વડોદરામાં એક વાનર જાણે રૂબર ભગવાનને ભેટી પડ્યો અને બચી પણ ભરી હતી..

જેમ મનુષ્યનો સીધો સંપર્ક ભગવાન સાથે હોય છે એ રીતે જાનવર પણ ભગવાન સાથે સંપર્ક રાખે છે. આપણે સેવા-પૂજા વગેરે કરીને ભક્તિ કરીએ છીએ એ સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેના ફળરૂપે સારા પુણ્યની કમાણી થાય છે એવી રીતે આ દુનિયામાં જાનવરને પણ પ્રભુ ભક્તિમાં રસ હોય છે એ ઉદાહરણ બન્યું છે. તમને રસપ્રદ વાત જણાવવી છે જે તમને ભગવાનની સ્મરણ ગમે ત્યારે અને કોઇપણ રીતે કરી શકાય સાથે આ દુનિયાના દરેક સજીવને ભગવાન વ્હાલા છે એવો એક દાખલો છે જણાવવો છે.

સૌ પ્રથમ તમે નિહાળો આ તસવીરને જેમાં એક વાનર ઈશ્વરની પ્રતિમા સાથે ચોંટીને બેઠેલો જોવા મળે છે. આ દર્શાવે છે કે ભગવાન તેના માટે કેટલા મહત્વના છે. આ જાનવર પાસે બોલવા માટે વાચા નથી પણ લાગથી દર્શાવી શકે એવું મન તો છે જ. ભગવાનની પ્રતિમાને એકદમ ભાવપૂર્વક ચોંટીને બેઠેલા આ વાનરે ભગવાન પ્રત્યેનો અતૂટ પ્રેમ દેખાડ્યો હતો.

આ ફોટોસ બહુ વાઈરલ થયા હતા. આમ તો આ ફોટોસ વડોદરા શહેરની આસપાસના કોઈ વિસ્તારના છે એવું માનવામાં આવે છે પરંતુ એ ચોક્કસ કહી શકાય એમ નથી. સોશિયલ મીડિયા પર આ ભગવાનની પ્રતિમાને બાથ ભીડીને બેઠેલો આ વાનર બધાને બહુ પસંદ પડ્યો હતો. આમ પણ વાનર એટલે હનુમાનનો અવતાર ગણાય છે. એમ, આ એક ઈશ્વર સ્વરૂપથી બીજા ઈશ્વરને થતો ની:સ્વાર્થ પ્રેમ તસવીરમાં જોઈ શકાય છે.

  • વનારે ભગવાન સાથે લાડથી રમતો દેખાયો

ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વાનરે એક મનુષ્યની જેમ અહીં આવીને તેની હાજરી આપી છે. ભગવાનનું કેટલી મહત્વ છે એ આ ફોટો પરથી જાણવા મળે છે. દુનિયામાં વસતા માત્ર માણસો જ નહીં પરંતુ જાનવર પણ પ્રભુ ભક્તિમાં લીન થતા હોય એ જોવા મળે છે. આ વાનરને ભગવાન સાથે કૈંક પર્સનલ વાત કરવી હોય એ રીતે પ્રતિમાના કાન પાસે જઈને કૈંક ગણગણી રહ્યો છે.

  • ભગવાન અને વાનર વાતો કરતા દેખાયા

તસવીર શાંતિથી અવલોકન પૂર્ણ જોવામાં આવે તો ખ્યાલ આવે કે, વાનર ભગવાનના કાનમાં વર્ષોથી અધુરી રહી ગયેલી તેની કોઈ મનની ઈચ્છા જણાવતો હોય એ રીતે દેખાય છે. એમ, ભગવાન પણ શાંતિ પૂર્વક આ વાનરરૂપ સજીવની લાગણીથી આનંદમાં આવી ગયા હોય એવું દર્શ્ય સર્જાયું હતું.

  • વાનરે ભગવાને બચી પણ કરી

આ વાનરની બધું તસવીરમાં એક તસવીરમાં એવું દેખાયું જાણે વાનરે આનંદમાં આવીને ભગવાનને બચી પણ કરી. જે ફોટો ઈન્ટરનેટ પર બહુ વાઈરલ થયો હતો. ગાલ પર ભગવાનને બચી કરીને ઈશ્વર પ્રત્યેનો અખૂટ પ્રેમ દર્શાવ્યો હતો.

આ મુદ્દાઓ નિહાળીએ ત્યારે ખબર પડે કે, કદાચ આટલો અંતરનો હાર્દભાવ કોઈ મનુષ્ય પણ ન દેખાડી શકે પણ જાનવરે ભગવાન પ્રત્યેની અંતરની લાગણી દર્શાવી હતી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *