કર્લી વાળને સ્ટાઇલીશ અને જાળવી રાખવા માટે ખૂબ મહેનત લાગે છે. કર્લી વાળને સ્ટાઈલીશ કરવા માટે સીરમ અને કર્લ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. તે વાળને હાઈડ્રેટ રાખવાની સાથે મુલાયમ પણ બનાવે છે. આ ઉત્પાદનો વધારે પડતી માત્રામાં લગાવવાને કારણે નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકો કેમિકલ વાળા જેલનો ઉપયોગ કરે છે.
આ વાળના જેલમાં સિલિકોન હોય છે જે વાળ માટે નુકશાનકારક સાબિત થાય છે. તેવામાં અમે તમારા માટે હોમ મેડ હેર જેલ લાવ્યા છીએ. જેની કોઈ આડઅસર થતી નથી અને તે વાળને સુરક્ષિત પણ રાખે છે. તો ચાલો જાણીએ તેને ઉપયોગ કરવાની રીત વિશે.
1. અળસીનું હેર જેલ:
અળસી એટલે ફ્લેક્સ સિડ્સમાં વિટામિન ઈ અને ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જે શુષ્ક વાળમાં રાહત મેળવવા માટે મદદ કરે છે.
અળસી શુષ્ક વાળને મુલાયમ બનાવે છે. આ ઉપરાંત તડકાથી થતાં નુકશાનથી પણ બચાવે છે. તો ચાલો જાણીએ આ હેર જેલને બનાવવાની રીત વિશે.
સામગ્રી:
- 1/3 કપ અળસી
- 2 કપ પાણી
- અડધો કપ મધ
- અડધો કપ શિયા બટર
- ગ્લાસ અથવા કન્ટેનર
બનાવવાની રીત:
- એક વાસણમાં અળસીને ઉકાળી લો અને ચમચીથી હલાવીને ઘાટુ થવા દો. જ્યારે તે પાણી ઘાટુ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- તેના બીજને ચાળીને અલગ કરી લો અને પાણીને 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દો.
- હવે મધ અને શિયા બટરને ઉમેરીને મિક્સ કરી લો.
- આ મિશ્રણને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દો.
- આ જેલને તમારા ભીના વાળમાં લગાવો અને ત્યારબાદ વાળને સુકાવા દો.
2. ઓકરા હેર જેલ:
ઓકરા એટલે કે ભીંડો, ભીંડામાં પ્રોટીન, વિટામિન સાથે ઘણા પ્રકારના પૌષ્ટીક તત્વો હોય છે. તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. સાથેજ વાળને જરૂરી પ્રોટીન આપે છે. ઓકરા તમારા વાળને ચમકદાર બનાવે છે.
સામગ્રી:
- 5 ઓકરા
- 2 કપ પાણી
- 2 ચમચી ગ્રેપસિડ તેલ
- 10 ટીપા વિટામિન ઈનું તેલ
- ગ્લાસ અથવા કન્ટેનર
બનાવવાની રીતઃ
- સૌથી પહેલા પાણીથી ઓકરાને ધોઈ લો અને તેના નાના નાના ટુકડા કરી લો.
- ઓકરાને પાણીમાં નાખી પાણીમાં સરખી રીતે ઉકાળો.
- એક વાટકીમાં ઓકરને સ્ટ્રેન કરી પાણીમાં ગ્રેપસીડ તેલ અને વિટામિન ઈનું તેલ નાખી યોગ્ય રીતે ભેળવો.
- ત્યારબાદ આ જેલને ભેળવી લો અને ફ્રીજમાં મૂકી દો.
- આ મિશ્રણને ભીના વાળમાં લગાવી અને ત્યારબાદ સુકાવા દો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team