તો સાચું હવે બહાર આવ્યું કે આંખમાં નંબરના ચશ્માં આ કારણે આવી જાય છે – બે મિનીટ થશે જાણી જ લો..

શહેરોની વસ્તી વધી અને વસ્તી વધી એટલે પરિવહન માટેની સુવિધામાં પણ વધારો થયો. અમે વાત કરી રહ્યા છીએ પ્રદુષણની. પ્રદુષણથી માનવ શરીરને ઘણો ફાયદો નહીં બલકે નુકસાન થાય છે. ઘણા લોકોને એવું હશે કે હવામાં પ્રદુષણ હોય તો માત્ર શ્વસનતંત્રના અને ફેફસાના રોગો થાય છે. પણ એથી વિશેષ મેડીકલના જાણકાર વ્યક્તિઓ કહે છે કે પ્રદુષણથી આંખોની તકલીફ પણ થાય છે.

અત્યારે મોટાભાગના લોકોને ચશ્માંના નંબર હોય છે મતલબ કે આંખના નંબર તો આવી જ ગયા હોય છે. નાના બાળકને પણ આંખના વધુ નંબર હોય એવા કિસ્સાઓ જોવા મળે છે. તો એ થવાનું કારણ પ્રદુષણ પણ છે. જો કે હાલમાં શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો કે વિટામીનવાળું જમવું એ તો ઓછું બને છે. અત્યારે સમય દરેક જગ્યાએ ભેળસેળનો આવી આવી ગયો છે. એમ, આંખની તકલીફ થવાનું કારણ અથવા આંખની અન્ય સમસ્યામાં હવામાનું પ્રદુષણ પણ જવાબદાર છે.

હોસ્પિટલમાં આંખનો ડીપાર્ટમેન્ટ સાંભળતા એવા ડીગ્રીવાળા સારા ડોક્ટરનું કહેવું પણ છે કે, આંખ સતત પ્રદુષણમાં રહેવાને કારણે કમજોર પડે છે અને અન્ય તકલીફ પણ થાય છે. આંખોની જલન અથવા આંખની ડ્રાયનેસ એ પ્રદુષણમાં વધુ ઉદ્દભવતી સમસ્યા છે. લાંબા સમય સુધી પ્રદુષણવાળા વિસ્તારમાં રહેવાથી આંખોમાં પણ ખંજવાળ આવવાની તકલીફ ઉભી થાય છે. ખંજવાળ વખતે આંખોને રગડવાથી કોરોનાને અસર પડે છે. આ રીતે આંખો ખરાબ થવાની સંભાવના રહે છે.

ડો. રાજધાન વધુમાં જણાવે છે કે, વાયુ પ્રદુષણ સાથે લાંબા સમય રહેવાથી આંખોમાં ડ્રાયનેસ આવે છે. આંખોની ભીનાશમાં ફેર પડે છે અને આંખોની તકલીફ ઉભી થાય છે. આ ડોકટરે સચોટ માહિતી જણાવી એમ સાથે અન્ય જાણકારી પણ આપી જે લોકોએ ધ્યાનમાં લેવા જેવી છે. ડો. રાજધાન સાહેબ કહે છે, “જે લોકો કોન્ટેક લેન્સ પહેરે છે તેને પણ જોખમ રહે છે. સાથે એવા વ્યક્તિઓની આંખો વધુ ડ્રાય થવાની સંભાવના રહે છે.” તો બધાએ ખાસ નોંધીને રાખવા જેવી બાબત છે કે આંખોની કાળજી રાખવા માટે પણ કંઈક કરવું પડે. તો નીચે મુજબના ઉપાયો અજમાવો જે એકદમ સરળ છે, જેથી આંખોને સ્વસ્થ રાખી શકાય.

(૧) માટલાના સ્વચ્છ પાણીથી આંખોને સાફ કરવી.

(૨) બહાર જતી વખતે સનગ્લાસીસનો ઉપયોગ કરવો. જેથી સીધો કચરો કે ધૂળ આંખમાં અંદર ન જાય.

(૩) વધારાના કેમિકલોને આંખમાં નાખતા પહેલા અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.

(૪) કોન્ટેક લેન્સ સારી ગુણવતાવાળા જ ખરીદી કરીને પહેરવા.

(૫) ખોરાકમાં આંખોને ફાયદો થાય તેવા શાકભાજીનો ઉપયોગ કરવો.

તો હવે તમને પણ જાણ થઇ હશે કે, હવાનું પ્રદુષણ શરીરને ઘણુંખરું નુકસાન કરે છે. જેના કારણે આંખોને પણ તકલીફ પડે છે. આંખોને સમયસર સાફ કરતા રહેવું જોઈએ. જેમાં માત્ર સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો. આંખ શરીરનું અતિમહત્વનું એવું અંગ છે. જેના વિના દુનિયામાં માત્ર અંધકાર ને’ અંધકાર જ છે.

તમને સચોટ માર્ગદર્શન મળે એવું એક જ પેઇઝ છે  – “ફક્ત ગુજરાતી”. તો અમારા આ ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!