દીપિકા અને રણવીરે મુંબઈ રિસેપ્શનમાં મચાવી ધૂમ : રોયલ લૂક જોઈને આંખો ચાર થઇ જશે😍😍

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનો ખુમાર ફેંસના દિલથી અત્યાર સુધી નથી ઉતર્યો. ઉતરશે પણ કેવી રીતે? તેમની રિસેપ્શન પાર્ટી જે અત્યાર સુધી ચાલી રહી છે. 14-15 નવેમ્બરને ઈટલીમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા પછી દીપવીરે બેંગલૂરૂમાં રિસેપ્શન પાર્ટી આપી. તેમના લગ્નનો લુક અને પછી ફેંસને તેમના રિસેપ્શનના લુકની રાહ જોઈ રહ્યા હતા અને દીપવીરે તેમના બધા ફેન્સ ને ફોટા શેર કરી ખુશ કરી દીધા છે. ત્યારબાદ હવે મુંબઈમાં રિસેપ્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.


મુંબઈમાં દીપવીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરએ થયું. દીપવીરની વેડિંગ આ વર્ષની સૌથી મોટી વેડીંમાંથી એક હતી. મુંબઈના રિસેપ્શનમાં ઈંડસ્ટ્રી અને પરિવારના ઘણા મેહમાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં દીપ અને વીરે ગજબ નો લુક લાવ્યા હતા. તેમના લુકની તસવીરો આવી ગઈ છે. જે પોતે રણવીર અને દીપિકાએ જ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર શેયર કરી. તેનો રૉયલ લુક કોઈનું પણ દિલ જીતવા માટે સમર્થન આપી શકતું હતું.


મુંબઈ ખાતેના રિસેપ્શનમાં દીપિકા પદુકોણ અને રણવીરસિંહ એક શાહી અંદાજમાં જોવા મળ્યા હતા. આ રિસેપ્શનની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંનેએ વ્હાઈટ અને ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો. આ તસવીરમાં દીપિકાએ વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો છે જેના પર ગોલ્ડન કલરની એમ્બ્રોડરી છે. આ સાથે તેણે માથે પણ ઓઢેલું છે. ફેન્સની નજર આ ગોલ્ડન બોર્ડર પર ચોંટી જશે. સફેદ કલરની શેરવાનીમાં રણવીરસિંહનો રાજવી ઠાઠમાઠ જોવા મળ્યો હતો. આ લુકમાં તે વધુ રોયલ લાગી રહ્યો છે. એક જ રંગના ડ્રેસ પરથી કેટલાક ફેન્સે મેડ ફોર ઈચ અધરની કોમેન્ટ કરી હતી.

મુંબઈમાં બીજુ રિસેપ્શન

લગ્ન બાદ મુંબઈમાં દીપવીરનું આ બીજું રિસેપ્શન છે. આ પહેલાં બેગ્લુરુમાં નવયુગલોએ પાર્ટી આપી હતી.

ભાભી…ભાભી…નો અવાજ સાંભળતા જ રણવીર ખડખડાટ હસવા લાગ્યો, તસવીરો ક્લિક થઇ કેમેરામાં


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું બીજું રિસેપ્શન મુંબઇમાં ગઇકાલે યોજાયું. આ રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકદમ શાહી ઠાઠમાં ગોર્જીયસ લાગતા હતા. જ્યારે દીપવીર મીડિયાને પોઝ આપવા માટે પહોંચ્યા તો ફોટોશુટ દરમ્યાન કેટલાંક એવા હતા કે તેમના બોલવાથી જ રણવીર સિંહ ખડખડાટ હસવા લાગ્યો.


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જે સમયે ફોટો ખેંચાવી રહ્યા હતા ત્યારે એક બાજુથી ફોટોગ્રાફર્સ બંનેને કેમેરાની સામે જોવા માટે કહી રહ્યાં હતા. જ્યારે દીપિકા જમણી બાજુના ફોટોગ્રાફર્સના કેમેરાની તરફ જોતી નહોતી તો ફોટોગ્રાફર્સ દીપિકાને જોરજોરથી ભાભી-ભાભી કહીને બોલાવાનું શરૂ કરી દીધું. આ વાત પર રણવીર સિંહ જોર-જોરથી હસવા લાગ્યો. આ પળ કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે. આમાં મહેમાનોને આપવામાં આવેલી લગ્નની ભેટ પણ છે. લગ્નમાં આવેલા મહેમાનોને દીપિકા-રણવીર તરફથી ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. મહેમાનોને વિદાયમાં સુંદર સિલ્વર પ્લેટેડ ફૉટોફ્રેમ ગિફ્ટ આપી છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ફૉટોફ્રેમ કરનારે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘સુંદરતા ઘણી જ બારીકાઈમાં છે, પરંતુ આ પડકારરૂપ પણ છે. દીપિકા-રણવીરનાં લગ્નની ગિવઅવે ગિફ્ટ્સ બનાવવી અમારા માટે ગર્વની વાત. ફ્રેમની અંદરની ફૉટો ફક્ત ફ્રેમને પ્રેજેન્ટ કરવા લગાવવામાં આવી છે. આની જગ્યાએ દીપવીર દ્વારા લખવામાં આવેલી કૉમેન્ટ હતી.’


ઉલ્લેખનીય છે કે આ સુંદર ફૉટોફ્રેમને આઇવરી અને ગૉલ્ડન ગિફ્ટ બૉક્સમાં પેક કરીને આપવામાં આવી હતી.

ઈટાલીમાં લીધા હતા ફેરા


તા. 14 અને 15 નવેમ્બરના રોજ દીપીકા અને રણવીરે પોતાના પરિજનોની હાજરીમાં તથા કેટલાક ખાસ મિત્રોની ઉપસ્થિતિમાં ઈટાલીમાં લગ્ન કર્યા હતા.

6 વર્ષ સુધી ચાલ્યું અફેર


રણવીર અને દીપિકા વચ્ચે 6 વર્ષની રિલેશનશીપ બાદ લગ્ન નક્કી થયા હતા. દરેક પાર્ટીમાં તે એક અલગ જ અંદાજમાં નજરે ચડ્યા છે. તેમના આ ફોટા પર ફેન્સ અનેક લવ કોમેન્ટ કરી રહ્યા છે.

રામલીલાથી થયો સંપર્ક


વર્ષ 2013માં આવેલી ફિલ્મ રામલીલામાં દીપિકા અને રણવીરે સાથે કામ કર્યું હતું. સંજય લીલાની આ ફિલ્મ બાદ બંને એકબીજાની વધુ નજીક આવ્યા હતા. આ ફિલ્મના શુટિંગ વખતે જ બંનેએ પ્રથમ ડેટ કરી હતી.

‘મસ્તાની’ રણવીરની થઈ


ફિલ્મ રામલીલા બાદ બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું. રીલ લાઈફથી શરૂ થયેલા સંબંધો રિયલ લાઈફમાં લગ્નગ્રંથીથી કાયમ માટે જોડાયા હતા.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment