આ કારણ હતું જેને લીધે દીપિકા અને રણવીરના લગ્ન થયા – ખુબ જ રસપ્રદ છે ખરેખર જાણવા જેવી

Image source https://www.hindustantimes.com

દીપિકા અને રણવીર સિંહ આમ તો પહેલેથી જ ચર્ચામાં હતા અને લગ્ન પછી બંને વધુ બ્રાઈટ થયા છે. લગ્ન થયા ત્યારથી મીડીયાવાળા પણ બંનેની નાનામાં નાની હરકતની નોંધણી કરે છે. આ વખતે મીડિયા સમક્ષ અને આખી દુનિયાની સામે બંનેએ જાહેર કર્યું અમે એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ. એક ઇન્ટરવ્યુમાં દિપીકાએ તેના લગ્નને લઈને એક બીજી પણ વાત કરી એ જાણવા માટે તમારે આ આર્ટીકલને અંત સુધી વાંચવો પડશે.

Image Source http://zeenews.india.com

સારા એવા રૂપિયાનો ખર્ચ કરીને દીપિકા અને રણવીર બંને બોલીવૂડના સ્ટારે લગ્નના બંધનથી જોડાયા છે. જો કે બંને વચ્ચે પ્રેમ તો પહેલેથી જ હતો. ૬ વર્ષ પહેલા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ આ વાત ઉપર દિપીકાનું કહેવું છે કે, “મારા દિમાગમાં ક્યારેય એવું આવ્યું ન હતું કે લીવ-ઇન-રીલેશનશીપમાં રહેવું કારણ કે સંબંધ માટે તેને જરૂરત મહેસૂસ થઇ જ ન હતી.” એથી વધારે રસપ્રદ બીજી વાત પણ તેને ઇન્ટરવ્યુ દરમિયાન દર્શાવી હતી.

Image Source https://www.indiatoday.in

જીક્યુ મેગેઝીનના ઇન્ટરવ્યુમાં દીપિકાએ લગ્ન પછી જિંદગીમાં જે બદલાવ આવ્યા છે તેને લઈને વાત કરી હતી. “હું ૧૮ વર્ષની ઉંમરથી મારૂ પોતાનું ઘર જાતે જ ચલાવતી આવી છું એટલે મને એવું લાગે છે કે હવે લગ્ન પછી વધુ બદલાવ આવશે. હા, અમે એ બદલાવ પણ સ્વીકારી લઈશું જે એકબીજાને સાથે રહેવાથી આવે છે. મેં પહેલેથી નક્કી કરીને રાખ્યું હતું કે મારે કોની સાથે લગ્ન કરવા છે. એ માટે મારે લીવ-ઇનમાં રહેવાની જરૂર ન હતી અને હું એમ રીલેશનમાં રહેવા માંગતી પણ ન હતી. હવે, મેરેજ થઇ ગયા પછી હું પણ રણવીરની સાથે રહેવાનો આનંદ માણીશ, બીલ પે કરવાની મજા લઈશ, સ્પેસ શેયર કરવા જેવી વસ્તુઓનો અનુભવ કરીશ.”

Image Source https://www.indiatoday.in

એથી વધુ રણવીરની તારીફમાં કહ્યું, રણવીર મારા માટે એક પતિ જ નહીં એ પ્યાર, દોસ્ત, પ્લેમેટ, સાથી અને હમરાજ પણ છે. ખુલીને વાત એ પણ જણાવી હતી રણવીરની સામે તેને દેખાડો નથી કરવો પડતો. પોતે ખુલીને તેની સામે ફીલિંગ્સને એક્સપ્રેસ કરી શકે છે. દીપિકા અને રણવીર ૧૪-૧૫ નવેમ્બરના દિવસે ઇટલીના લેક ક્રોમોમાં લગ્નવિધિથી જોડાયા હતા. અહીંથી બંનેની જીવનગાડી આગળ વધી એટલે લગ્નથી લઈને અંત સુધીની સેરીમનીમાં હાઈલાઈટમાં રહ્યા હતા. એક-એક વ્યક્તિના મોઢે દીપિકા અને રણવીરના લગ્ન સંબંધ વિષે ચર્ચા થઇ રહી હતી.

આજ સુધી મીડિયાએ પણ દીપિકા અને રણવીરની નાનામાં નાની ખબરને ગરમ કરીને ચમકાવી હતી. દીપિકા-રણવીર પછી પ્રિયંકા અને નીકના લગ્ન થયા. આ વર્ષની બે શાનદાર અભિનેત્રી લગ્નના તાંતણે બંધાણી. વર્ષ ૨૦૧૮ બહુ જ ગરમ અને ચર્ચામાં રહ્યું કારણ કે બોલીવૂડની સેલિબ્રિટીઓએ વેડિંગ સીઝન લાવી એ માટે ગોસીપનો વિષય અત્યારે બોલીવૂડ જ બન્યું છે.

તો તમે પણ ગરમ અને નરમ એવી તમામ માહિતીનો ભાગ બનવા માંગતા હોય તો અમારા આર્ટીકલ વાંચતા રહેજો. અમે નવા-નવા વિષય લાવતા રહીશું. તો “ફક્ત ગુજરાતી” પેઇઝને લાઇક કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *