોવેરા એક આયુર્વેદિક જડી બુટ્ટીની જેમ કામ કરે છે. તે ફક્ત અંડરઆર્મ્સના કાળાપણા ને દૂર કરવામાં જ ફાયદાકારક નથી હોતું પરંતુ ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવા માટે પણ રામબાણ ઇલાજ છે. તે કુદરતી જેલ તમારા અંડરઆર્મ્સને મુલાયમ અને હાઇડ્રેડ રાખવામાં મદદ કરી શકે છે. તેના માટે તમારે સૌથી પહેલા એલોવેરાના પાંદડાથી જેલ કાઢવાનું છે પછી જેલને તમારા અંડરઆર્મ્સ પર લગાવી લો અને તેને ૨૦ મિનીટ માટે સુકાવા દો. હવે તેને ધોઈ લો. તે જેલનો અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ ઉપયોગ કરો.

Image Source

૨. કાકડી

અહી અમે તમને એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે ન ફકત સરળતાથી મળી જાય પરંતુ તે અસરકારક અસર પણ છોડી દેશે. તેમાંથી એક કાકડી છે. કાકડીમાં ઠંડાપણું હોય છે અને તેનાથી બ્લીચીંગ એજન્ટ હોય છે જે કાળા અંડરઆર્મ્સને હળવા કરવામાં તમારી મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તેને પીસી લો અને તેનુ જ્યુસ કાઢી લો, જ્યુસમાં એક કોટનનો ટુકડો ડુબાડો અને તેને તમારા અંડરઆર્મ્સ પર લગાવો.

૩. ખાંડ અને ઓલિવ ઓઈલ

ખાંડ અને ઓલિવ ઓઈલનું મિશ્રણ નિર્જીવ ત્વચા ને બહાર કાઢવા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. તે નિર્જીવ ત્વચાને કાઢીને અંડરઆર્મ્સને સાફ કરવામાં મદદ કરી શકે છે. ખાંડમાં એક એકસફોલિએટિંગ એજન્ટ હોય છે અને જૈતુનનુ તેલ તમને તેના હાઈડ્રેટેડ અને પોષિત રાખવામાં મદદ કરી શકે છે. એક વાટકીમાં ૨ મોટી ચમચી ખાંડ અને જૈતુનનું તેલ ઉમેરો. અંડરઆર્મ્સ પર લગાવો, તેને સારી રીતે ઘસવું અને ૧૦ મિનીટ માટે છોડી દો અને થોડા સમય માટે છોડી દો.

Image by wicherek from Pixabay

૪. સફરજન સીડર વિનેગાર

સફરજનનના સિરકા પણ કાળા અંડરઆર્મ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે એમિનો અને લેક્ટિક એસિડથી ભરપૂર છે જે નિર્જીવ ત્વચાના કોષોને મારવામાં મદદ કરે છે. સફરજનના સિરકાનો ઉપયોગ કરી અંડરઆર્મ્સની નિર્જીવ ત્વચાને બહાર કાઢી શકાય છે. તેમા એવા ગુણ છે જે તમારી ત્વચાના છિદ્રોને બંધ કરી દેશે અને કાળા અંડરઆર્મ્સના કલરને હળવો કરી શકે છે. રૂ માં થોડુક સફરજન સીડર વિનેગાર લો હળવેથી લગાવો, સુકાયા પછી પાણીથી ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામ માટે અઠવાડિયામાં બે વાર જરૂર કરો.

Image Source

૫. બટાકા

આ કાળા અંડરઆર્મ્સ માટે સૌથી સસ્તો અને સરળ ઘરેલુ ઉપાય છે. આ શાકભાજી રંગને હળવો કરવા માટે સૌથી સારુ કામ કરી શકે છે. તમે તેને કાતો સીધા બે ભાગોમાં વહેંચીને તમારા અંડરઆર્મ્સ પર ઘસી શકો છો કે પછી તમે એક બટાકા ની છાલ ઉખેડી અને તેને સારી રીતે પીસી લો. તેનો રસ કાઢી અંડરઆર્મ્સ પર લગાવો. ૧૦-૧૫ મિનીટ પછી તેને ધોઈ લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *