વર્ષ ૨૦૨૦ માં શનિ કરશે મકર રાશીમાં પ્રવેશ, ૧૯ વર્ષ પછી બની રહ્યો છે આ દુર્લભ યોગ, રાશિઓ પર પડશે શુભ અસર

નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. ૨૦૨૦ ના પહેલા જ મહીને ૨૪ તારીખે શનિ રાશિ પરિવર્તન થઈ રહ્યો છે. શનિ ધનુ રાશિ છોડીને પોતાની જ રાશિ મકરમાં પ્રવેશ કરશે. મકર રાશી શનિની રાશી જ માનવામાં આવે છે અને ૧૯ વર્ષ પછી શનિ તેના જ ઘરમાં પ્રવેશવા જઈ રહ્યો છે.

નીચે દર્શાવેલા ઉપાયો કરવાથી શનિદેવનું આ રાશી પરિવર્તન તમારું ભાગ્ય ચમકાવી શકે છે અને આ ઉપાયો કરવાથી શનિદેવ તમને શુભ લાભ આપશે.

મેષ રાશી

મેષ રાશીના લોકોએ મંગળવારે અને શનિવારના દિવસે હનુમાનજી ને ૨૧ લવિંગ ચડાવવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ પાઠ સાંજે ૭ વાગ્યા સુધી કરવો.

વૃષભ રાશી

આ રાશીના જાતકોએ માં લક્ષ્મીની પૂજા કરવી અને શુક્રવારના દિવસે માં લક્ષ્મીને ગોળ ચડાવવો, તેના સિવાય શનિવારે કાળા તલનું દાન કરવું.

મિથુન રાશી

મિથુન રાશીના લોકો બુધવારે ગણેશજી ની પૂજા કરવી અને પૂજા કરતી વખતે ગણેશજી ને કાળા તલના લાડવા ચડાવવા જોઈએ.

કર્ક રાશી

શનિદેવના રાશી પરિવર્તનનું શુભ ફળ તમારા જીવનમાં પડે તેના માટે કર્ક રાશિના લોકો શનિવારે આ ઉપાય કરે. જેમાં દુધની અંદર તલ નાખી આ દૂધને શિવજી ઉપર ચડાવવું.

સિંહ રાશી

સિંહ રાશીના જાતકોએ શનિવારે કાળીમાંની પૂજા કરવી અને કાળી માતાના મંદિરે જઈ તેને કાળા વસ્ત્રો અને સફરજન અર્પણ કરવું જોઈએ.

કન્યા રાશી

આ રાશિના જાતકોએ શિવલિંગની પૂજા કરતી વખતે ૧૧ બીલીપત્ર અર્પણ કરવા અને એક તેલનો દીવો શિવલિંગ સામે કરવો. આ ઉપાય શનિવારે કરવો.

તુલા રાશી

વર્ષના પહેલા અમાસના દિવસે કાળા રંગની વસ્તુઓ, જેમકે કપડા, કાળી છત્રી, કાળી દાળ વગેરે પ્રકારની વસ્તુઓ નું દાન કરવું. એવું કરવાથી શનિ ગ્રહ તમને શુભ ફળ પ્રદાન કરશે.

વૃષિક રાશી

શનિવારના દિવસે દુર્ગા કવચનો પાઠ કરવો. પાઠ કરતી વખતે તમારી પાસે એક દીવો જરૂર કરવો અને પાઠ પૂરો થયા બાદ માં દુર્ગા નું ધ્યાન ધરવું.

ધનુ રાશી

ધનુ રાશી ના જાતકો માટે શનિવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવો. એવું કરવાથી શનિદેવનો પ્રકોપ આ રાશી પર નહિ પડે અને પૂરું વર્ષ શુભ ફક પ્રાપ્ત થશે.

મકર રાશી

મકર રાશિના જાતકોએ દરેક ૧૧ શનિવાર કાજળની ડબ્બીનું દાન કરવું. કાજળ સિવાય સરસવ ના તેલનું પણ દાન કરી શકે છે.

કુંભ રાશી

શનિવારના દિવસે સાંજના સમયે શનિ મંદિરે જઈ તલનું તેલ ચડાવવું અને ગરીબોને પૈસાનું દાન કરવું જોઈએ. થઈ શકે તો ગરીબોને ભોજન પણ કરાવવું.

મીન રાશી

મીન રાશીના લોકોએ પીપળાના ઝાડની પૂજા કરવી અને પૂજા કરતી વખતે આ વૃક્ષ પર કાળા તલ ચડાવવા અને સરસવના તેલનો દીવો કરવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment