રાજકોટ વાસીઓની ફેવરીટ અને કાઠીયાવાડી સ્પેશીયલ ડીશની આ રેસીપી નોંધવા જેવી છે…

તાવો ચાપડી આપણી કાઠીયાવાડી ફેમસ ડીસ છે.જે ખાસ કરીને રાજકોટ વાસીઓ ની ફેવરીટ ડીસ છે. બધાં પોતાના સ્વાદ પ્રમાણે બનાવતા હોય છે. તો ચાલો નોંધી લઈએ યમ્મી ચટાકેદાર રેસીપી.

ચાપડી:

  • એક કપ ઘઉંનો કરકરો લોટ
  • એક સ્પૂન રવો
  • એક સ્પૂન તેલ
  • નીમક સ્વાદ અનુસાર
  • મરી નો ભૂકો અડધી ચમચી
  • અડધી ચમચી જીરૂ
  • તળવા માટે તેલ

ચાપડી બનાવાની રીત:

લોટમાં બઘી સામઞી નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધવો પછી લોટ લઇને પુરી જેવડી ચાપડી હાથ થી બનાવી મીડીયમ તેલ મા તળવા ની.જો તમારે ચાપડી તળવી ના હોય તો આ લોટ ની ભાખરી પણ બનાવી શકાય.

તાવો:

તાવો માટે અડધો કપ લીલા વટાણા,થોડો ઝીણો સમારેલ ગુવાર,એક નાનું રીંગણ કાપેલું,એક બટેટુ કાપેલું,થોડી કોબી,ફલાવર,લીલી ફણસી,લીલી તુવેર ના દાણા શિયાળા જે શાકભાજી એવલેબલ તે ચાલે. પાવભાજી ની જેમ બઘા શાકભાજી જીણા સમારીને થોડાં પાણી મા બાફી લેવા. લસણ આદુ મરચાં ની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડી લો.

બે ડુંગળી ઝીણી સમારેલી લો. ચાર ટમેટા ની પયુરી બનાવી લો. હવે ચાર થી પાંચેક સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ડુંગળી ઝીણી સમારેલી નાખીસાંતળવું પછી લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખીસાંતળવું પછી ત્રણ ચમચી લાલ મરચું કાશ્મીરી અડધી ચમચી હળદર,ધાણાજીરૂ,એક સ્પૂન ગરમ મસાલો નાખી સાંતળવું પછી ટમેટા ની પયુરી નાખી સાંતળવું બે પાંચ મીનીટ તેલ ઉપર દેખાવા માડે એટલે બાફેલા શાકભાજી અંદર નાખી મીક્સ કરી પછી નીમક,લીંબુ,ખાંડ સ્વાદ અનુસાર નાખવું અને થોડું પાણી નાખી ઉકાળે ત્યા સુધી ચડવા દેવાનુ. તાવા મા રસો વધારે હોય છે. એટલે તે પ્રમાણે ગ્રેવી રાખવી. કારણકે ચાપડી સાથે ચોરી ને ખાવાનું છે.

તાવા ની અંદર છેલ્લે થોડો ગરમ મસાલો લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.બાકી ના બધાં મસાલા તમારાં સ્વાદ અનુસાર નાંખવા.

ગરમાગરમ તાવો ચાપડી અને સલાડ અને છાશ સાથે સર્વ કરો. ચાપડી નો ભૂકો કરી ઉપર થી ગરમાગરમ તાવો નાખી ખાવાનું.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!