લાલ રંગ ની શાકભાજી અને ફળ કરે છે કેન્સર થી બચાવ.. જાણો બીજા પણ ઘણા ફાયદા છે.

સામાન્ય રીતે ડોક્ટર અને વૃદ્ધ લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. શું તમે ક્યારે પણ લાલ રંગ ના શાકભાજી અને ફળ ના ફાયદા વિશે જાણ્યું છે. જો નહીં, તો આજે તમને લાલ રંગ ના શાકભાજી અને ફળ વિશે કહેવા જઈ રહ્યા છીએ. લાલ રંગ ના શાક હોય કે ફળ બંને જ તમારા માંટે લાભદાયી છે. સફરજન, ચેરી, દાડમ,બીટ,ટામેટું,જેવી શાકભાજી લાલ હોય છે. આ બધા જ લાલ રંગ ના શાક માં લાયકોપીન નામનું એંટિ- ઓક્સિડેન્ટ હોય છે. જે કેન્સર જેવી ઘટક બીમારી સામે તમને લડવા માંટે મદદ કરે છે. આ સિવાય લાલ રંગ ના શાકભાજી અને ફળ ખાવાથી બીજા ઘણા ફાયદા પણ  થાય છે. ચાલો જાણીએ લાલ રંગ ના શાકભાજી અને ફળ ના સ્વાસ્થ્યકરી લાભ

ઈમ્મુનિટી કરે છે બૂસ્ટ

લાલ રંગ ના શાકભાજી અને ફળ માં વિટામિન c અને લાયકોપીન ભરપૂર માત્રા માં હોય છે. જે ઈમ્મુયન સિસ્ટમ ને બૂસ્ટ કરવા માં તમારી મદદ કરી શકે છે. જો તમે રોજ લાલ રંગ ના શાકભાજી અને ફળ નુ  સેવન કરો છો તો તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેમ જ તે અન્ય સમસ્યા માંટે પણ લાભદાયી સિદ્ધ થઈ શકે છે.

Image by marijana1 from Pixabay

કેન્સર થી કરે છે બચાવ

લાલ રંગ ના શાકભાજી અને ફળ માંથી મળતું લાયકોપિન કેન્સર થી બચવા માંટે મદદગાર સાબિત થઈ શકે છે. આ એંટિ-ઓક્સિડેન્ટ શરીર માં કેન્સર ના સેલ ને વધતાં રોકે છે. મેડિકલ શોધ ને કારણે લાયકોપિનએંટિ-ઓક્સિડેન્ટ સ્કીન કેન્સર, કોલન કેન્સર,લંગ કેન્સર,અને બ્રેસ્ટ કેન્સર માંટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોટેસ્ટ કેન્સર થી લડી રહેલા પુરુષો ને ડોક્ટર લાલ રંગ ના શાકભાજી અને ફળ ખાવાની સલાહ આપે છે.

હર્દય રોગ માંટે લાભદાયી

હર્દય ને સ્વસ્થ રાખવા માંટે પણ લાલ રંગ ના શાકભાજી અને ફળ ખૂબ જ અગત્ય ના છે. નિયમિત રૂપે લાલ રંગ ના શાકભાજી અને ફળ નું સેવન કરવાથી બ્લડ પ્રેશર ને પણ કંટ્રોલ માં રાખી શકાય છે. તેની સાથે જ તમે બેડ કોલેસ્ટ્રોલ ને પણ ઘટાડી શકો છો. આ શાકભાજી અને ફળ હર્દય ની બીમારીઓ થી બચાવે છે.

પાચન તંત્ર ને રાખે હેલ્થી

મોટાભાગ ના ફળ અને શાકભાજી માં ફાઇબર ભરપૂર હોય છે. લાલ રંગ ના શાકભાજી અને ફળ ભરપૂર soluble ફાઇબર હોય છે. તેમ જ લાલ રંગ ના શાકભાજી અને ફળ માં પ્રાકૃતિક રૂપ થી ભરપૂર માત્રા માં પાણી હોય છે. જે શરીર ને ઠંડુ અને હાયડ્રેટ રાખવામાં મદદ કરે છે. લાલ રંગ ના ફળનું સેવન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. જેનાથી તમે ફિટ ફીલ કરશો.


Image by Anastasia Gepp from Pixabay

સાંધા ના દુખાવા માં ઉપયોગી

લાલ રંગ ના શાકભાજી અને ફળ માં લાયકોપિન ભરપૂર માત્રા માં હોય છે. આ એંટિ-ઓક્સિડેંટ સાંધા ના દુખાવા અને સોજા માં રાહત આપે છે. આ ઉપરાંત આવા ફળ અને શાકભાજી એંટિ-ઓક્સિડેન્ટ થી ભરપૂર હોય છે. તે ઉપરાંત તેમ એંટિ-ફલેમેટ્રી ના ગુણ પણ હોય છે. બળતરા ના કારણે  આપણા શરીરના સાંધામાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ થાય છે, આવા માં તમે લાલ રંગના ફળો અને શાકભાજી ખાઇ ને તમારા સાંધાને મજબૂત બનાવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *