વાંચો, પિતાના ગુણોનું અનુસરણ કરતા પુત્રની ટુંકી વાર્તા

Image Source

આ પિતા અને પુત્રની ટુંકી વાર્તાના માધ્યમ દ્વારા આપણે જાણીશું સબંધોનું મહત્વ. એક પિતા અને પુત્રના સંબંધમાં પુત્ર પિતા પાસેથી બધું શીખે છે. પુત્ર તેના પિતાને એક શુભેચ્છક ની રીતે જુએ છે અને અંતે એક પિતા જેવો વ્યવહાર કરશે પુત્ર તેવું જ અનુસરણ કરશે. આ હિન્દી સ્ટોરી ઓફ પરેન્ટ્સમાં તમે વાંચશો કે કેવી રીતે એક પુત્રએ તેના પિતાના સારા ગુણો ગ્રહણ કરી અને તેના પિતાનું ગૌરવ વધાર્યું , તો ચાલો જાણીએ આ રોચક કહાની.

આ વખતે ફરી મારા ૯ વર્ષનો પુત્ર તેના ક્લાસમાં પ્રથમ આવ્યો છે. મેં વિચાર્યું આ મહિનાના પગારમાંથી તેને સ્કૂલનો નવો શર્ટ અને બુટ લઈ આપુ. રવિવારના દિવસે હું મારા પુત્રને લઈને બજાર આવ્યો. જેવો હું તેને લઈને બૂટની દુકાનની બહાર પહોંચ્યો કે
તે બોલ્યો કે ‘પપ્પા મારે નવા બુટ નથી જોઈતા’
મે પૂછ્યું કે ‘કેમ, તારે નવા બુટ નથી જોઈતા’

તો પુત્રએ જવાબ આપ્યો કે ‘ અત્યારે તો મારા બુટ સારા છે, બસ થોડા તેને રિપેર કરાવી લવ. પછી તો તેનાથી આ વર્ષ આરામથી નીકળી જશે. તમે મારા બુટ લેવાને બદલે દાદાજી માટે નવા ચશ્માં લઈ લો, કેમકે તેને તેની વધારે જરૂર છે.’

Image Source

પુત્રની આ વાત સાંભળીને મને લાગ્યું કે લગભગ તેને એના દાદાજી સાથે થોડો વધારે પ્રેમ છે, તેથી તે તેમ કહી રહ્યો છે. હું કંઈ કહ્યા વગર તેને સ્કૂલ ડ્રેસની દુકાન પર લઈ ગયો. ત્યાં મેં દુકાનદારને પુત્રના માપનો સફેદ શર્ટ બતાવવાનું કહ્યું. દુકાનદાર પુત્રના માપનો સફેદ શર્ટ કાઢીને લાવ્યા. મે પુત્રને શર્ટ પહેરવાનું કહ્યું, તો તેણે શર્ટ પહેરીને પણ જોયો. તે સફેદ શર્ટ પુત્રને એકદમ ફિટ આવી ગયો, બિલ્કુલ તેના માપનો, દુકાનદારે પણ કહ્યું ‘ શર્ટ તો એક જ વારમાં સરખા માપની આવી ગઈ. બાળકને એકદમ માપ આવી ગયું છે. આ જ તેના માપનો શર્ટ છે. તેને પેક કરી દઉં છું.’

ત્યારે જ મારા પુત્રએ દુકાનદાર પાસેથી તેનાથી થોડો લાંબો શર્ટ બતાવવાનું કહ્યું. મેં પુત્રને પૂછ્યું કે ‘ લાંબો શર્ટ કેમ, આ માપ તો તને બિલ્કુલ ફિટ આવી રહ્યો છે.’

ત્યારે પુત્રએ જવાબ આપ્યો ‘પિતાજી, મારે શર્ટ પેન્ટની અંદર જ તો નાખવાની હોય છે, તેવામાં શર્ટ લાંબો પણ હોય તો પરેશાની નથી. શર્ટ લાંબો હશે તો આગળના વર્ષે પણ ચાલી શકે. આમ પણ જુઓ મારી પેહલાની શર્ટ પણ અત્યાર સુધી નવી છે, પરંતુ ટુંકી થઈ ગઈ છે.’

પુત્રની આ વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો અને ચૂપ થઈ ગયો. રસ્તામાં મેં મારા પુત્રને પૂછ્યું કે ‘તને આ બધી વાતો કોણ શીખવે છે?’

ત્યારે બાળકે જવાબ આપ્યો કે ‘ હું હંમેશા જોવ છું કે તમે અને મમ્મી તમારી જરૂરતની વસ્તુઓ છોડીને મારા સ્કૂલની ફી ભરો છો.આસપાસના પાડોશી બધા લોકો કહે છે કે તમે ખૂબ ઈમાનદાર છો. ઘરમાં પણ મમ્મી અને દાદી આવું જ કહે છે, તેમજ નજીકમાં પપ્પુના પપ્પા વિશે બધા લોકો ખરાબ કહે છે, જેમકે તે પણ તમારા ઓફિસમાં જ કામ કરે છે. મને સારું લાગે છે જ્યારે કોઈ તમને ઈમાનદાર કહે છે.

પછી પુત્રએ કહ્યું કે ‘ પપ્પા હું પણ તમારી જેમ ઈમાનદાર બનવા ઇચ્છું છું. સાથેજ હું તમારી તાકાત બનવા ઇચ્છું છું ના કે તમારી કમજોરી.’

પુત્રની આ વાત સાંભળી હું શાંત થઈ ગયો. મારા આંખમાંથી ખુશીના આંસુ વેહવા લાગ્યા અને એવું લાગ્યું કે મને મારી ઈમાનદારીનું ફળ મળી ગયું છે.

આ વાર્તા દ્વારા આપણને પિતા પુત્રના સબંધના ઊંડાણ વિશે જાણવા મળે છે. કેવી રીતે એક પિતાને તેના પુત્ર દ્વારા ઈમાનદારીનુ ફળ મળ્યું. બાળકો માતા પિતા માં જે જુએ છે કે તેની પાસેથી જે શીખે છે તે જ તો પોતાના જીવનમાં અપનાવે છે. આ વાર્તાના માધ્યમ દ્વારા અમે તે જ જણાવવા માંગીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, સારી કે ખરાબ, પોતાના બાળકો સામે કોઈપણ એવું ઉદાહરણ ન રાખવું જેનાથી તેમનું ચારિત્ર્ય કે તેમની વિચારસરણી ખરાબ થઈ જાય છે. બાળકો આ દેશનું ભવિષ્ય છે અને સૌથી વધુ તે પોતાના માતાપિતા પાસેથી જ શીખે છે. તેથી પ્રયત્ન કરવો કે તેમને બાળપણથી જ ઈમાનદારી, સદાચાર અને સંયમ જેવી વાતો શીખવવી. હિન્દી સ્ટોરી અને મોરલ સ્ટોરીના માધ્યમ દ્વારા પણ તમે તમારા બાળકોને શિક્ષા આપી શકો છો અને આજકાલ ઘણા માતાપિતા આવું જ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *