જાણો આ વ્યક્તિ ની બાંસૂરીમાથી “રશ્કે કમર” ની ધૂન સાંભળીને અદા શર્મા બની ગઈ તેમની ફેન…

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતની આ એક ખુબ જ પ્રખ્યાત યુવા કલાકાર કે જેમની દરેક શૈલી અનોખી છે. તે હંમેશા કંઈક એવુ કરે છે, જેથી લોકોનુ ધ્યાન તેમના પર હમેંશા રહે છે. હાલ,તાજેતરમા જ તેના યોગ અને ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારે તેણીએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમા તેની એક અલગ જ સ્ટાઇલ જોવા મળી રહી છે. આ વીડિયોમાએક વ્યક્તિ વાંસળીમાંથી ‘રશ્કે કમર’ ગીતની ધૂન વગાડી રહ્યો છે અને તેણીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમા તમે જોઈ શકો છો કે, કેવી રીતે આ વ્યક્તિ રશ્કે કમરગીતની ધૂન વાંસળી દ્વારા વગાડી રહ્યો છે અને તેણી તે વ્યક્તિની પ્રતિભા માણતા જોવા મળે છે. તેમણે આ વિડીયો શેર કરતા નીચે તેના કેપ્શનમા લખ્યું છે કે, “ આ વાંસળીવાળા ભૈયા ની એકવાર અવશ્ય મુલાકાત લો.” આ વિડિયો અત્યાર સુધીમા ત્રણ લાખ કરતા પણ વધુ વખત જોવામા આવી ચુક્યો છે.

આ અભિનેત્રી છેલ્લે ફિલ્મ કમાન્ડો 3 મા અભિનય કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે,તેણીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૨૦૦૮ ની હોરર ફિલ્મ “૧૯૨૦” દ્વારા બોલિવૂડજગતમા પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ તેણીએ ઘણી ફિલ્મોમા પોતાનુ પાત્ર ભજવ્યુ. કમાન્ડો સિવાય જો વાત કરીએ તો સિદ્ધાર્થ અને પરીણીતી ની ફિલ્મ “હસી તો ફસી” મા પરીણીતી ની બહેન તરીકે અને સિદ્ધાર્થ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ ફિલ્મના તેમના ઉત્કૃષ્ટ અભિનય ને લોકો દ્વારા વખાણવામા આવ્યો હતો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment