સુંદર છોકરીએ કર્યો મોડલ જેવો રેમ્પ વોક, જે વિડિયો જોઈને તમે પણ પ્રભાવિત થઈ જશો

Image Source

વીડિયોમાં એક સુંદર છોકરી પિંક કલરના ડ્રેસમાં જોવા મળે છે જે અચાનક રેમ્પ પર આવીને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કેટવોક કરવા લાગે છે. ત્યાં બેઠેલા લોકો પણ તેને જોઈને હસી રહ્યા છે અને તેના માટે તાળીઓ પાડી રહ્યા છે.

બાળકો તેમના વડીલો પાસેથી શીખે છે અને ઘણીવાર તેની નકલ કરતા જોવા મળે છે. તેવીજ એક સુંદર ક્ષણ તે સમયે કેમેરા માં કેદ થઈ ગયો જ્યારે એક સુંદર છોકરી ફેશન શો દરમિયાન સ્ટેજ પર આવી અને મોડલની નકલની જેમ રેમ્પ વોક કરવા લાગી.

આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, તેમાં બાળકી ઘણા આત્મવિશ્વાસ સાથે કેટવોક કરતી જોવા મળે છે. છોકરીએ તેની સુંદરતા અને આત્મવિશ્વાસ સાથે દરેકનું દિલ જીતી લીધું.

વીડિયોમાં એક નાની છોકરી પિંક કલર ના ડ્રેસમાં જોવા મળે છે જે અચાનક રેમ્પ પર આવીને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કેટવોક કરવા લાગે છે. ત્યાં બેઠેલા લોકો પણ તેને જોઈને હસી રહ્યા છે અને તેના માટે તાળીઓ પાડી રહ્યા છે. થોડીવાર પછી તે પણ પોઝ આપવા માટે ઉભી રહે છે અને એકદમ પ્રોફેશનલ મોડલની જેમ તેનો ડ્રેસ બતાવે છે.


આ નાની છોકરીનો રેમ્પવોક કરતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી બહેન ક્રિસ્ટન વીવરએ શેર કર્યો છે. તેને વિશ્વાસ નથી થતો કે તેનો આ વીડિયો આટલો વાયરલ થઈ જશે.

વિડિયો શેર કરતા તેણે લખ્યું કે, ” આ વીડિયો વિશે એક રસપ્રદ વાત : મારો આ વિડીયો ટિક્ટોકનો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ઘણા બધા લોકો તેને શેર પણ કરી રહ્યા છે, તો જો તમે આ વીડિયો મને ટેગ કર્યા વગર શેર કરો છો , તો પ્લીઝ મને ત્યાં ટેગ કરો. મેં આ વીડિયોને સૌથી છેલ્લે ઇન્સ્ટા- રિલ્સ પર શેર કર્યો છે, તો સ્વાભાવિક છે કે મને આટલા વ્યુ મળશે નહિ. તમને જણાવી દઉં કે અત્યાર સુધી આ વીડિયોને ટિકટોક પર 18 મિલિયન વ્યુ મળી ચૂક્યા છે. મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે આ વીડિયો આટલો વધારે પસંદ કરવામાં આવશે, પરંતુ એબ્રીયાના એક દેવદૂત જેવી છે અને મને ખુશી છે કે તે તેના વીડિયોથી બધાને ખુશ કરી રહી છે. તે વર્ષ 2021 ની વિશ્વની સૌથી પરફેક્ટ ગર્લ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment