રાજસ્થાનની શાન છે આ ડિશ,સરળ રીતે બનાવો ઘરે😋

આજે આપણે બનાવવા જય રહ્યા છીયે રાજસ્થાનની મશહૂર દાળ બાટી, જેને એક નવો અવતાર એટ્લે કે ભરવા, જેનાથી તેનો ખાવાનો સ્વાદ કઈક વધારે જ વધી જશે. ૪ પ્રકારની દાળોને ભેગી કરીને બાની દાળની સાથે લોટથી સ્વાદિસ્ટ ઘીમાં ડૂબેલી ભરવા બાટીનો સ્વાદ ઘણો જ લાજવાબ અને હેલ્થી ઓપ્શન છે. રાજસ્થાનના પારંપરિક ભોજનનો તે એક ઘણો જ ખાસ હિસ્સો છે અને હવે તો ભારતની દરેક ગલીમાં એટલું વધારે ફેમસ થઈ ચૂકી છે કે બસ વિચાર્યું કે તમારી સાથે તેનો સ્વાદ લેવામાં આવે.

Image result for dal baati dish

સામગ્રી :

ઘઉંનો લોટ – ૧ કપ

રજ – ૨ ચમચી

બેકિંગ સોડા – ૧ ચપટી

ઓઇલ – ૧ ચમચી

દેસી ઘી – ૧ બાઉલ ( બાટી ભીની કરવા માટે )

દાળ માટે

આખી મગની દાળ – ૨ ચમચી

ચણા દાળ – ૨ ચમચી

અરહર દાળ – ૨ ચમચી

અડદની દાળ – ૨ ચમચી

મસૂર દાળ – ૨ ચમચી

સૂકા મસાલાઓમાં : ૧ ચપટી હિંગ, અડધી ચમચી જીરું, ૨-૩ લવિંગ, ૪-૫ કાળા મરચાં ( તમે કાળા મરચાંને બદલે માત્ર લીલા મરચાં કે લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો ), આખા લાલ મરચાં ૨-૩.

Image result for dal baati dish

બારીકીથી કાપેલું આદું – ૧ ચમચી,

ટામેટાં – ૧ કપ (ઝીણું કાપેલું)

કાંદા – ૧ કપ (ઝીણા કાપેલા)

ધાણા પાઉડર – અડધી ચમચી

હળદર પાઉડર – અડધી ચમચી

આમચૂર પાઉડર – અડધી ચમચી

લાલ મરચાંનો પાઉડર – અડધી ચમચી

દેશી ઘી – ૪ ચમચી

લીલા ધાણા – ગારનિશિંગ માટે

બાટીને ભરવા માટે :

વટાણાના ઉકળેલા દાણા – અડધું કપ

બાફેલા બટાકા – અડધું કપ

ચાટ મસાલા – અડધી ચમચી

ઝીણું કાપેલું લીલું મરચું – ૨-૩

બનાવવાની પ્રક્રિયા

સૌથી પહેલા બાટી ભરવા માટેનું તૈયાર કરી લઈએ…

૧ એક બાઉલમાં બેફેલા બટાકા, વટાણા, ચાટ મસાલા, લીલા મરચાં, અને લીલા ધાણા મિક્ષ કરો અને બાટીનું ભરવાનું તૈયાર કરો.

હવે દાળ બનાવી લઈએ….

૧. બધી દાળોને એક સાથે કુકરમાં નાખીને ઉકળવા રાખી મૂકો અને અડધી ચમચી મીઠું નાખી દો.

૨. દાળ ઉકળી જાય પછી તેમાં તડકો નાખવા માટે… એક કઢાઈમાં ૨ ચમચી દેશી ઘી ગરમ કરો. હવે તેમાં જીરું, આખા લાલ મરચાં, હિંગ, લવિંગ અને કાળા મરચાં નાખો, હવે એક એક કરીને ઝીણા કાપેલા આદું, ટામેટાં, કાંદા નાખીને સાંતડો.

૩. જ્યારે બધી વસ્તુ મિક્ષ થઈ જાય ત્યારે સૂકા મસાલા નાખીને અડધું કપ પાણી નાખો અને મસાલા મિક્ષ થયા પછી ઉકળેલી દાળને બરાબર હલાવો અને ઉકળવા આવે ત્યાં સુધી ગરમ થવા દો. જ્યારે દળમાંથી સુગંધ આવવા લાગે તો કાપેલા ધાણા નાખીને ગાર્નિશ કરો.

બાટી બનાવવા માટે….

આમ તો બાટી તમે તંદુરમાં પણ બનાવી શકો છો પણ અમે તમને કઢાઈમાં જ બાટી બનાવતા સિખવીએ છીયે.

૧. ગુંદેલા લોટના નાના નાના લૂઆ બનાવીને તેમાં બટાકા અને વટાણાને ભરો.

૨. એક કઢાઈમાં, થોડુક એક ચમચી મીઠું નાખીને તેને ગરમ થવા મૂકી દો, હવે તેમાં એક જાળી જેવુ સ્ટેન્ડ મૂકીને તેમાં બાટીઓ મૂકી દો અને ઉપરથી કોઈ ઢાકણની મદદથી ઢાંકી દો. દાળ મિનટ પછી બાટીને ફેરવી નાખો અને પાછું દસ મિનટ સુધી રંધાવા દો. જ્યારે બાટી પૂરી રીતે શેકાઈ જાય ત્યારે તેને કાઢી લો.

૩. હવે એક બાઉલમાં દેશી ઘી લઈને બાટીઓને તેમાં ડૂબાડી દો અને ગરમ ગરમ દાળની સાથે ઘણું બધુ ઘી નાખીને પીરસો.

લો તૈયાર છે તમારી રાજસ્થાનની ફેમસ ડિશ દાળ બાટી… તો ખાઓ અને ખવડાવો.

  • આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.AUTHOR: ADITI NANDARGI

Leave a Comment