રક્ષાબંધન ની ઉજવણી માટે એક સુંદર લેખ : નણંદ અને ભાભી વચ્ચે નો આ સંબંધ તમને રડાવી દેશે..

નણંદે પોતાની ભાભી ને ફોન કર્યો અને પૂછ્યું :” ભાભી મેં રાખડી મોકલી હતી તમને લોકોને મળી ગઈ કે નહી ?”

ભાભી : ના બહેન, હજી નથી મળી રાખડી..

નણંદ : ભાભી કાલ સુધી રાહ જુઓ, જો કાલે પણ ન આવે તો હું પોતે રાખડી લઈને આવી જઈશ.

બીજા દિવસે ભાભીએ પોતે ફોન કર્યો : બહેન રાખડી હજી મળી નથી.

નણંદે ફોન મુક્યો અને તરત રાખડી અને મીઠાઈ લઇ ભાઈ ને રાખડી બાંધવા તેના ઘરે જવા નીકળી.

પિયરે પહુંચી, રાખડી બાંધી, પૂજા કરી , મીઠાઈ ખવડાવી અને ખાધી, ખુબ વાતો, હસવાનું , મજાક મસ્તી થઇ, ભાઈએ બહેન ને ભેટ આપી બધું સારી રીતે પૂરું કર્યું અને હવે જવાનો સમય થયો.

મમ્મી ની વિદાય લેતા સમયે માં એ ફરિયાદ કરતા કહ્યું :”મારું ધ્યાન નથી રાખતી, જલ્દી આવ્યા કર અને થોડા દિવસો અહિયાં પણ રોકાવાનું રાખ.

નણંદ બોલી : મારે ત્યાં પણ એક માં છે અને અહિયાં તમારી સાથે ભાભી તો છે.

આંખો માં આંસુ આવી ગયા અને માં બોલી : સાચેજ તારી ભાભી મારું બહુજ ધ્યાન રાખે છે, તને અહી બોલાવા માટે ખોટું બોલ્યા હતા અમે, તારી રાખડી તો ક્યારની મળી ગઈ હતી.

પણ બધાય ને કીધુ કે કોઈ કશું બોલતા નહી. હવે આ રક્ષાબંધને મારી નણંદ ઘરે આવે એવું કંઇક કરશું, કેટલા દિવસો થી ઘરે નથી આવ્યા અને કેટલો ટાઈમ થઇ ગયો આપણે બધાયે સાથે સમય પસાર કર્યાને, માટે આ વખતે એમને અહી બોલાવીએ.

નણંદ આખા રસ્તે પિયર ની મીઠી યાદો માં ખોવાઈ ભગવાન ને પ્રાર્થના કરી બોલી “આવી ભાભી બધાય ને મળે.”

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment